________________
બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા ॥ ૧૭૮ સિદ્ધાન્તોની કે ધર્મની પરીક્ષા કરતો નથી ત્યાં સુધી તેની શ્રદ્ધા આ ભૂમિકાની હોય છે. આને આપણે શ્રવણ પછીની પણ મનન (પરીક્ષા) પૂર્વેની શ્રદ્ધા કહી શકીએ.
·
મઝમનિકાયના ચૂંકિસુત્તમાં જ આગળ કહ્યું છે કે - ધર્મ સાંભળ્યા પછી, તેને મનમાં ધારણ કરે છે, પછી મનમાં ધારેલા ધર્મની - સિદ્ધાન્તની પરીક્ષા કરે છે.’’71 આના કારણે શ્રદ્ધા આકારવતી બને છે. પાલિ ટેકસ્ટ સોસાયટીની પાલિ-ઇંગ્લિશ ડિકશનેરીમાં ‘‘આકાર’’ શબ્દનો અર્થ ‘reason, ground, account' આપ્યો છે. “વે... આારા અન્વયા યેનાવમ્મા વં વવેત્તિ - સમ્માલમ્બુદ્ધો મળવા''72 મિજ્ઞનિકાયનું આ વાક્ય સ્પષ્ટપણે દર્શાવે છે કે “આકારનો’ અર્થ હેતુ છે. આકારવતી શ્રદ્ધાનો અર્થ છે ‘સમર્થક હેતુઓને આધારે ધર્મ યા સિદ્ધાન્તમાં થતી શ્રદ્ધા.' મજ્ઞિમનિકાયના વિમંસકસુત્તમાં આ શ્રદ્ધા વિશે આમ કહ્યું છે – “ભિક્ષુઓ ! જે કોઈ પુરુષને આ આકારોથી શ્રદ્ધા થાય તેની શ્રદ્ધા મૂલબદ્ધ હોઈ પ્રતિષ્ઠિત હોય છે, આ આકારવતી શ્રદ્ધા છે, તે દર્શનમૂલિકા છે, તે દૃઢ છે.’’73 અહીં મૂલનો અર્થ સમર્થક હેતુઓ અને પ્રત્યક્ષ અનુભવ (દર્શન) સમજવો જોઈએ. ઉપદિષ્ટ ધર્મ કે સિદ્ધાન્તના ઉપર મનન કરવાને પરિણામે જો મનન સામે તે ટકી શકે છે તો તેનામાં શ્રદ્ધા તર્ક(મનન)થી પ્રતિષ્ઠિત બને છે, દૃઢ બને છે. આ શ્રદ્ધા મનન પછીની શ્રદ્ધા છે. આ આકારવતી શ્રદ્ધાને અવેચ્ચખસાદરૂપ ગણવી જોઈએ. નિકાયોમાં બુદ્ધ, ધર્મ અને સંઘમાં અવેચ્ચપ્રસાદનો ઉલ્લેખ છે.74 સુત્તનિપાત 229 માં આવતા ‘‘અવેચ્ચુ પસતિ” નો અર્થ ટીકાકાર -‘‘પઝ્ઝાય પજ્ઞો હેત્વ'' કરે છે, અર્થાત્ “પોતાની પ્રજ્ઞાથી – બુદ્ધિથી – બરાબર ગ્રહણ કરીને.' અહીં શંકાઓ તર્કથી (મનનથી) દૂર થવાથી ધર્મ કે સિદ્ધાન્ત વિશેની શ્રદ્ધામાં જે નિર્મળતા યા વિશદતા આવે છે તે જ અવેચ્ચપ્પસાદથી અભિપ્રેત જણાય છે. વિચિકિત્સા શ્રદ્ધામાં વિઘ્નરૂપ છે, જો તેને મનન, અભ્યાસ અને સમીક્ષાથી દૂર કરવામાં ન આવે તો. પરંતુ એનો અર્થ એ નથી કે વિચિકિત્સા થવી જ ન જોઈએ, કારણ કે વિના વિચિકિત્સા પરીક્ષા સંભવે નહીં. વિચિકિત્સાને અંધશ્રદ્ધાથી નહીં પણ આકારવતી શ્રદ્ધાથી દૂર કરવાની છે. આકારવતી શ્રદ્ધાના સંદર્ભમાં તત્ત્વસંગ્રહનો પેલો શ્લોક(3588) યાદ આવે છે
" तापाच्छेदाच्च निकषात् सुवर्णमिव पण्डितैः ।
परीक्ष्य भिक्षवो ग्राह्यं मद्वचो न तु गौरवात् ॥
મઝિમનિકાયના ચૂંકિસુત્તમાં વળી આગળ કહ્યું છે કે – “ધર્મના અર્થની પરીક્ષા પછી ધર્મ ધ્યાન કરવાને લાયક બને છે, ધર્મ ધ્યાન કરવાને લાયક બનવાથી
!