________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા – ૨૨ છે, ભોકતા છે અને સ્વાભાવિક ઊર્ધ્વગતિ કરનાર છે; તેના મુખ્ય બે ભેદ છે - મુક્ત અને સંસારી.' વાદિદેવસૂરિએ સ્થિર થયેલ જૈનમત અનુસાર પ્રાયઃ સંપૂર્ણ લક્ષણ આપ્યું છે જેને આધારે અન્ય દાર્શનિકોથી જૈનોનો આ પરત્વેનો ભેદ તદ્દન સ્પષ્ટ થઈ જાય. તેઓ જણાવે છે કે જીવ ચૈતન્યસ્વરૂપ છે, પરિણામી છે, કર્તા છે, સાક્ષાત્ ભોક્તા છે, દેહપરિમાણ છે, પ્રતિશરીર ભિન્ન છે અને પૌદ્ગલિક અદૃષ્ટવાળો છે.17
અનન્તચતુષ્ક
આત્માના સ્વરૂપની વાત કરતાં જૈનો જણાવે છે કે આત્માના સ્વભાવભૂત. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય છે - એ અનંતચતુષ્ક છે. અહીં “અનંત દર્શન” શબ્દમાં જે “દર્શન” પદ છે તેનો અર્થ બોધરૂપ દર્શન કરવાનો છે, નહિ કે શ્રદ્ધાનરૂપ દર્શન.18 કેટલાક અનંત સુખને અનંત ચારિત્રના બદલે ગણાવે છે.19 જૈનોએ ચાર જ ઘાતી કર્મો માન્યાં છે. તે છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન ગુણનો ઘાત કરે છે, દર્શનાવરણીય દર્શન ગુણનો ઘાત કરે છે, મોહનીય ચારિત્ર ગુણનો ઘાત કરે છે અને અંતરાય વીર્ય ગુણનો ઘાત કરે છે. જો સુખ પણ આત્માનો સ્વાભાવિક વિશેષગુણ હોત તો તેનો ઘાત કરનાર પાંચમું ઘાતી કર્મ જૈનોએ માન્યું હોત; પરંતુ કેવળ ચાર જ ઘાતી કર્મો માન્યાં છે. વેદનીય કર્મ સુખ-દુઃખનું વેદન કરાવનાર કર્મ છે, જેનો ક્ષય થતાં સુખ-દુઃખ વેદન સમાપ્ત થાય છે. આમ જોતાં સુખ કે સુંખવેદન આત્માના સ્વભાવભૂત ન ગણી શકાય. પરંતુ મોક્ષમાં સુખ માન્યા વિના મોક્ષ માટેની સાધના તરફ કોણ આકર્ષાય એવો પ્રશ્ન યથાર્થ જણાવાથી અને જેઓ મોક્ષમાં સુખ નથી માનતા એ દાર્શનિકોની કટુ આલોચના થતી જોઈ એમાંથી બચવાના ઈરાદે જૈનોએ પણ મોક્ષમાં સુખ માન્યું અને પરિણામે અનન્ત સુખને આત્માનો સ્વાભાવિક ગુણ માનવો પડ્યો. પરંતુ આ અનંત સુખ એ શું છે એના ઉત્તરમાં છેવટે કુંદકુંદ જેવાનેય કહેવું • પડ્યું કે તે બીજું કશું નથી પરંતુ જ્ઞાનની નિરાબાધતા અર્થાત્ આનન્ય જ છે. આમ અનંત જ્ઞાન એ જ અનંત સુખ છે એવું ફલિત થાય છે.20 બીજા શબ્દોમાં કહેવું હોય તો પૂર્ણતા એ જ સુખ છે, એથી અતિરિક્ત બીજું કંઈ નથી. મૂમા હૈ સુલમ્ । આધુનિક વિદ્વાનોમાં પણ અનન્ત સુખનું પ્રાકટ્ય ક્યા કર્માવરણના ક્ષયથી થાય છે એ પ્રશ્ન પરત્વે મતભેદ જણાય છે. સાગરમલજી મોહનીય કર્મના ક્ષયથી અનન્ત સુખનું પ્રાકટ્ય માને છે. તેઓ લખે છે - ‘વાં के इस वर्गीकरण में ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय इन चार