________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન – ૧૫૬ જે શ્રદ્ધા કરતો હોય તે તત્ત્વપક્ષપાત કરતો હોય અને જે તત્ત્વપક્ષપાત કરતો હોય તે વિવેકાર્થી હોય, તત્ત્વસાક્ષાત્કારનો અભિલાષી હોય, આ કારણે શ્રદ્ધાળુને વિવેકાર્થી ગણ્યો છે. શ્રદ્ધાવાન, વિવેકાર્થી તત્ત્વસાક્ષાત્કાર માટે, વિવેકજ્ઞાન માટે પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ધારણારૂપ છે એ યોગવાર્તિકથી સ્પષ્ટ થાય છે. ભિક્ષુ યોગવાર્તિકમાં લખે છે કે શ્રધાનસ્ય વિવેકે નીવેરવરાન્યતરપુરુષતત્ત્વજ્ઞાને યોગસાધનેઽથિતયા પ્રયત્ન: ધારળાસ્ત્રો મવતીત્યર્થ:। ભિક્ષુ વિવેકનો અર્થ જીવેશ્વરાન્યતરપુરુષતત્ત્વજ્ઞાન એવો કરે છે અને એ તત્ત્વજ્ઞાનને તે યોગનું- અસંપ્રજ્ઞાત યોગનું- સાધન ગણે છે. વીર્યથી તેઓ ધારણા નામનું યોગાંગ સમજે છે. એમના કહેવાનો આશય એ છે કે શ્રદ્ધાળુ જીવેશ્વરાન્યતરપુરુષતત્ત્વજ્ઞાનરૂપ યોગસાધનાનો અભિલાષી હોઈ તે તત્ત્વજ્ઞાનના (તત્ત્વસાક્ષાત્કારના) માટે ધારણારૂપ પ્રયત્ન કરે છે. ભિક્ષુની સમજૂતી અનુસાર અહીં શ્રદ્ધાથી શ્રવણ પછીની શ્રદ્ધા સમજવી જોઈએ. ગુરૂપદેશ કે શાસ્ત્ર દ્વારા જીવેશ્વરાન્યતરપુરુષતત્ત્વનું શ્રુતજ્ઞાન (શાબ્દજ્ઞાન) સાધકને થાય છે, પછી સાધકને જીવેશ્વરાન્યતરપુરુષતત્ત્વમાં વિશ્વાસ (શ્રદ્ધા) જાગે છે અને તે તત્ત્વનો સાક્ષાત્કાર કરવાનો તે અભિલાષ (શ્રદ્ધા) કરે છે, એ અભિલાષ તેને સાક્ષાત્કાર માટે તે તત્ત્વ ઉપર ધારણા કરવા પ્રવૃત્ત કરે છે. વ્યાસજી પણ અહીં શ્રદ્ધાથી શ્રવણ પછીની શ્રદ્ધાને જ નિર્દેશે છે.
વળી, આગળ વ્યાસજી લખે છે કે “સમુપનાતવીર્યસ્ય સ્મૃતિપતિતે, स्मृत्युपस्थाने च चित्तमनाकूलं समाधीयते, समाहितचित्तस्य प्रज्ञाविवेक उपावर्तते येन यथावद्वस्तु जानाति, तदभ्यासात् तद्विषयाच्च वैराग्यादसम्प्रज्ञात: સમાધિર્મવતિ । અર્થાત્ શ્રદ્ધાથી વીર્ય જન્મે છે એ અગાઉ કહ્યા પછી હવે કહે છે કે વીર્ય જન્મતાં સ્મૃતિ થાય છે, સ્મૃતિ થતાં ચિત્ત અનાકૂળ બની સમાધિ પામે છે, સમાધિ પામેલું ચિત્ત પ્રજ્ઞાના વિવેકને લાભે છે જેનાથી વસ્તુનું અર્થાત્ તત્ત્વનું યથાર્થ જ્ઞાન થાય છે, તે પ્રજ્ઞાવિવેકના અભ્યાસથી પ્રજ્ઞાવિવેક સિદ્ધ થાય છે, છેવટે તે સિદ્ધ પ્રશાવિવેકના વૈરાગ્યથી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે. તત્ત્વવૈશારદીકારને મતે સ્મૃતિનો અર્થ અહીં યોગાંગ ધ્યાન છે, વિત્ત સમાધીયતે'' નો અર્થ ‘વિત્ત યોાાસમાધિયુક્ત મવતિ'' - છે; વૈશારદીકાર આગળ જણાવે છે કે યોગાંગ સમાધિ યમનિયમાદિ વિના થતી નથી એટલે સમાધિથી તેમનું પણ સૂચન થાય છે. આમ અખિલ યોગાંગસંપન્નને સંપ્રજ્ઞાતયોગ થાય છે, એટલે જ ભાષ્યકાર કહે છે કે સમાહિત ચિત્તને પ્રજ્ઞાનો વિવેક અર્થાત્ પ્રકર્ષ થાય છે, તે તે યોગભૂમિ સિદ્ધ થતાં તે તે ભૂમિવિષયક વૈરાગ્ય થવાથી અસંપ્રજ્ઞાત સમાધિ થાય છે, અસંપ્રજ્ઞાત સમાધિ કૈવલ્યનું સાક્ષાત્ કારણ છે.