________________
:
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા. ૩૦ પ્રતિફલિત થાય છે તેમ કર્મના રંગો પોતાના સાનિધ્યમાં રહેલા ચિત્તમાંયા આત્મામાં પ્રતિફલિત થાય છે. આમ કર્મની પૌલિકતાને કારણે આત્માની લેશ્યાઓના રંગની જૈન માન્યતા ઘટે છે. આજીવકનો અભિજાતિઓનો સિદ્ધાંત પણ ભૌતિક કર્મરજોનું રંગને આધારે વર્ગીકરણ જ છે. આ કારણે પ્રો. ઝમર જણાવે છે કે કર્મોના રંગોનો સિદ્ધાંત જૈન ધર્મની જ ખાસ વિશેષતા નથી, પરંતુ મગધમાં સચવાયેલા આર્યપૂર્વેના સામાન્ય વારસાનો એક ભાગ હોય એમ જણાય છે.* કર્મના પૌદ્ગલિકત્વ અથવા મૂર્તિત્વની સિદ્ધિ નીચે પ્રમાણે કરવામાં આવી છે [૧] શરીર વગેરે મૂર્ત હોવાને કારણે તેમના નિમિત્તભૂત કર્મ પણ મૂર્ત હોવાં જોઈએ. આ તર્કનો સ્વીકાર કરતાં જૈનદર્શનમાં કર્મને મૂર્ત માનવામાં આવ્યાં છે. જેમ પરમાણુઓનાં ઘટ વગેરે કાર્ય મૂર્તિ છે એટલે પરમાણુ મૂર્ત છે તેમ કર્મનાં શરીરાદિ કાર્ય મૂર્તિ છે એટલે કર્મ પણ મૂર્ત છે. [૨] કર્મ મૂર્ત છે કારણ કે એની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થાય છે, ઉદાહરણાર્થ ભોજન. જે અમૂર્ત હોય એની સાથે સંબંધ થતાં સુખાદિનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ.૪ [૩] કર્મ મૂર્ત છે કારણ કે એના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે, ઉદાહરણાર્થ અગ્નિ. જે અમૂર્ત હોય એના સંબંધથી વેદનાનો અનુભવ થતો નથી, ઉદાહરણાર્થ આકાશ. [૪] કર્મ મૂર્ત છે કારણ કે એમાં બાહ્ય પદાર્થો વડે બલાધાન થાય છે, ઉદાહરણાર્થ ઘટ. જેવી રીતે ઘટ વગેરે મૂર્ત વસ્તુઓ ઉપર તેલ વગેરે બાહ્ય પદાર્થોનું વિલેપન કરવાથી બલાધાન થાય છે અર્થાત્ સ્નિગ્ધતા આદિની ઉત્પત્તિ થાય છે એવી રીતે કર્મમાં પણ માલા, ચંદન, વનિતા આદિ બાહ્ય પદાર્થના સંસર્ગથી બલાધાન થાય છે, અર્થાત્ ઉદ્દીપન આદિની ઉત્પત્તિ થાય છે. આ બધાં કારણોને લઈને કર્મ મૂર્તિ છે.60 - કર્મ મૂર્તિ છે તથા આત્મા અમૂર્ત છે. આવી પરિસ્થિતિમાં કર્મ આત્માની સાથે સંબદ્ધ કેવી રીતે થઈ શકે ? મૂર્ત દ્વારા અમૂર્તનો ઉપઘાત યા ઉપકાર કેવી રીતે થઈ શકે ? જેમ જ્ઞાન વગેરે અમૂર્ત હોવા છતાં મદિરા, વિષ આદિ મૂર્ત વસ્તુઓ દ્વારા એમનો ઉપઘાત થાય છે તથા ઘી, દૂધ આદિ પૌષ્ટિક પદાર્થો દ્વારા એમનો ઉપકાર થાય છે તેમ આત્મા અમૂર્ત હોવા છતાં મૂર્ત કર્મ દ્વારા તેનો ઉપઘાત યા ઉપકાર થાય છે.ઈ વળી, સંસારી આત્મા એકાંતપણે અમૂર્ત નથી. જીવ અને કર્મનો અનાદિકાલીન સંબંધ હોવાથી જીવ પણ કથંચિત્ કર્મપરિણામરૂપ છે. માટે એ એ રૂપમાં મૂર્તિ છે. આ પ્રકારે મૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મ સંબદ્ધ થઈ શકે છે તથા કર્મ આત્માનો ઉપકાર યા ઉપઘાત કરી શકે છે.
જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. જે પુદ્ગલ પરમાણુ કર્મરૂપે પરિણત થાય છે તેમને કર્મવર્ગણા કહે છે અને જે શરીરરૂપે પરિણત થાય છે તેમને નોકર્મવર્ગણા
N3
: