________________
૨૫ . જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ જ્ઞાનાદિ ગુણોના જે પરિવર્તનો થાય છે તે વિભાવ ગુણપર્યાયો છે. જેમકે, જ્ઞાન ગુણના વિભાવપર્યાયો- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન તેમ જ દર્શનગુણના પર્યાયો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન. આપણે જોયું તેમ સતુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે અને તેથી દ્રવ્યપર્યાયાત્મક છે. દ્રવ્યને લઈને તેમાં ધ્રૌવ્ય છે અને પર્યાયોને લઈને તેમાં ઉત્પાદ અને વિનાશ છે. ઉમાસ્વાતિએ નિત્યનું લક્ષણ આ પ્રમાણે કર્યું છે - “તાવાગવંનિત્ય”34. પોતાની જાતિમાંથી અવિસ્મૃતિ એટલે નિત્યતા, પોતાની જાતિને છોડ્યા વિના પરિવર્તન પામતી વસ્તુને નિત્ય કહેવાય. આમાં પરિવર્તનની મર્યાદા છે. આ પરિણામની મર્યાદા ન સ્વીકારીએ તો બ્રહ્મપરિણામવાદ આવીને ખડો થાય. દ્રવ્ય પોતાની જાતિમાં શક્ય બધાં જ પરિણામો ધારણ કરી શકે પરંતુ તે એટલી હદ સુધી પરિવર્તન ન પામી શકે કે તે પોતાની જાતિ છોડી બીજી જાતિનું બની જાય. આત્માં કદી પુલમાં પરિવર્તન ન પામી શકે. દ્રવ્યનું દ્રવ્યાંતરમાં ન પરિણમવું એ જ એની નિત્યતા છે. આમ, દ્રવ્ય અનાદિનિધન છે. તેની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી. તે સ્વભાવસિદ્ધ છે. પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યાંશ છે. તે જ તે વસ્તુની સ્થિરતા કે ધ્રુવતાનું કારણ છે. જો દ્રવ્યને ન માનીએ તો પ્રત્યભિજ્ઞાનરૂપ જ્ઞાન ઘટી શકે નહીં. આ દૃષ્ટિએ આત્મદ્રવ્ય પણ અનાદિનિધન છે. તેની ઉત્પત્તિ પણ નથી અને નાશ પણ નથી. દ્રવ્ય અને તેના ગુણપર્યાયો વચ્ચે ભેદભેદ છે. દ્રવ્યના અને તેના ગુણોના કે પર્યાયોના પ્રદેશો જુદા નથી. જે પ્રદેશો દ્રવ્યના છે તે જ પ્રદેશો તેના ગુણના કે પર્યાયના છે. આ દૃષ્ટિએ દ્રવ્ય અને ગુણપર્યાય વચ્ચે અભેદ છે. પણ તેમનાં સંશા અને લક્ષણ ભિન્ન છે, અન્ય છે. એ દૃષ્ટિએ તેમનામાં ભેદ છે. આમ દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચેનો ભેદભેદ જૈન દાર્શનિકોએ સમજાવ્યો છે. 5 દ્રવ્ય પર્યાયથી કથંચિત્ અભિન્ન હોઈ પર્યાયોના ઉત્પાદ-વ્યય દ્રવ્યને પણ સ્પર્શે છે અને પર્યાયો દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોઈ દ્રવ્યનું પ્રૌવ્ય પર્યાયોને પણ સ્પર્શે છે, એટલે પ્રવચનસાર (2.9)માં કહ્યું છે કે - उप्पादलिदिभंगा विज्जते पज्जएसु पज्जाया । दव्वं हि संति णियदं तम्हा दव्वं દકિ સઘં . આમ જૈનમતે આત્મા નિત્યાનિત્ય છે. આત્માને ફૂટસ્થનિત્ય માનવાથી તેમાં બંધ અને મોક્ષની બે અવસ્થાઓ ઘટી શકશે નહીં તેમ જ સુખોપભોગ અને દુઃખોપભોગની બે અવસ્થાઓ ઘટી શકશે નહીં. વળી, આત્માને અત્યંત ક્ષણિક માનવાથી પણ કોઈ બે અવસ્થાઓ ઘટી શકશે નહીં અને તો પછી બંધ અને મોક્ષ તેમ જ સુખોપભોગ અને દુઃખોપભોગ જેવી અનેક અવસ્થાઓ ક્ષણિક