________________
૨૧૪ જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાન અને દર્શનના ધારકનું સ્વરૂપ
પદ વ્યુત્પત્તિમૂલક હોવા છતાં સાર્થક નથી કારણ કે તે શુદ્ધ પદ નથી. “જીવ' પદ વ્યુત્પત્તિમૂલક અને શુદ્ધ છે એટલે એનો વાચ્ય અર્થ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. એ અર્થ છે આત્મા. પ્રમેયરત્નમાલામાં આ તર્ક છે - નવજાત શિશુની સ્તનપાનની ચેષ્ટા એના પૂર્વભવના સંસ્કારોને અને તે દ્વારા પૂર્વભવને પુરવાર કરે છે. પૂર્વભવ પુરવાર થતાં આત્મા પુરવાર થાય છે.10 ષડ્દર્શનસમુચ્ચયની ૪૯મી કારિકા ઉપ૨ની ટીકા તર્કહસ્યદીપિકામાં ચાર્વાક મતનું ખંડન કરી વિસ્તારથી આત્મસિદ્ધિ કરી છે.
આત્મલક્ષણ
આત્મસ્વરૂપ
પરમાત્મા અર્થાત્ શુદ્ધ આત્માનું સૌથી પ્રાચીન વર્ણન આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનના છઠ્ઠા ઉદેશકમાં નીચે પ્રમાણે છે - સર્વ સ્વરો જ્યાંથી પાછા વળે છે, જ્યાં કોઈ તર્ક પહોંચતો નથી, મતિ વડે જે ગ્રાહ્ય નથી, જે એકલો અશરીરી ક્ષેત્રજ્ઞ છે.11 તે નથી દીર્ઘ, નથી હ્રસ્વ, નથી વૃત્તાકાર, નથી ત્રિકોણ, નથી ચતુષ્કોણ કે નથી પરિમંડલાકાર. તે નથી કૃષ્ણ, નથી નીલ, નથી લાલ, નથી પીત કે નથી શુકલ. તે નથી સુગંધ કે નથી દુર્ગંધ. તે નથી તીખો, નથી કડવો, નથી તુરો (કષાય), નથી ખાટો કે નથી ગળ્યો. તે નથી કર્કશ, નથી મૃદુ, નથી ગુરુ, નથી લધુ, નથી શીત, નથી ઉષ્ણ, નથી સ્નિગ્ધ કે નથી રુક્ષ. તે શરીરવાન નથી, તે જન્મધર્મા નથી. તે લેપયુક્ત નથી. તે નથી સ્ત્રી, નથી પુરુષ કે નથી નુપસંક. તે પરિશા છે, સંજ્ઞા છે. તેની કોઈ ઉપમા નથી. તે અરૂપી સત્તા છે. તે પદાતીત છે. તેનો બોધ કરાવનાર કોઈ પદ નથી. તે શબ્દ નથી, રૂપ નથી, ગન્ધ નથી, રસ નથી અને સ્પર્શ નથી. વળી આચારાંગ 1.3.3માં કહ્યું છે કે આત્મા છેદાતો નથી, ભેદાતો નથી, બળાતો નથી અને મરાતો નથી.12
-
આચારાંગ 1.5.5માં આત્માનું સ્વરૂપ જણાવતાં કહેવામાં આવ્યું છે કે જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે કારણ કે તે વિજાણે છે માટે તે આત્મા છે.13 પરંતુ ઉત્તરકાળે ‘‘બોધ’’ના પર્યાયરૂપ ‘“ઉપયોગ’’નો આત્માના લક્ષણમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે જ ઉમાસ્વાતિએ જીવનું લક્ષણ ‘‘૩૫યોનો લક્ષળમ્’ એવું આપ્યું છે.14 કુન્દકુન્દ પણ જીવને ઉપયોગમય (વોરનો) કહે છે. ઉત્તરાધ્યયન 28.10માં ‘‘ઝીવો સવોતવાળો” એવું જીવનું લક્ષણ આપ્યું છે. ઉત્તરાધ્યયન 28.11 આત્માના અનેક વ્યાવર્તક ધર્મો જણાવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ આત્માનું લક્ષણ - છે એમ ત્યાં કહેવામાં આવ્યું છે.' દ્રવ્યસંગ્રહ આત્માની પ્રાયઃ બધી વિશેષતાઓ જણાવે છે. તદનુસાર જીવ ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદે’પરિમાણ