________________
૨૩ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
માઁ જો ‘યાતિ’.... માના નાતા હૈં। ધાતી ર્મ આત્મા છે જ્ઞાન, વર્શન, સુદ્ધ ઔર શક્તિ મુળ જા આવળ રતે હૈં '21
--
મોહનલાલ મહેતા પણ આવું જ માને છે. તેઓ લખે છે, ‘“જ્ઞાનાવરણ, दर्शनावरण, मोहनीय और अन्तराय ये चार घाती प्रकृतियों हैं क्योंकि इनसे आत्मा के चार मूल गुणो ज्ञान, दर्शन, सुख और वीर्य का घात होता है 122 વિદ્વાનો મોહનીય કર્મના ક્ષયને જ અનન્ત સુખના પ્રાકટ્યનું કારણ માનતા હોઈ, તેમના અનુસાર અનન્ત સુખ એ અનન્ત ચારિત્ર જ છે, અનન્ત ચારિત્રથી અતિરિક્ત અનન્ત સુખ જેવું કંઈ નથી એવું થઈને રહે છે. મુનિશ્રી ન્યાયવિજયજી અઘાતી વેદનીય કર્મના ક્ષયથી અનન્તસુખનું પ્રાકટ્ય માને છે. તેઓ લખે છે; “વેદનીયના ક્ષયનું ફળ અનન્ત સુખ.’23 અનન્ત જ્ઞાનનો અર્થ છે નિરાવણ્ નિરાબાધ શુદ્ધ જ્ઞાન, જ્ઞાન એક પ્રકારનો બોધ છે. અનન્ત દર્શનનો અર્થ છે નિરાવરણ નિરાબાધ શુદ્ધ દર્શન, દર્શન એક પ્રકારનો બોધ છે જે જ્ઞાનથી ભિન્ન છે. તે બન્નેના ભેદની ચર્ચા હવે પછી વિસ્તારથી ક૨વામાં આવશે. અનંત ચારિત્ર હિંસા આદિમાંથી સંપૂર્ણ વિરતિ તેમજ રાગ-દ્વેષ કે ક્રોધાદિનું સંપૂર્ણ રાહિત્ય. કુંદકુંદ કહે છે કે ચારિત્ર એ આત્માનો ધર્મ છે, સ્વભાવ છે, અને આ જે ધર્મ છે તે સામ્ય છે, અને આ જે સામ્ય છે તે મોહક્ષોભરહિત આત્માનો પરિણામ છે. આમ અનંત ચારિત્ર એ મોહનીય કર્મના ક્ષયથી પ્રગટ થતી આત્માની મોહક્ષોભ કે રાગદ્વેષ રહિતની સંપૂર્ણ સમતા છે.4 વીર્યનો અર્થ છે ઉત્સાહ, પરાક્રમ, સામર્થ્ય, અન્તરાય કર્મોનો ક્ષય થતાં અનંત સામર્થ્ય પ્રગટ થાય છે. આ આત્માના સ્વભાવભૂત હોઈ મોક્ષમાં સિદ્ધને અનન્ત વીર્ય છે એ વસ્તુ જૈન દર્શનમાં સ્થિર થયેલી છે. પરંતુ ભગવતીસૂત્રમાં એક સ્થાને ભગવાન મહાવીરે ગૌતમને જણાવ્યું છે કે વીર્ય સંસારીને હોય છે, મુક્તને હોતું નથી. ગૌતમ - જીવ સવીર્ય છે યા અવીર્ય ? ભગવાન મહાવીર - જીવ સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે. ગૌતમ - એનું કારણ શું ? મહાવીર - જીવના બે પ્રકાર છે - સંસારી અને મુક્ત. મુક્ત તો અવીર્ય છે. સંસારી જીવના બે ભેદ છે - શૈલેશીપ્રતિપન્ન અને અશૈલેશીપ્રતિપન્ન. શૈલેશીપ્રતિપન્ન જીવ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે પરંતુ કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય છે અને અશૈલેશીપ્રતિપન્ન જીવ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે પરંતુ કરણવીર્યની અપેક્ષાએ સવીર્ય પણ હોઈ શકે અને અવીર્ય પણ હોઈ શકે - જે પરાક્રમ કરે છે તે કરણવીર્યની અપેક્ષાએ સવીર્ય અને જે પરાક્રમ કરતા નથી તે કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય. આ સમગ્ર ઉદ્ધરણ