________________
9
દર્શનનું વિવેચન કર્યું છે. પહેલાં જૈનદર્શનના સિદ્ધાન્તનું વિવેચન છે. અહીં પ્રાસ્તાવિકમાં દર્શાવ્યું છે કે બૃહદારણ્યક ઉપનિષદના ‘આત્મા વા ઞરે દ્રષ્ટવ્ય: સ્ત્રોતવ્ય: મન્તવ્ય: નિવિધ્યાસિતવ્ય:' એ પ્રસિદ્ધ વાક્યમાં નિર્દિષ્ટ ‘‘દર્શન’’ શબ્દનો અર્થ શ્રદ્ધા છે, આ આપણે પ્રથમ પ્રકરણમાં પુરવાર કર્યું છે. આ ઉપનિષદવાક્યને બરાબર મળતું આવતું ‘વિનું સુતં મયં વિળયું' વાક્ય આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં આવે છે. જેમ બૃહદારણ્યક ઉપનિષદના તે ‘‘દર્શન’” શબ્દનો અર્થ શ્રદ્ધા છે તેમ આચારાંગસૂત્રના પ્રસ્તુત ‘‘દર્શન” શબ્દનો અર્થ શ્રદ્ધા છે. પ્રાસ્તાવિકમાં બીજી મહત્ત્વની બાબત એ જણાવી છે કે ઉપનિષદમાં બે પ્રકારની શ્રદ્ધાનું સૂચન છે - શ્રવણપૂર્વેની શ્રદ્ધા અને મનનપૂર્વેની શ્રદ્ધા. આમ એક શ્રદ્ધા શ્રવણ પહેલાંની છે અને બીજી શ્રદ્ધા શ્રવણ પછીની છે. આ એક અગત્યની બાબત છે અને તે જૈનોની નૈસર્ગિક શ્રદ્ધા અને આધિગમિક શ્રદ્ધાની માન્યતાને નવેસરથી સમજવામાં ઉપયોગી છે. આ પ્રાસ્તાવિક પછી ‘‘શ્રદ્ધા’’ શબ્દની વ્યુત્પત્તિ અને તેના અર્થોની વિસ્તૃતવિચારણા કરી છે. શ્રદ્ધાના જે અનેક અર્થો છે તેમાં બે મહત્ત્વના છે - (૧) ચિત્તનો પ્રસાદ (શુદ્ધિ, વૈશદ્ય, પારદર્શિતા) અને (૨) વિશ્વાસ. પછી તત્ત્વાર્થસૂત્ર, ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકાના આધારે સમ્યક્દર્શનની વિસ્તૃત વિચારણા કરી છે. સિદ્ધસેનીય ટીકામાં આવતી અનેક મહત્ત્વની બાબતોને વિશદ કરી સમજાવી છે. નૈસર્ગિક શ્રદ્ધા અને આધિમિક શ્રદ્ધા એ એક જ વ્યક્તિને થતી બે ફ્રેમિક ભૂમિકાઓ છે એ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે અને એમાં દેવગુપ્તાચાર્યનું સમર્થક વાક્ય ટાંક્યું છે. અહીં ઉપનિષદની પરંપરામાં પ્રાપ્ત પેલી બે શ્રદ્ધાઓની માન્યતા અને બૌદ્ધ પરંપરામાં પ્રાપ્ત શ્રદ્ધાની વિવિધ ભૂમિકાઓની માન્યતા (જુઓ પાંચમું પ્રકરણ) આ અર્થઘટનને ટેકો આપે છે. નૈસર્ગિક શ્રદ્ધા ચિત્તની એક પ્રકારની શુદ્ધિરૂપ છે – પ્રસાદરૂપ છે, જ્યારે આધિગમિક શ્રદ્ધા એ આપ્તોપદિષ્ટ તત્ત્વાર્થોમાં સંપ્રત્યયરૂપ છે - વિશ્વાસરૂપ છે. સમ્યક્દર્શનનાં ચિહ્નો પ્રશમ આદિ ગણાવાય છે પરંતુ ધવલા તો પ્રશમ આદિની અભિવ્યક્તિને જ સમ્યક્દર્શન ગણે છે. અહીં પ્રશમ આદિની સમજૂતી આપી છે. પછી સમ્યક્દર્શનના અતિચારોનું વિવેચન કર્યું છે. પછી સમ્યક્દર્શનના વિવિધ વિભાગોનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. ત્યાર પછી આવે છે મિથ્યાદર્શનના સ્વરૂપ તેમજ તેના નૈસર્ગિક અને આધિગમિક એવા બે ભેદોની ચર્ચા. આ બે ભેદોનું વિવેચન કરી એ પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે કે આ બે ભેદો પણ બે ક્રમિક ભૂમિકાઓ જ છે. એમ ન સ્વીકારતાં જો કહેવામાં આવે કે કેટલાકને નૈસર્ગિક મિથ્યાત્વ હોય છે અને કેટલાકને અધિગમજ (પરોપદેશજન્ય) તો કહેવું પડે કે બીજા પ્રકારના મિથ્યાત્વીઓને પરોપદેશ પહેલાં મિથ્યાદર્શન હતું નહિ. આ આપત્તિ ટાળવા બે ભેદોને બે ક્રમિક ભૂમિકાઓ જ ગણવી
.