________________
૧૫છા જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા વાર્તિકકાર પણ સ્મૃતિનો અર્થ ધારણા કરે છે અને “સમાથી તેથી તેમને પણ ચરમ યોગાંગ સમાધિ અભિપ્રેત છે. વાર્તિકકાર આગળ જણાવે છે કે શ્રદ્ધામૂલક અંતરંગ ત્રય (ધારણા, ધ્યાન અને સમાધિ)થી સંપ્રજ્ઞાત યોગ જન્મતાં પ્રજ્ઞારૂપ અર્થાત્ જીવબ્રહ્માન્યતરાત્મતત્ત્વસાક્ષાત્કારરૂપ વિવેક ઉત્પન્ન થાય છે, જે વિવેકથી વિદ્વાન વસ્તુને યથાર્થ જાણે છે. પ્રજ્ઞાના અભ્યાસથી પ્રજ્ઞા સિદ્ધ થાય છે અને તે સિદ્ધ થવાથી પ્રજ્ઞાવિષયક અલબુદ્ધિ નામનાવિરામપ્રત્યયરૂપવૈરાગ્યથી અસંપ્રજ્ઞાત યોગ થાય છે.
- આમ શ્રદ્ધા એ સમગ્ર યોગસાધનાની ભૂમિ છે. શ્રદ્ધા પાયો છે. તેમાંથી જ ક્રમે (યમાદિસહિત) ધારણા, ધ્યાન, સમાધિ એ આઠ અંગો સિદ્ધ થાય છે: અને જેને આ આઠ અંગો સિદ્ધ થાય છે તેને વિવેકજ્ઞાન થાય છે. વિવેકજ્ઞાન સિદ્ધ થતાં વિવેકાન પ્રતિ પણ વૈરાગ્ય થાય છે. આ પરમ વૈરાગ્યને પરિણામે અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે જે કૈવલ્યનું કારણ છે. આમ, કૈવલ્ય સુધીની પરંપરાનું મૂળ શ્રદ્ધામાં છે. શ્રદ્ધા વિના આ પરંપરા ઉભવતી નથી. આ શ્રદ્ધાનું કેટલું બધું મહત્ત્વ છે એ દર્શાવે છે.
- આચાર્યના ઉપદેશથી પુરુષનું પરોક્ષ જ્ઞાન થાય છે. શ્રોતાને પુરુષના અસ્તિત્વમાં વિશ્વાસ જાગે છે અને તે પુરુષનો સાક્ષાત્કાર કરવાની ઉત્કટ ઇચ્છા એ જ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા કલ્યાણી માતાની જેમ અનેક વિદ્ગોને દૂર કરી અનર્થોથી યોગીનું રક્ષણ કરે છે. તેથી તેના યોગનો ભંગ થતો નથી. આવી શ્રદ્ધાવાળા યોગીમાં ઇચ્છેલા વિષયની પ્રાપ્તિ માટે તે વિષયમાં ચિત્તને પુનઃ પુનઃસ્થાપન કરવારૂપ ધારણા નામનો પ્રયત્ન ઊપજે છે. સ્મૃતિનો અર્થ છે ધ્યાન, ધારણાનો અભ્યાસ કરનાર યોગીને ધ્યાનાવસ્થાની પ્રાપ્તિ થાય છે. ધ્યાનનો અભ્યાસ કરવાથી યોગીનું ચિત્ત સર્વપ્રકારની વ્યાકુળતાથી રહિત બની છેલ્લા યોગાંગરૂપ સમાધિને પામે છે. પછી આ બધા યોગાંગોમાં સારી રીતે કુશળ બનેલાયોગીને સંપ્રજ્ઞાતયોગની પરાકાષ્ઠારૂપ વિવેકખ્યાતિ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ વિવેકખ્યાતિના અભ્યાસથી તથા તે વિવેકખ્યાતિ પ્રત્યેના વૈરાગ્યથી તે યોગીને અસંમજ્ઞાત યોગની પ્રાપ્તિ થાય છે. આમ શ્રદ્ધાની સિદ્ધિ થવાથી વીર્યનો ઉદય, વીર્યની સિદ્ધિ થવાથી સ્મૃતિનો ઉદય, સ્મૃતિની સિદ્ધિ થવાથી સમાધિનો ઉદય અને સમાધિની સિદ્ધિ થવાથી પ્રજ્ઞાવિવેકનો ઉદય થાય છે. અભ્યાસથી પ્રજ્ઞાવિવેક પ્રબળ બનતાં અવિદ્યાને દૂર કરે છે. પ્રજ્ઞાવિવેકનો વિશેષ અભ્યાસ કરવાથી તેના પ્રત્યે પણ વૈરાગ્યે જન્મે છે. આને પરવૈરાગ્ય કહે છે, પરવૈરાગ્યથી અસંપ્રજ્ઞાત યોગ જન્મે છે, આ અસંમજ્ઞાત યોગ કૈવલ્યનું કારણ છે. આમ શ્રદ્ધા એ સમગ્ર યોગનું પ્રભવસ્થાન