________________
10
જોઈએ. સમ્યગ્દર્શનના બે ભેદોને બે ક્રમિક ભૂમિકાઓ ગણવાના અર્થઘટનને આ બળવાન બનાવે છે. મિથ્યાદર્શનના આભિગ્રહિક આદિ પાંચ પ્રકારોનું સવિસ્તર વિવેચન કરી આભિગ્રહિક મિથ્યાદર્શનનો ફલિતાર્થ સ્પષ્ટ કર્યો છે, તે એ કે પૂર્વધારણાઓ અને વારસામાં પ્રાપ્ત માન્યતાઓ પ્રત્યેનો રાગ ત્યાગવાથી ચિત્ત પ્રસન્ન બને છે અર્થાત્ સત્યને ગ્રહણ કરવાની યોગ્યતા (શુદ્ધિ) પ્રાપ્ત કરે છે. ત્યાર પછી શ્રદ્ધાનરૂપ દર્શન અને બોધરૂપ દર્શનનો સંબંધ સમજવા પ્રયત્ન કર્યો છે. તે બાબતે બે દૃષ્ટિબિંદુઓ સંભવે – એક અનુસાર પૂર્ણ સત્યનું બોધરૂપ દર્શન પહેલાં થાય છે અને પૂર્ણસંપ્રસાદ અર્થાત્ પૂર્ણસમ્યગ્દષ્ટિ પછી થાય છે. બીજા અનુસાર આ ક્રમ ઊલટો છે. આ બન્ને દૃષ્ટિબિંદુઓ વિસ્તારથી સમજાવ્યાં છે, પછી જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ દર્શનના સંબંધ વિશે વિસ્તારથી વિચારણા કરી છે. ઉમાસ્વાતિસમ્યગ્દર્શનને મતિજ્ઞાનનો અંશ માને છે એ મતની સમીક્ષા કરી છે. સિદ્ધસેનીય ટીકામાં રજૂ થયેલા ભેદપક્ષ અને અભેદપક્ષની વિશદ સમજૂતી આપી, તેમની સમર્થક દલીલોને વિચારી તે બન્ને પક્ષોનું વિવેચન કર્યું છે. અહીં સિદ્ધસેન દિવાકર, જિનભદ્ર, પૂજ્યપાદ અને અકલંકનાં મન્તવ્યોનું નિરૂપણ કર્યું છે.
સાંખ્ય-યોગમાં શ્રદ્ધાના અર્થમાં ‘“દર્શન’” શબ્દનો પ્રયોગ થયો નથી, પરંતુ ‘‘શ્રદ્ધા’’ શબ્દ જ સીધો પ્રયોજાયો છે. સાંખ્યયોગની શ્રદ્ધા વિશેની માન્યતા વ્યાસ, વાચસ્પતિ મિશ્ર અને વિજ્ઞાનભિક્ષુના ભાષ્ય, તત્ત્વવૈશારદી અને વાર્તિકને આધારે સ્પષ્ટ કરી છે. ભાષ્યકાર શ્રદ્ધાને સમ્પ્રસાદ તરીકે સમજાવે છે. વાચસ્પતિ સંપ્રસાદ, અભિરુચિ અને શ્રદ્ધાને પર્યાયશબ્દો ગણે છે, અને સંપ્રસાદના (શ્રદ્ધાના) વિષય તરીકે આગમ, અનુમાન કે આચાર્યોપદેશ દ્વારા જાણેલા તત્ત્વને જણાવે છે. મારો યોગ સિદ્ધ થાઓ એવી અભિલાષા અર્થાત્ પ્રીતિ એ સંપ્રસાદ છે, એમ વિજ્ઞાનભિક્ષુ માને છે. ‘‘સંપ્રસાદ’ નો અર્થ ચિત્તશુદ્ધિ કર્યો નથી, પરંતુ તે થઈ શકે. વ્યાસ શ્રદ્ધાને કલ્યાણી જનની સાથે સરખાવે છે. આનું મૂળ શતપથબ્રાહ્મણમાં મળે છે. આ સરખામણીનો આશય સ્ફુટ કર્યો છે. શ્રદ્ધા સાધકને માર્ગભ્રષ્ટ થતાં બચાવે છે, કારણ કે શ્રદ્ધાનું સ્વરૂપ જ તત્ત્વપક્ષપાતરૂપ છે. શ્રદ્ધાથી વીર્ય, વીર્યથી સ્મૃતિ, સ્મૃતિથી સમાધિ, સમાધિથી પ્રજ્ઞાવિવેક, પ્રજ્ઞાવિવેકના વૈરાગ્યથી અસંપ્રજ્ઞાત સમાધિ એવી કાર્યકારણની શ્રૃંખલા છે. આમ શ્રદ્ધા સમગ્ર યોગસાધનાની પ્રસવભૂમિ છે. આનું વિસ્તારથી વિવરણ કરવામાં આવ્યું છે. શ્રદ્ધાનું મહત્ત્વ દર્શાવી શ્રદ્ધા અને જ્ઞાનના સંબંધની વિચારણા કરી છે. મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાનનો સંબંધ અને સાંખ્યયોગમાં મિથ્યાશ્રદ્ધાની કલ્પન અાવ એ વિશે પણ ચર્ચા કરી છે.
અન્તે, શ્રદ્ધા અંગે જૈનદર્શન અને સાંખ્ય-યોગની તુલના કરી છે, અને જે જે