________________
- બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા ૧૭૬ અહીં પ્રતિષેધ છે, પરંતુ દર્શન (શ્રદ્ધા), શ્રવણ, મનન અને વિજ્ઞાન એ સત્યપ્રાપ્તિના ઉપાયોનો પ્રતિષેધ અહીં અભિપ્રેત જણાતો નથી. સુત્તનિપાતમાં કહ્યું છે કે “ दिट्ठिया न सुतिया न आणेन... ति भगवा विसुद्धिं आह, अदिट्ठिया अस्सुतिया
ગા.... નેપ તેન'55 (ન તો દર્શન વડે, ન તો શ્રવણ વડે કે ન તો જ્ઞાન વડે વિશુદ્ધિ થાય છે, એમ ભગવાને કહ્યું છે, ન તો અદર્શનથી, ન તો અશ્રવણથી કે ન તો અજ્ઞાનથી વિશુદ્ધિ થાય છે, એમ ભગવાને કહ્યું છે.) આનો અર્થ એટલો જ છે કે દર્શન, શ્રવણ, જ્ઞાન એ ઉપાયો નિર્વાણ યા સત્યપ્રાપ્તિ માટે જરૂરી હોવા છતાં પૂરતા નથી. અહીં પણ “દિäિ' નો અર્થ શ્રદ્ધા જણાય છે. આમ આ બે સ્થાનોએ “દષ્ટિ” (દર્શન) શબ્દ શ્રદ્ધાના અર્થમાં પ્રયોજાયેલો સમજાય છે અને ઉપનિષદોના દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાન એ સત્યપ્રાપ્તિના ક્રમિક ઉપાયોનો સ્વીકાર પણ સૂચવાતો લાગે છે.
શ્રદ્ધા ચિપ્રસાદ છે. પ્રસાદનો અર્થ અનાસવત્વ છે, વિશુદ્ધિ છે.? તે ચિત્તના કાલુષ્યને દૂર કરે છે. જેમ મલોથી કલુષિત જળ ઉદકપ્રસાદક મણિના યોગથી નિર્મળ થાય છે તેમ કલેશ-ઉપલકેશોથી કલુષિત ચિત્ત શ્રદ્ધાના યોગથી નિર્મળ થાય છે. અર્થાત્ શ્રદ્ધા આંતરિક વિશુદ્ધિ છે. આ વિશુદ્ધિને પરિણામે ગુણ અને ગુણી પ્રત્યે સંભાવના (આદર) જન્મે છે. આ શ્રદ્ધાના ત્રણ લિંગો
છે - આર્યદર્શનકામતી, સદ્ધર્મશ્રદુકામતા અને વિગતમાત્સર્યથી અગારમાં અધિવાસ - કરવાની કામતા. આ શ્રદ્ધાને આપણે મુખ્યપણે શ્રવણપૂર્વેની શ્રદ્ધા ગણી શકીએ.
આ શ્રદ્ધાને પરિણામે કોઈ સંતને ગુરુ બનાવવાની ઇચ્છા થાય છે. પરંતુ તેને ગુરુ બનાવતાં પહેલાં અને તેની પાસે જતાં પહેલાં તે તેની પરીક્ષા કરે છે.
બુદ્ધે પોતે કહ્યું છે કે ગુપરીક્ષા કરવી જોઈએ. મઝિમનિકાયના ચંકિસુત્તમાં બુદ્ધ ભારદ્વાજને જણાવે છે કે ગુરુ લોભી, દ્વેષી કે મોહાવિષ્ટ છે કે નહીં તેની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષા કર્યા પછી સાધક જાણે કે ગુરુ લોભી, દ્વેષી, કે મોહાવિષ્ટ નથી ત્યારે જ તેણે તેમનામાં શ્રદ્ધા કરવી જોઈએ.61 આ જ નિકાયના વિમસક સુત્તમાં કહ્યું છે કે તથાગત સમ્યફસંબુદ્ધ છે કે નહીં તેની પરીક્ષા કરવી જોઈએ. જે બાબતો ચક્ષુથી જોઈ અને શ્રોત્રથી સાંભળી - જાણી શકાતી હોય તેવી તેના વિશેની બાબતોને જાણી - પરીક્ષવી જોઈએ. અર્થાતુ પોતે પ્રત્યક્ષ નિરીક્ષણથી તેમજ બીજાની પાસેથી માહિતી મેળવી તથાગતમાં ઈષ્ટ ગુણો છે
કે નહીં તેની ખાતરી કરી લેવી જોઈએ. બુદ્ધ ભિક્ષુઓને ઉદેશીને કહે છે, “વિમર્શક " ભિક્ષુએ તથાગતના વિષયમાં ચક્ષુ – શ્રોત્રથી જાણી શકાય એવી બાબતોની પરીક્ષા કરવી જોઈએ. જો ચક્ષુ - શ્રોત્રગ્રાહ્ય પાપધર્મો તેનામાં નથી અને પુણ્ય ધર્મો