________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
આત્મામાં કેવી રીતે ઘટે ? એટલે તો હેમચંદ્રાચાર્ય જણાવે છે કે - ‘નૈાન્તવારે सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ ।''37 આત્માનું અવસ્થિતત્વ
૨૬
આત્માઓ પરિણામી હોવા છતાં તેઓ પોતાના સ્વરૂપથી કદી ચ્યુત થતા નથી અને બીજાનું સ્વરૂપ ધારણ કરતા નથી. અર્થાત્ આત્માનું પુદ્ગલમાં પરિણમન કદીય થતું નથી. તેવી જ રીતે પુદ્ગલનું પરિણમન પણ આત્મામાં થતું નથી. આમ હોવાથી આત્મવ્યક્તિઓમાં એકનો વધારો કે ઘટાડો કદીય થતો નથી. અર્થાત્ આત્મવ્યક્તિઓની સંખ્યા સ્થિર છે.38 આત્મવ્યક્તિઓ અનંત છે પણ આ અનંત સંખ્યામાં વધારોઘટાડો થતો નથી. આમાંથી એ જ ફલિત થાય કે આત્મા સ્વતંત્ર તત્ત્વ છે, છ દ્રવ્યોમાંનું તે મૂળભૂત સ્વતંત્ર દ્રવ્ય છે, તેમ જ તેની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી.
આત્માનું કર્તૃત્વ
.
જૈનોએ આત્માને પરિણામી માન્યો હોઈ, તેઓ આત્માને કર્તા માની શકે છે. ઉત્તરાધ્યયનસૂત્ર(20.37)માં કહ્યું છે કે આત્મા સુખો અને દુઃખોનો કર્તા છે. તેમાં જ 20.48માં એ પણ કહેવામાં આવ્યું છે કે આપણું માથું કાપનાર શત્રુ પણ એર્લો અપકાર નથી કરતો જેટલો દુરાચરણ કરનાર આત્મા કરે છે. સૂત્રકૃતાંગ કહે છે કે જેઓ આત્માને અકર્તા માને છે તેઓના મતમાં સંસાર ઘટી શકતો નથી.39 જૈનોના મતમાં કર્મ પૌદ્ગલિક છે. એટલે ચેતન આત્મા તેનું ઉપાદાનકારણ કદી હોઈ શકે નહીં. ચેતન આત્મા પૌદ્ગલિક કર્મરૂપે કદી પરિણમતો નથી. આ અર્થમાં આત્માને કર્મનો અકર્તા માની શકાય. પરંતુ ચેતન આત્મા પોતે રાગદ્વેષરૂપી ચૈતસિક ભાવોમાં પરિણમી કર્મપુદ્ગલોને પોતાના તરફ આકર્ષે છે1 (આસ્રવ). માટે એ અર્થમાં તેને કર્મનો કર્તા ગણી શકાય. બીજી એક દૃષ્ટિ અનુસાર આત્મા જડ કર્મોનો કર્તા નથી પરંતુ માત્ર કર્મપુદ્ગલના નિમિત્તથી પોતાના ચૈતસિક ભાવોનો કર્તા છે. અહીં તે ચૈતસિક ભાવોનું ઉપાદાનકારણ છે અને કર્મપુદ્ગલ નિમિત્તકારણ છે.42 જૈનો સચેતન શરીરને આત્માથી ભિન્નાભિન્ન માને છે. એટલે આ દૃષ્ટિએ શરીરકૃત બધાં કર્મો આના કર્મો પણ ગણાય. શુદ્ધ મુક્તઆત્મા પૌદ્ગલિક કર્મરહિત હોય છે. એટલે તે મુક્ત આત્માને અકર્તા કહેવામાં આવ્યો છે પરંતુ તે મુક્ત આત્મામાં પણ શુદ્ધ કેવળજ્ઞાન, શુદ્ધ કેવળદર્શનના વિશુદ્ધ પરિણામો જૈનોએ સ્વીકાર્યા છે એટલે તે મુક્તાત્માને પણ આ વિશુદ્ધ પરિણામોનો કર્તા માનવામાં આવ્યો છે.44
43