________________
૩૧
– જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
કહે છે. લોક આ બન્ને પ્રકારના ૫૨માણુથી પૂર્ણ છે. જીવ પોતાની મનવચનકાયાની પ્રવૃત્તિથી આ પરમાણુઓને પોતાના ભણી આકર્ષતો રહે છે. મનવચનકાયાની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે જ્યારે જીવની સાથે કર્મ સંબદ્ધ હોય અને જીવની સાથે કર્મ ત્યારે સંબદ્ધ થાય છે જ્યારે મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોય. આ પ્રકારે કર્મથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી કર્મની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. કર્મ અને પ્રવૃત્તિના આ કાર્યકારણભાવને નજર સમક્ષ રાખી પુદ્ગલ પરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્યકર્મ તથા રાગદ્વેષ આદિ રૂપ કર્મને ભાવકર્મ કહેવામાં આવે છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મનો કાર્યકારણભાવ મરઘી અને ઈંડાની માફક અનાદિ છે.63 જ્યારે રાગાદિ ભાવોનો ક્ષય થાય છે ત્યારે આત્માનો કર્મપુદ્ગલો સાથેનો સંબંધ છૂટી જાય છે. આમ, આત્માનો કર્મપુદ્ગલો સાથેનો સંબંધ અનાદિ હોવા છતાં સાંત
છે.
આત્મા સ્વભાવથી અમૂર્ત છે પરંતુ પૌદ્ગલિકકર્મ સાથે તેનો દૂધ-પાણી જેવો સંબંધ અનાદિ હોઈને સંસારી અવસ્થામાં તેને કથંચિત્ મૂર્ત માનવામાં આવેલ’ છે. આત્માના કર્મ સાથેના સંબંધને લઈને આત્માની ચાર પ્રકારની મુખ્ય અવસ્થા થાય છે - ઔપશમિક, જ્ઞાયિક, ક્ષાયોપશમિક અને ઔદર્થિક. કર્મના ઉપશમથી ઉત્પન્ન થનાર ઔપશામિક, કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ક્ષાયિક, કર્મના ક્ષય અને ઉપશમથી પેદા થનાર ક્ષાયોપશમિક અને કર્મના ઉદયથી પેદા થનાર ઔયિક. આ ઉપરાંત પાંચમો ભાવ પારિણામિક છે જે આત્માનું સ્વાભાવિક પરિણમન જ
છે.4
કર્મનું જીવ ભણી આવવાનું (આસવનું) કારણ છે મન-વચન-કાયાની પ્રવૃત્તિ. આમ, મન-વચન-કાયાના વ્યાપારો, જેને જૈનો યોગ કહે છે તે, કર્મોનો આત્માની સાથે સંબંધ કરાવનાર છે.65 આત્મા ભણી આકર્ષાયેલાં કર્મોનો આત્માના પ્રદેશો સાથે ક્ષીરનીર સંબંધ થવો તે બંધ છે. ઉમાસ્વાતિ બંધનાં કારણોમાં મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચને ગણાવે છે. પરંતુ ખાસ તો આ પાંચમાંથી કષાય જ બંધનું મુખ્ય કારણ છે.
આત્માને લાગેલાં કર્મો આત્માની અમુક શક્તિને ઢાંકે છે, તે શક્તિને તે અમુક વખત સુધી ઢાંકે છે, તે જુદી જુદી માત્રાની તીવ્રતાવાળાં ફળો આપે છે અને તે અમુક જથ્થામાં આત્માને લાગે છે.” પરંતુ અહીં પ્રશ્ન થાય છે કે તે આત્માની કઈ શક્તિને ઢાંકશે, કેટલો વખત સુધી ઢાંકશે, કેટલી તીવ્રતાવાળાં ફળો આપશે અને કેટલા જથ્થામાં લાગશે તેનાં નિયામક કારણો શાંછે ? જૈનમતે તે કર્મોને આત્મા ભણી લાવવામાં આત્માની જે પ્રવૃત્તિ કારણ છે તે પ્રવૃત્તિના