________________
૧૭૩ . જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા જાણે છે. કહેવામાં આવ્યું છે કે સાધક પોતાના ચિત્ત વડે બીજાનાં ચિત્તને નીચે પ્રમાણે જાણે છે : તે જાણે છે કે તે સરાગ છે કે વિરાગ છે, દ્વેષપૂર્ણ છે કે દ્વેષરહિત છે, મોહયુક્ત છે કે મોહરહિત છે, સમાહિત છે કે વિક્ષિપ્ત છે, ઉદાત્ત છે કે અનુદાત્ત છે, નિરાકુળ કે વ્યાકુળ છે, મુક્ત છે કે અવિમુક્ત છે. આ જ્ઞાનને પોતાનું મુખ આદર્શમાં કે ઉદકપાત્રમાં જોઈ મુખ પર કણ છે કે નહીં . તે જાણનારના જ્ઞાન સાથે સરખાવ્યું છે. આ વર્ણન સૂચવે છે કે પરચિત્તની કેવળ સામાન્ય દશા ચેતાપર્યજ્ઞાનથી જણાય છે. પરંતુ આગળ ઉપર આ જ નિકાયગ્રંથમાં જણાવ્યું છે કે “પરચિત્તની દશાને તેમ જ પરચિત્તના વિતર્કો અને વિચારોને પણ તે જાણી શકે છે.”39 મિઝિમનિકાયમાં બુદ્ધ આ જ્ઞાનથી એક બ્રાહ્મણ વિદ્યાર્થીના ચિત્તમાં રહેલા અમુક વિશેષ વિતર્ક(પરિવિતર્ક)ને જાણવાનો દાવો કરે છે. અંગુત્તરનિકામાં કહેવામાં આવ્યું છે કે સાધક બીજાના ચિત્તને સામાન્ય (normal) અને અતિસામાન્ય (paranormal) અર્થમાં નીચેની ચારમાંથી કોઈપણ એક રીતે જાણી શકે : (૧) બાહ્ય નિમિત્તો(signs)નું નિરીક્ષણ કરીને (૨) બીજાની કે માધ્યમરૂપ સ્ત્રોતની પાસેથી માહિતી પ્રાપ્ત કરીને, (૩) બીજાનું ચિત્ત વિતર્ક અને વિચાર કરતું હોય ત્યારે તે વિતર્ક-વિચારોના તરંગોના શબ્દને સાંભળીને અને (૪) જેણે અવિતર્ક અવિચાર સમાધિની દશા પ્રાપ્ત કરી છે તે પોતાના ચિત્તથી બીજાના ચિત્તને જાણીને તેમજ પરચિત્તમાં સંસ્કારો કેવા રહેલા છે તેનું નિરીક્ષણ કરીને. અહીં આપણે જોઈ શકીએ છીએ કે (૩) અને (૪) પરોક્ષ પરચિત્તજ્ઞાન અને પ્રત્યક્ષ પરચિત્તજ્ઞાનને રજૂ કરે છે. પરોક્ષ પરચિત્તજ્ઞાનમાં પરચિત્તના વિચારતરંગોને ગ્રહણ કરી તેનું અર્થઘટન કરવામાં - ઉકેલવામાં આવે છે. આ સામાન્ય normal ચેતનાના સ્તરે બને છે. એથી ઊલટું પ્રત્યક્ષ પરચિત્તજ્ઞાન તે, અવિતર્ક અવિચાર સમાધિની દશામાં અતિસામાન્ય paranormal ચેતનાના સ્તરે બને છે. (૪) પૂર્વેનિવાસાનુસ્મૃતિજ્ઞાન
આ પોતાના પૂર્વભવોનું જ્ઞાન છે. એને જૈનો અને હિંદુઓ જાતિસ્મરણ કહે છે. કહેવામાં આવ્યું છે કે ચોથા ધ્યાનની પ્રાપ્તિ પછી સાધક પોતાના અનેક ભવોનું સ્મરણ કરી શકે છે.... “એક ભવ, બે ભવથી માંડી ઘણા સર્ગો અને પ્રલયોમાં થયેલા ભવોનું સ્મરણ કરી શકે છે. અમુક સ્થાને, અમુક નામ ધરાવતો, અમુક મોભાવાળો, આવાં ભોજનો કરતો, આવા આવા અનુભવોવાળો, આટલા લાંબા આયુષ્યવાળો હું હતો. ત્યાંથી મરીને હું આવા સ્થાને જન્મ્યો. ત્યાં પણ મારું આવું નામ હતું. ત્યાંથી મરી હું અહીં જન્મ્યો.” - આમ તે પોતાના