________________
11
મુદા પરત્વે તેમને ભેદ છે તે તે મુદ્દાઓને તારવી તેમનો ભેદ સ્પષ્ટ કર્યો છે. પાંચમા પ્રકરણમાં બૌદ્ધધર્મદર્શન અને ન્યાય-વૈશેષિકદર્શન અનુસાર જ્ઞાન, દર્શન અને શ્રદ્ધાની વિચારણા કરી છે. આ પ્રકરણના બે વિભાગ છે. પ્રથમમાં બૌદ્ધધર્મદર્શન અનુસાર જ્ઞાન, દર્શન અને શ્રદ્ધાની વિચારણા છે, જ્યારે બીજામાં ન્યાય-વૈશેષિક અનુસાર જ્ઞાન, દર્શન અને શ્રદ્ધાની વિચારણા છે.
પ્રથમ વિભાગમાં સૌપ્રથમ બૌદ્ધ મતે આત્માનું નિરૂપણ કર્યું છે. તેઓ ચિત્તથી પર આત્મતત્ત્વને સ્વીકારતા નથી. તેમનું ચિત્ત ક્ષણિક છે અને ચિત્તક્ષણોની એક સંતતિ ચિત્તક્ષણોની બીજી સંતતિથી પૃથક્ છે. આમ ચિત્તક્ષણસંતતિ જૈન આત્મદ્રવ્ય સદશ છે અને ચિત્તક્ષણો આત્મપર્યાયો સદેશ છે. જૈનોની જેમ બૌદ્ધો પણ ચિત્તને પ્રકાશસ્વરૂપ ગણે છે અને જ્ઞાન-દર્શનને તેનો સ્વભાવ માને છે. આગન્તુક મળો દૂર કરી ચિત્તનું સ્વસ્વભાવમાં આવવું એ જ નિર્વાણ છે, મોક્ષ છે. રૂપ આદિ પાંચ સ્કંધો ચિત્તને વ્યક્તિત્વ બક્ષે છે, જે મ્હોરું છે. આ વ્યક્તિત્વ એ જ પુદ્ગલ છે. સ્કંધોનો અભાવ થતાં પુદ્ગલનો અભાવ થાય છે. નિર્વાણમાં સ્કંધોનો અભાવ થાય છે, એટલે પુદ્ગલનો (વ્યક્તિત્વનો) અભાવ થાય છે, પરંતુ વ્યક્તિત્વહીન શુદ્ધ ચિત્ત તો રહે છે જ. ચિત્ત ક્ષણિક હોવા છતાં મોક્ષ, પરલોક આદિની ઉપપત્તિ કેવી રીતે થાય તેની સમજૂતી આપી છે. આ બધું વિગતે સમજાવ્યું છે. બૌદ્ધધર્મદર્શનમાં જ્ઞાન-દર્શનની બે કોટિઓ સ્પષ્ટપણે સ્વીકારવામાં આવી છે - ઐન્દ્રિયક કોટિ અને યૌગિક કોટિ, ઐન્દ્રિયક કોટિના દર્શન અને જ્ઞાન અનુક્રમે નિર્વિકલ્પક ઇન્દ્રિયપ્રત્યક્ષ અને સર્વિકલ્પક ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. પરંતુ ભાવના યા સમાધિના ફળરૂપે જે સવિકલ્પક પ્રશા અને નિર્વિકલ્પ પ્રજ્ઞા જન્મે છે તે જ અનુક્રમે યૌગિક જ્ઞાન અને દર્શન છે એવું તારણ કાઢ્યું છે. પછી છ યોગજ જ્ઞાનો અર્થાત્ અભિજ્ઞાઓનો પરિચય કરાવ્યો છે અને બૌદ્ધ મતે સર્વજ્ઞત્વની વિચારણા કરી છે.
બૌદ્ધ મતમાં સમ્યક્દષ્ટિ અને શ્રદ્ધાને સમાનાર્થક માનવામાં આવ્યા છે એ દર્શાવ્યું છે. સમ્યક્દષ્ટિની પ્રાપ્તિના બે હેતુઓ જણાવાયા છે - (૧) પરોપદેશશ્રવણ અને (૨) સ્વયં પોતાની વિચારણા (મનન). શ્રદ્ધા ચિત્તપ્રસાદરૂપ છે. પ્રસાદનો અર્થ અનાસવત્વ છે, શુદ્ધિ છે. આ શ્રદ્ધાને મુખ્યપણે શ્રવણપૂર્વેની શ્રદ્ધા ગણી શકીએ. ગુરુનો ધર્મોપદેશ સાંભળ્યા પછી તેને શ્રુત વિષયમાં શ્રદ્ધા થાય છે. આ છે શ્રવણ પછીની અને મનન પૂર્વેની શ્રદ્ધા. જ્યાં સુધી તે ઉપદિષ્ટ સિદ્ધાન્તોની કે ધર્મની પરીક્ષા કરતો નથી ત્યાં સુધી તેની શ્રદ્ધા આ ભૂમિકાની હોય છે. પછી તે શ્રુત ધર્મની પરીક્ષા કરે છે. આને કારણે તેની શ્રદ્ધા આકાવતી બને છે. આકારવતી શ્રદ્ધાનો અર્થ છે ‘“સમર્થક હેતુઓને આધારે ધર્મ યા સિદ્ધાન્તમાં થતી શ્રદ્ધા.’ આ આકારવતી શ્રદ્ધા