________________
૩૩ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
(૬) નામ કર્મ - જેનાથી એકેન્દ્રિયાદિ ભિન્ન જાતિઓ અને મનુષ્યાદિ : ભિન્ન ભિન્ન ગતિઓ તેમ જ શરીર, રૂપ, સ્વર આદિ વ્યક્તિત્વને ઘડતી બાબતો નક્કી થાય છે તે નામકર્મ.
(૭) ગોત્રકર્મ - જે કર્મ ઉચ્ચ-નીચ ગોત્ર અને સામાજિક મોભો, માનમરતબો નક્કી કરી આપે છે તે કર્મ ગોત્રકર્મ
(૮) અન્તરાય કર્મ - દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અન્તરાય ઊભો કરવાનું કાર્ય આ કર્મ કરે છે. કર્મની દશ અવસ્થાઓ
| (૧) બંધ - કર્મની બંધાવસ્થામાં, કર્મયુગલોનો આત્માની સાથે નીરક્ષીર સંબંધ હોય છે.
(૨) સત્તા – કર્મની સત્તાવસ્થામાં, બંધાયેલા કર્મયુગલો પોતાનું ફળ ન આપતાં કેવળ સત્તારૂપે રહે છે. .
(૩) ઉદય - કર્મની ઉદયાવસ્થામાં, કર્મપુદ્ગલો પોતાનું ફળ આપવા તત્પર થાય છે અને પોતાનું ફળ આપે છે.
(૪) ઉદીરણા-કર્મની ઉદીરણાવસ્થામાં, કર્મયુગલોને ખાસ પ્રયત્નવિશેષથી આત્મા તેમના નિયત સમય પહેલાં ફળ આપવા ઉન્મુખ બનાવે છે.
(૫) સંક્રમણ - કર્મની સંક્રમણ અવસ્થામાં, આત્માના ખાસ પ્રયત્નવિશેષથી એક કર્મપ્રકૃતિનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં પરિવર્તન થાય છે. -
(૬)-(૭) ઉદ્ધના-અપવર્તના - કર્મની તે અવસ્થા છે જેમાં તેની સ્થિતિ અને રસમાં વધારો થાય તે ઉદ્વર્તના અને જેમાં ઘટાડો થાય તે અપવર્તન. અહીં પણ આ વધારો કે ઘટાડો આત્માના વિશેષ પ્રયત્નથી થાય છે.
(૮) ઉપશમના – કર્મની ઉપશમના અવસ્થામાં ઉદિતકર્મને ભસ્મચ્છન્ન અગ્નિની જેમ દબાવી શાંત કરી દેવામાં આવે છે. ઉપશમન પણ આત્માના વિશેષ પ્રયત્નથી થાય છે.
(૯) નિધત્તિ - કર્મની નિધત્તિ અવસ્થામાં, ઉદીરણા અને સંક્રમણની સંભાવનાઓનો અભાવ હોય છે.
(૧૦) નિકાચના – કર્મની નિકાચના અવસ્થામાં ઉદીરણા અને સંક્રમણ ઉપરાંત ઉદ્વર્તન અને અપવર્તનાની સંભાવનાનો પણ બિલકુલ અભાવ હોય છે.
બધાં જ કર્મોનો ક્ષય તે મોક્ષ છે.2 આના માટે પ્રથમ તો આવતાં કર્મોને