________________
બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા અનેક પૂર્વભવો તેમની વિગતો સાથે યાદ. કરી જણાવે છે.42 (૫) દિવ્યચક્ષુ
આને ચ્યુત્યુત્પાદજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ્ઞાન પ્રાણીઓના જન્મ અને મરણનું જ્ઞાન કરાવે છે અને કર્મની સમજણ આપે છે. ‘‘વિશુદ્ધ અતિક્રાન્તમાનુષ્ય દિવ્યચક્ષુથી તે સત્ત્વોને મરતા અને સ્વકર્માનુસાર ઉચ્ચ કે નીચ, રૂપાળા કે કુરૂપ, સચ્ચરિત કે દુષ્ટ ઉત્પન્ન થતા દેખે છે.'’43 એનાથી જ સમકાલીન ઘટનાઓ કે જે આપણી ચર્મચક્ષુની મર્યાદા બહાર છે તેમને દેખે છે. આમ બુદ્ધ દાવો કરે છે કે તેમણે ઇસિપત્તનના મૃગદાવ ઉદ્યાનમાં રહેતા પાંચ ભિક્ષુઓના સમૂહને દિવ્યચક્ષુથી દેખ્યા હતા કે સારિપુત્ત અને મોગલ્લાન પ્રમુખ ભિક્ષુઓને ભિક્ષા દેતી વેળુકંડકી નન્દમાતાને દેખી હતી. દિવ્યચક્ષુ પ્રાપ્ત શિષ્યોમાં મુખ્ય અનુરુદ્ધે હજારો વિશ્વોને દેખ્યા હતા. આ જ્ઞાન જૈનોના અવધિજ્ઞાન સમાન છે.
૧૭૪
(૬) આસવયગાણ
આ જ્ઞાનથી ચાર આર્ય સત્યોનો યથાભૂત સાક્ષાત્કાર થાય છે તેમજ આસવો(આસવો)ની ઉત્પત્તિ અને ક્ષયનો પણ સાક્ષાત્કાર થાય છે. તે જાણે છે કે “આ દુઃખ છે”, “આ દુઃખનું કારણ છે”, “આ દુઃખનો નિરોધ છે’' અને આ દુ:ખનિરોધનો માર્ગ છે”, “આ આસવો છે”, “આ આસવોનું કારણ છે”, “આ આસવનો નિરોધ છે” “આ આસવનિરોધનો માર્ગ છે.'' સર્વજ્ઞત્વ
મઝિમનિકાયના કણૂત્થલકસુત્તમાં બુદ્ધનાં બે વિધાનો છે : (૧) ‘‘એવો કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી જે યુગપદ્ સર્વને જાણતો હોય, દેખતો હોય; એ અસંભવ છે.”44 (૨) “મહારાજ એવું કહે છે કે શ્રમણ ગૌતમે એવું કહ્યું છે કે ‘એવો કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી જે સર્વજ્ઞ સર્વદર્શી બનશે, નિઃશેષ જ્ઞાનદર્શનને જાણશે, એ અસંભવ છે,' તે મારા વિશે સાચું નથી કહેતો, તે મને ખોટું બોલી લાંછન લગાડે છે.’45
આ બે વિધાનો ઉપ૨થી એ સ્પષ્ટ છે કે બધાંને યુગપદ્ જાણવારૂપ સર્વજ્ઞત્વનો બુદ્ધ પ્રતિષેધ કરે છે, પરંતુ બીજા કોઈ અર્થમાં સર્વજ્ઞત્વનો તે સ્વીકાર કરે છે. તેમણે પોતે અહીં સ્પષ્ટપણે જણાવ્યું નથી કે ક્યા અર્થમાં સર્વજ્ઞત્વનો તે સ્વીકાર કરે છે. પરંતુ આ બે વિધાનો ઉપરથી તે અર્થનું અનુમાન કરવું અઘરું નથી. જો બધાને જાણી શકાતા હોય પણ યુગપત્ બધાને ન જાણી શકાતા હોય તો બે વિકલ્પો આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે : (૧) બધાને ક્રમથી જાણવા