________________
બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા ૧૨ છે. તેના ભાષ્યમાં ‘“વિવ્યવશુરભિજ્ઞા જ્ઞાનવર્શનાય સમાધિમાવના’' એવી તેની સમજૂતી આપી છે. યશોમિત્રની સ્ફુટાર્થા વ્યાખ્યા તેની વિશેષ સમજૂતી આપતાં કહે छे े ज्ञानदर्शनायेति । ज्ञानाय दर्शनाय चेति समासः । तत्र ज्ञानं मनोविज्ञानसम्प्रयुक्ता प्रज्ञा ।“ अमी भवन्तः सत्त्वाः कायदुश्चरितेन समन्वागताः" इत्येवमादि विकल्पात् । दर्शनं चक्षुर्विज्ञानसम्प्रयुक्ता प्रज्ञा अविकल्पिता ।
**
અહીં સંદર્ભ દિવ્યચક્ષુનો હોઈ ચક્ષુથી દિવ્યચક્ષુ અભિપ્રેત છે. આમ ભાવના યા સમાધિના ફળરૂપે જે સવિકલ્પક પ્રજ્ઞા અને નિર્વિકલ્પક પ્રજ્ઞા જન્મે છે તે જ ક્રમથી યૌગિક જ્ઞાન અને દર્શન છે.
છ યોગજ જ્ઞાનો (અભિજ્ઞા)
ધ્યાનજન્ય જે છ અભિજ્ઞાઓનો નિર્દેશ આપણે કર્યો તેમનો પરિચય કરી
લઈએ.
(૧) ઇદ્ધિવિધ
આ ખરેખર જ્ઞાનની ઋદ્ધિ નથી, પરંતુ કર્મની કે ઇચ્છાશક્તિ (power of will)ની ઋદ્ધિ છે. ધ્યાનને પરિણામે યોગી દશ ઋદ્ધિઓ પ્રાપ્ત કરે છે, જેમ કે અધિષ્ઠાન, વિકુર્વણ, મનોમય, જ્ઞાનવિસ્ફાર, સમાધિવિસ્ફાર, આર્ય, કર્મવિષાકજ, પુણ્યવાન, વિદ્યામય અને તે-તે કામમાં સિદ્ધ હોવારૂપ ઋદ્ધિ.32 આ દશનો સમાવેશ ઈદ્ધિવિધમાં થાય છે. જયતિલક ઇદ્ધિવિધનો અર્થ Psychokinesis કરે છે.33 (૨) દિવ્યશ્રોત્રધાતુ
આ અતીન્દ્રિય શ્રાવણ પ્રત્યક્ષ છે. એનાથી સાધક દિવ્ય અને માનુષી, દૂરનો અને નજીકનો શબ્દ સાંભળે છે.34 આનો ફલિતાર્થ એ છે કે તે આ શક્તિથી દૂરના શબ્દોને પણ શ્રવણ માટેના ભૌતિક માધ્યમ વિના સાંભળી શકે છે, એટલું જ નહીં પણ દિવ્ય શબ્દોનો વિવેક કરી શકે છે. બુદ્ધની બાબતમાં એમ ક્હેવાયું છે કે આ દિવ્યશ્રોત્રધાતુની સહાયથી બુદ્ધે દૂરથી ભારદ્વાજ બ્રાહ્મણનો માન્તિય પરિવ્રાજક સાથેનો સંવાદ સાંભળ્યો હતો.” સુનક્ષત્ત ઓદુદ્ધ આગળ કબુલે છે કે બુદ્ધના અનુશાસનમાં ત્રણ વર્ષ સાધના કર્યા પછી તેને ધ્યાનમાં દિવ્ય આકારોને જોવાની શક્તિ પ્રાપ્ત થઈ હતી, જો કે તે તેમના શબ્દો સાંભળી શકતો ન હતો.36
(૩) ચેતોપર્યજ્ઞાન
આ જૈનોના મન:પર્યાયજ્ઞાન અને યોગદર્શનના પચિત્તજ્ઞાન સાથે બંધ બેસે છે. પ્રાચીન વર્ણનો મુજબ તેના દ્વારા સાધક પરિચિત્તની સામાન્ય દશાને