________________
૧૭૭ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા તેનામાં છે એવું તે જાણે તો તેણે આગળ પરીક્ષા કરવી જોઈએ કે તે કુશળધર્મી લાંબા વખતથી છે કે થોડા જ વખતથી છે. જો તે જાણે કે તે કુશળધર્મી લાંબા વખતથી છે, તો તેણે હજુ આગળ તપાસ કરવી જોઈએ કે ખ્યાતિપ્રાપ્ત તે દોષરહિત છે કે નહીં, કારણ કે જે ખ્યાતિપ્રાપ્ત હોય છે તેનામાં દોષ પ્રવેશે છે. જો તેને ખાતરી થાય કે તે ખ્યાતિપ્રાપ્ત હોવા છતાં નિર્દોષ છે તો પછી તથાગત પાસે શ્રાવકે ધર્મશ્રવણ કરવા જવું જોઈએ.”62 આમ ગુરુની પરીક્ષા પછી ગુરુમાં શ્રદ્ધા થાય છે અને પરિણામે તેની પાસે ધર્મશ્રવણ માટે જવાનું થાય છે.
શ્રદ્ધાનો અર્થ પ્રેમ - ગુરુ પ્રત્યેનો પ્રેમ - પણ કરવામાં આવ્યો છે.53 પરંતુ આને નિકાયોમાં ઇષ્ટ ગણવામાં આવેલ નથી. તે રાગ છે. મઝિમનિકાયમાં સ્પષ્ટપણે બુદ્ધે કહ્યું છે કે “જેમને મારામાં પ્રેમમાત્રરૂપ શ્રદ્ધા છે તે બધા સ્વર્ગપરાયણ છે.”64 આ પ્રેમરૂપ શ્રદ્ધાની દશા એવી છે કે જેમાંથી ભ્રષ્ટ થવાય છે. આ પ્રેમરૂપ શ્રદ્ધા કલેશ છે જે બીજા દોષોને જન્મ આપે છે. પ્રેમમાંથી જ જન્મે છે. જે વ્યક્તિ પ્રતિ રાગ હોય તે વ્યક્તિને વિશે કોઈ હીણું બોલે તો આપણને દ્વેષ, ક્રોધ આદિ દોષો જન્મે છે. 66 આ પ્રેમમાત્રરૂપ શ્રદ્ધા નિર્વાણમાં વિધ્વરૂપ
અભિધર્મકોશ 2.32 માં કહ્યું છે કે પ્રેમ શ્રદ્ધા છે. તે ઉપરના ભાગ્યમાં કહ્યું છે કે બધા પ્રકારના પ્રેમ શ્રદ્ધા નથી. પ્રેમના મૂળભૂત બે ભેદ છે – ક્લિષ્ટ પ્રેમ અને અશ્લિષ્ટ પ્રેમ. ક્લિષ્ટ પ્રેમ તૃષ્ણા છે. જે પ્રેમ પુત્ર, પત્ની પ્રત્યે હોય છે તે ક્લિષ્ટ પ્રેમ છે. અક્લિષ્ટ પ્રેમ શ્રદ્ધા છે. જે પ્રેમ શાસ્ત્ર, ગુરુ, ગુણી પ્રત્યે હોય છે તે અક્લિષ્ટ પ્રેમ છે, અને આ અક્લિષ્ટ પ્રેમ શ્રદ્ધા છે, ક્લિષ્ટ પ્રેમ શ્રદ્ધા નથી જ. છેવટે ઉપસંહારમાં ભાષ્યકાર કહે છે કે શ્રદ્ધા એ ગુણસંભાવના (ગુણાદર) છે. પ્રિયતા (પ્રેમ) ગુણસંભાવનાપૂર્વિકા હોય છે. તેથી ખરેખર તે પ્રેમ ( અક્લિષ્ટ પ્રેમ) શ્રદ્ધા નથી પરંતુ શ્રદ્ધાનું ફળ છે.67
મઝિમનિકાયના ચિંકિસુત્તમાં કહ્યું છે કે “ગુરુપરીક્ષા પછી ગુરુમાં શ્રદ્ધા જાગવાને પરિણામે તે ગુરુ પાસે જાય છે, ગુરુ પાસે જઈ તેમની ઉપાસનાસેવા કરે છે, ઉપાસના કર્યા પછી ગુરુનો ધર્મોપદેશ સાંભળવા તત્પર થાય છે, પછી તે ગુનો ધર્મોપદેશ સાંભળે છે.”68 હવે તેની શ્રદ્ધાનો વિષય ઉપદિષ્ટ ધર્મ છે, કર્મલ છે, ચતુરાર્ધસત્ય છે, ત્રિરત્ન છે, પ્રતીત્યસમુત્પાદ છે. આ શ્રદ્ધાને વિશે ચંકિસુત્તમાં જ કહ્યું છે કે, “પુરુષ કહે છે કે આ મારી શ્રદ્ધા છે, આમ કહીને તે સત્યની અનુરક્ષા કરે છે. પરંતુ અહીં એકાંતથી શ્રદ્ધા નથી કરતો કે આ જ સત્ય છે અને બીજું બધું અસત્ય છે."70 જ્યાં સુધી તે ઉપદિષ્ટ