________________
૨૯ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
એ છે કે જ્યાં ગુણ ઉપલબ્ધ હોય ત્યાં તેના આધારભૂત દ્રવ્યનું અસ્તિત્વ હોય. ગુણના ક્ષેત્રથી ગુણીનું ક્ષેત્ર વધારે કે ઓછું નથી હોતું. આત્માના ગુણો શરીરની બહાર ઉપલબ્ધ થતા નથી. તેથી આત્મા શરીરની બહાર નથી.52
આત્મા અણુ પણ નથી. આત્માને અણુરૂપ માનવાથી અંગુઠામાં કાંટો વાગતાં આખા શરીરમાં કંપન અને દુઃખનો જે અનુભવ થાય છે તે અસંભવ બને. આત્મા આખા શરીરમાં અતિશીઘ્રગતિ કરે છે એમ માની એનું સમાધાન કરવું બરાબર નથી, કારણ કે અનુભવમાં ક્રમ આવતો નથી. ઉપરાંત, ક્રમ એ સર્વાંગરોમાંચાદિ કાર્યથી જ્ઞાત થનારી યુગપત્ સુખાનુભૂતિની વિરુદ્ધ છે. એટલે, આત્માને વ્યાપક કે અણુ ન માનતાં શરીરપરિમાણ માનવો ઉચિત છે.53
શરીરાનુસાર આત્માનું પરિમાણ વધે યા ઘટે છે. પરિમાણની વૃદ્ધિ એ એના મૌલિક દ્રવ્યમાં અસર કરતી નથી. એનું મૌલિક દ્રવ્ય યા કાઠું જે હોય છે તે જ રહે છે. માત્ર નિમિત્તભેદે પરિમાણ ઘટે છે યા વધે છે. આ એક પ્રકારનો પરિણામવાદ છે અને તે પરિણામિનિત્યતાવાદ છે.
જેઓ આત્માને ફૂટસ્થનિત્ય માને છે તેઓએ આત્માને કાં તો સર્વવ્યાપી માનવો પડે કાં તો અણુ માનવો પડે. એટલે જ આત્માને ફૂટસ્થનિત્ય માનનારાઓ તેને વિભુ યા અણુ માને છે. એથી ઊલટું જૈનો આત્માને ઉત્પાદવ્યયૌવ્યયુક્ત અર્થાત્ પરિણામી માનતા હોઈ તેઓ આત્માને શરીરપરિમાણ અર્થાત્ સંકોચવિકાસશીલ માને છે. તેમનો આત્મા સંકોચવિકાસશીલ હોઈ અણુથી માંડી વિભુ બની શકે છે. નિગોદમાં એનું શરીર અત્યંત સૂક્ષ્મ હોઈ તે વખતે તે અણુપરિમાણ છે અને જ્યારે તીર્થંકર કેવલીસમુદ્દાતની વિશેષ પ્રક્રિયા કરે છે ત્યારે તેમનો આત્મા સમગ્ર લોકને વ્યાપે છે.
આત્મા શરીરપરિમાણ છે એ તો સંસારી આત્માના પરિમાણની વાત થઈ, કારણ કે સંસારી આત્માને શરીર હોય છે. મુક્ત આત્મા અશરીરી હોઈ સામાન્ય રીતે આપણે એવું માનવા પ્રેરાઈએ કે મુક્ત આત્મા વ્યાપક બની જતો હશે. પરંતુ જૈનો એવું માનતા નથી. જૈનોને મતે મુક્ત આત્માનું પરિમાણ તેના અંતિમ દેહના પરિમાણથી જરાક જ ઓછું હોય છે. 4 આત્મા સંકોચવિકાસશીલ હોવા છતાં તેના સંકોચ અને વિકાસમાં નિમિત્તકારણ શરીરનામકર્મ છે. એ શરીરનામકર્મનો ક્ષય થતાં આત્માનું જે પરિમાણ હોય તે જ રહે, વધતું કે ઓછું ન થાય કારણ કે નિમિત્તનો અભાવ થઈ ગયો હોય છે.ઝ આત્મા પૌદ્ગલિક અદૃષ્ટવાન
આત્માનું અદૃષ્ટ અર્થાત્ કર્મ પૌદ્ગલિક દ્રવ્યરૂપ છે. કર્મો પૌદ્ગલિક યા ભૌતિક હોય તો તેને રંગો હોવા જોઈએ. જેમ જ્વાકુસુમનો લાલ રંગ દર્પણમાં