________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
આવતાં મ્લાન બને છે, ઈત્યાદિ. આ દલીલને પ્રશસ્તપાદના પદાર્થધર્મસંગ્રહના આત્મપ્રકરણમાં, શરીરમાં આત્માના અસ્તિત્વને સાબિત કરતી આપવામાં આવેલી દલીલ સાથે સરખાવી શકાય. આ દલીલ નીચે પ્રમાણે છે - વેદસ્ય વૃદ્ધિક્ષતમનસંરોહળાવિનિમિત્તત્વાન્ગૃહપતિરિવ. સ્વતંત્ર આત્મતત્ત્વ માનનાર જૈનોએ ચાર્વાક મતનું ખંડન કરવું આવશ્યક હોઈ, સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં ચાર્વાક મતને રજૂ કરવામાં આવ્યો છે અને નિર્યુક્તિકારે તેનું ખંડન કર્યું છે. ચાર્વાકો ભૂતોને જ માને છે, સ્વતંત્ર આત્મતત્ત્વ માનતા નથી; પૃથ્વી વગેરે ભૂતોમાંથી એક આત્મા ઉત્પન્ન થાય છે, અને તેમનો વિનાશ (વિઘટન) થતાં આત્માનો નાશ થાય છે એવું ચાર્વાકો માને છે. આનું ખંડન કરતાં નિર્યુક્તિકાર જણાવે છે કે મહાભૂતોના પરસ્પર સંયોગથી ચૈતન્ય ગુણ ઉત્પન્ન ન થઈ શકે કારણ કે ભૂતોનો તે ગુણ નથી. ભૂતો ચૈતન્યગુણરહિત હોઈ ભૂતોની બનેલી ઈન્દ્રિયો પણ ચૈતન્યગુણરહિત જ હોય, તેઓ ચૈતન્યગુણવાળા આત્માનું સ્થાન ન લઈ શકે. માની લઈએ કે તે ઈન્દ્રિયો જ આત્મા છે તો એક શરીરમાં પાંચ આત્માઓની આપત્તિ આવે અને પ્રત્યેકનો વિષય નિયત હોઈ એક જેને ગ્રહણ કરે તેને બીજો ગ્રહણ ન કરી શકે અને પરિણામે “હું જેને સ્પર્શો તેને હું દેખું છું” એવું સંકલનાત્મક જ્ઞાન, જેમાં બે વિષયનો દ્રષ્ટા એક છે તે, અસંભવિત બની જાય. પરંતુ આવું સંકલનાત્મક જ્ઞાન તો આપણને છે જ. એટલે ઈન્દ્રિયોથી ભિન્ન એવો એક દ્રષ્ટા આત્મા જુદો છે, જે ઈન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયોનું સંકલન કરે છે. વિશેષાવશ્યકભાષ્યમાં નીચેની દલીલો છે. ‘‘હું છું’ (અહંપ્રત્યય) એવું અનુભવરૂપ જ્ઞાન આપણને છે. આ અનુભવરૂપ જ્ઞાનનો વિષય “હું” • આત્મા છે. આમ અહંપ્રત્યયરૂપ પ્રત્યક્ષથી આત્મા પુરવાર થાય છે. આત્માના અસ્તિત્વનો સંશય કરનારો કોણ છે ? આત્મા પોતે જ છે. સંશય પોતે જ આત્માની સિદ્ધિ કરે છે. સંશયી વિના સંશય સંભવે જ નહી.” જ્ઞાન એ ગુણ છે. તે ગુણના આશ્રયરૂપ કોઈક હોવું જ જોઈએ. આત્મા સિવાય બીજા કોઇ દ્રવ્યનો જ્ઞાન ગુણ ઘટતો નથી. માટે સ્વતંત્ર આત્મ દ્રવ્ય માનવું જોઈએ. જ્ઞાનનો અનુભવ થાય છે એટલે તેના આશ્રયભૂત આત્મદ્રવ્યના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ.8 ‘‘આત્મા’’ યા ‘‘જીવ’’ શબ્દ સાર્થક છે, કારણ કે તે વ્યુત્પત્તિમૂલક છે અને શુદ્ધ પદ છે. જે પદ વ્યુત્પત્તિમૂલક અને શુદ્ધ હોય તેનો કોઈ વિષય અવશ્ય હોય છે, જેમ કે ‘ઘટ’” શબ્દનો વિષય એક વિશિષ્ટ સ્વરૂપવાળો પદાર્થ છે. જે પદ સાર્થક નથી હોતું તેની વ્યુત્પત્તિ નથી થતી અને તે શુદ્ધ નથી હોતું. ‘‘ઠિત્થ’’ પદ શુદ્ધ હોવા છતાં વ્યુત્પત્તિમૂલક નથી,તેથી તે સાર્થક નથી. “આકાશકુસુમ’”
::
૨૦