________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન – ૧૫૮
છે. તેથી યોગસાધનામાં તેનું સ્થાન અનન્ય છે. શ્રદ્ધા અને જ્ઞાન
જ્ઞાનથી અહીં વિવેકજ્ઞાન યા સમ્યજ્ઞાન સમજવાનું છે અને શ્રદ્ધાથી ગુરૂપદિષ્ટ આત્મતત્ત્વમાં વિશ્વાસ અને તેનો સાક્ષાત્કાર કરવાની ઉત્કટ ઇચ્છા સમજવાનાં છે. શ્રદ્ધા અને જ્ઞાન એ બે વચ્ચે શો સંબંધ છે તે ઉપરથી ચર્ચાથી સ્ફુટ થઈ જ ગયું છે. શ્રદ્ધા એ કૈવલ્યના સાક્ષાત્ કારણ જ્ઞાનનું મૂળ છે. શ્રદ્ધા વિના આ જ્ઞાન સંભવતું નથી. શ્રદ્ધા હોય તો જ આ જ્ઞાન સંભવે છે. મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાન (અવિવેકશાન - અવિદ્યા)
વિવેકજ્ઞાનથી ઊલટું જ્ઞાન તે અવિદ્યા. આમ અવિદ્યા એ અભાવરૂપ નથી પણ ભાવરૂપ છે.82 આ અવિધા પ્રકૃતિ-પુરુષના સંયોગનું અર્થાત્ સંસારનું કારણ છે.83 એટલે છીપમાં રૂપાની ભ્રાન્તિ, દોરડીમાં સર્પની ભ્રાન્તિ, વગેરે મિથ્યાજ્ઞાનોની આ અવિદ્યામાં ગણના નથી કારણ કે તે મિથ્યાજ્ઞાનો સંસારના કારણરૂપ નથી. તો પછી સંસારના કારણરૂપ અવિદ્યા કેવી છે ? અનિત્ય વસ્તુઓમાં નિત્યપણાની બુદ્ધિ, અપવિત્ર વસ્તુઓમાં પવિત્રપણાની બુદ્ધિ, દુઃખરૂપ વસ્તુઓમાં સુખરૂપતાની બુદ્ધિ અને જડ વસ્તુઓમાં ચેતનતાની બુદ્ધિ એ સંસારના હેતુરૂપ અવિદ્યા છે.84
જો વિવેકજ્ઞાનનું મૂળ શ્રદ્ધા હોય તો અવિવેકજ્ઞાનનું (અવિદ્યાનું) મૂળ મિથ્યાશ્રદ્ધા હોવું જોઈએ. પરંતુ સાંખ્ય-યોગમાં આ મિથ્યાશ્રદ્ધાની વાત કહેવામાં આવી નથી. શ્રદ્ધાની વૃદ્ધિ સાથે મિથ્યાશ્રદ્ધાનું શિથિલકરણ, પરિણામે અવિવેકશાન (અવિદ્યા)નું શિથિલીકરણ અને ક્રમે વિવેકજ્ઞાનનો ઉદય અને દઢીકરણ આ પ્રમાણેની પ્રક્રિયા સાંખ્યયોગે નથી સ્વીકારી પરંતુ માત્રવિવેકજ્ઞાનથી અવિવેકજ્ઞાનના નાશની જ પ્રક્રિયા સ્વીકારી છે.85
૩. શ્રદ્ધા અંગે સાંખ્યયોગ અને જૈનદર્શનની તુલના
જૈનદર્શનમાં શ્રવણપૂર્વેની શ્રદ્ધા અને શ્રવણ પછીની શ્રદ્ધા એમ શ્રદ્ધાની .બે કોટિ નૈસર્ગિક શ્રદ્ધા અને અધિગમજ શ્રદ્ધાથી સ્પષ્ટપણે સૂચવાયેલી છે. સાંખ્યયોગમાં આવી બે કોટિ સ્પષ્ટપણે સૂચવાઈ નથી. જૈનદર્શનમાં શ્રદ્ધાના અતિચારો અને તેના વિવિધ વિભાગોનું વિસ્તૃત નિરૂપણ મળે છે, જ્યારે સાંખ્ય-યોગમાં તેનો અભાવ છે. શ્રદ્ધા અને જ્ઞાનના ભેદ, અભેદની ચર્ચા જૈન દાર્શનિકોમાં વિસ્તારથી થઈ છે જ્યારે સાંખ્ય-યોગમાં આવી કોઈ ચર્ચા નથી. જૈનદર્શનમાં મિથ્યાશ્રદ્ધા (મિથ્યાદર્શન)ના સ્વરૂપ અને ભેદોનું પણ વિસ્તારથી વિશ્લેષણ છે જ્યારે સાંખ્યયોગમાં મિથ્યાશ્રદ્ધાનો ઉલ્લેખ પણ નથી, તો પછી એના સ્વરૂપ અને ભેદોની તો વાત