________________
૨૭ : જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ આત્માનું ભાતૃત્વ
જૈનોને મતે આત્મા ભોક્તા પણ છે. જૈનોએ આત્માને પરિણામી માન્યો હોઈ તેનામાં ભોઝુત્વ ઘટી શકે છે. કર્મસિદ્ધાન્તની સંગતિ માટે કર્મોનો જે કર્તા હોય તે જ તે કર્મોનાં ફળનો ભોક્તા હોવો જોઈએ. જેમ આત્માનું કર્તૃત્વ પણ કર્મપુદ્ગલના નિમિત્તથી સંભવિત બને છે તેમ તેનું ભોફ્તત્વ પણ કર્મપુદ્ગલના નિમિત્તથી સંભવિત બને છે. કર્તૃત્વ અને ભોફ્તત્વ બન્ને શરીરયુક્ત બદ્ધ આત્મામાં પ્રાપ્ત થાય છે, મુક્તાત્મા યા શુદ્ધાત્મામાં નહીં. ભોઝુત્વ વેદનીય કર્મને કારણે જ સંભવે છે. જૈનદર્શન આત્માનું ભોસ્તૃત્વ પણ સાપેક્ષ દૃષ્ટિથી શરીરયુક્ત બદ્ધાત્મામાં સ્વીકારે છે. વ્યાવહારિક દૃષ્ટિથી શરીરયુક્ત બદ્ધાત્મા ભોક્તા છે.” અશુદ્ધ નિશ્ચયનય યા પર્યાયદષ્ટિથી આત્મા માનસિક અનુભૂતિઓનો વેદક છે. યા ભોક્તા છે. પરમાર્થ દૃષ્ટિથી આત્મા ભોક્તા કે વેદક નથી. માત્ર દ્રષ્ટાં યા સાક્ષી સ્વરૂપ છે.% કેટલાકને મતે પરમાર્થ દૃષ્ટિથી આત્મા પોતાના ચેતનભાવનો ભોક્તા છે.47 આત્મા પ્રતિક્ષેત્રે ભિન્ન - જૈનદર્શન અનુસાર આત્મા પ્રતિશરીર ભિન્ન છે. બીજા શબ્દોમાં કહીએ તો જૈનો આત્મબહુત્વ સ્વીકારે છે. આત્માને એક માનતાં વૈયક્તિકતા સમાપ્ત થઈ જાય છે અને વૈયક્તિકતાના અભાવમાં સાધના, પુરુષાર્થ વગેરેનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે વિશેષાવશ્યકભાષ્યમાં 1582માં કહેવામાં આવ્યું છે કે સુખદુઃખ, જન્મમરણ, બંધનમુક્તિ વગેરેના સંતોષપ્રદ સમાધાન માટે અનેક આત્માઓની સ્વતંત્ર સત્તા માનવી આવશ્યક છે. આત્માઓને અનેક માનતાં એક મહત્ત્વની બાધા સાધનામાર્ગમાં ખડી થાય છે. સાધનામાર્ગમાં અહંતાનું વિસર્જન આવશ્યક સાધ્ય યા ધ્યેય છે. જ્યારે આત્મબહુત્વ અલગ વ્યક્તિત્વનું પોષક છે અને આ અલગ વ્યક્તિત્વ અહંતાને પ્રાયઃ પોષે છે. અલબત્ત, જૈનો અહંતારહિત અલગ આત્મવ્યક્તિઓની સંભવિતતા સ્વીકારે છે. મુક્તિમાં પણ આત્માની કેવળ અનેકતા જ નહીં પરંતુ અલગ વ્યક્તિત્વ પણ સ્વીકારવામાં આવ્યું છે. મુક્ત આત્માઓ અનેક છે અને તેમનું અલગ વ્યક્તિત્વ છે. આ અલગ વ્યક્તિત્વ તેમના છેલ્લા જન્મના દેહના આકારથી ઊભું થયેલું છે. પરંતુ આ મુક્તાત્માઓ અહંકારથી રહિત છે, કારણ કે તેઓ રાગદ્વેષવિનિર્મુક્ત છે. વળી, અનેકાન્તનો આધાર લઈ જૈનો જણાવે છે કે આત્માએક પણ છે અને અનેક પણ છે. સમાવાયાંગ અને સ્થાનાંગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આત્મા એક છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે આત્મા અનેક છે. ટીકાકારોએ આનું સમાધાન નીચે પ્રમાણે કર્યું છે. આત્મા દ્રવ્યાપેક્ષાએ એક