________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા – ૨૪
દર્શાવે છે કે મુક્તમાં લબ્ધિવીર્યની અપેક્ષાએ કે કરણવીર્યની અપેક્ષાએ વીર્ય નથી.25 (ભગવતી 1.8.72) આત્માનું પરિણામિપણું
જૈન આત્માને સત્ માને છે અને સત્તું એક જ ધોરણ તેમણે સ્વીકાર્યુ છે. આ ધોરણ છે ઉત્પાદવ્યયૌવ્યયુક્તત્વ અથવા પરિણામિનિત્યત્વ. સાંખ્યની જેમ તેઓ સત્તાં બે ધોરણો સ્વીકારતા નથી. એક ધોરણ ફૂટસ્થનિત્યતા અને બીજું ધોરણ પરિણામિનિત્યતા. આમ જૈનોને મતે આત્મા પરિણામિનિત્ય છે. જૈન મત પ્રમાણે કોઈ વસ્તુ કેવળ દ્રવ્યરૂપ નથી કે કેવળ પર્યાયરૂપ નથી. વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક છે.” તેથી તે નિત્યાનિત્ય છે. દ્રવ્ય એકનું એક રહેવા છતાં તે અનેક અવસ્થાઓ ધારણ કરે છે. આ છે અનેક પરિણામોમાં નિત્યતા. આ છે પરિણામિનિત્યતા. પ્રત્યેક દ્રવ્યની જેમ આત્મદ્રવ્ય પણ ગુણ અને પર્યાય બન્ને ધરાવે છે.28 ગુણો સહભાવી છે અને પર્યાયો ક્રમભાવી છે.29 સદા દ્રવ્યોમાં એકસાથે રહેનાર શક્તિઓ ગુણો છે. આમ દ્રવ્યનાં જે વ્યાવર્તક લક્ષણો છે તે ગુણો છે. આપણે જોયું તેમ દ્રવ્યનાં વ્યાવર્તક લક્ષણ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. તેથી તે આત્મદ્રવ્યના ગુણો છે. ક્રમભાવી પરિવર્તનો યા વિકારો પર્યાયો છે. આ પર્યાયો યા વિકારો દ્રવ્યના પણ હોય છે અને ગુણના પણ હોય છે.30 મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ એ વિકારો આત્મદ્રવ્યના છે. જ્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન અથવા તો ઘટજ્ઞાન, પટજ્ઞાન વગેરે જ્ઞાનો જ્ઞાનગુણના પર્યાયો યા વિકારો છે. કોઈપણ બીજા દ્રવ્યના સંયોગ વિના થતા દ્રવ્યના પર્યાયો દ્રવ્યના સ્વભાવપર્યાયો કહેવાય છે. આત્મદ્રવ્યની સિદ્ધિસ્થિતિ તે આત્મદ્રવ્યનો શુદ્ધ સ્વભાવપર્યાય છે. જ્યારે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંયોગ થવાથી તે દ્રવ્યના ઉત્પન્ન થતા પર્યાયો તે વિભાવ દ્રવ્યપર્યાયો છે. આત્માના કર્મ સાથેના સંયોગના પરિણામે ઉત્પન્ન થતા આત્મદ્રવ્યપર્યાયો જેવા કે મનુષ્યગતિ, તિર્યંચગતિ, નારકગતિ, દેવગતિ વિભાવ દ્રવ્યપર્યાય છે. જેમ આત્મદ્રવ્યના સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો છે તેમ આત્મગુણોના સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો છે.31 અન્ય કોઈ દ્રવ્ય સાથેના સંયોગરહિત એવા શુદ્ધ આત્મદ્રવ્યના જે તદ્દન સર્દશ ગુણપરિણામો થતા રહે છે તે સ્વભાવ ગુણપર્યાયો છે.32 સિદ્ધને પ્રત્યેક ક્ષણે તેના કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં તદ્દન સદેશ શુદ્ધ જે પરિવર્તનો થયા કરે છે તે તે ગુણોના સ્વભાવપર્યાયો છે. પરંતુ અન્ય દ્રવ્યના સંયોગના કારણે ગુણમાં જે વિસદેશ પરિણતિ થાય તે વિભાવ ગુણપર્યાયો છે. આત્માના પૌદ્ગલિક કર્મ સાથે સંયોગને પરિણામે આત્માના