________________
વિસ્તારથી વિવરણ કર્યું છે. પુરુષ દ્રષ્ટા છે, ચિત્ત દ્રષ્ટા નથી. પુરુષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિ છે. અસંગ, અપરિણામી અને નિર્વિકાર પુરુષ ચિત્તવૃત્તિનો જ્ઞાતા કેવી રીતે બને છે એની સાંખ્યયોગસંમત પ્રક્રિયાનું વિશદ નિરૂપણ કર્યું છે. અહીં વાચસ્પતિ મિશ્ર અને વિજ્ઞાનભિક્ષુના મતભેદને સમજાવ્યો છે. જ્ઞાન અને દર્શન વચ્ચે કાલિક સંબંધ સંભવે કે નહિ એ પણ વિચાર્યું છે. પુરુષને બાહ્યપદાર્થોનું જ્ઞાન નથી, અમૂર્ત ચેતનાશક્તિનું પ્રતિબિંબ ચિત્તમાં પડે છે અને ચિત્ત જડ છે આ સાંખ્ય-સિદ્ધાન્તોનું જૈન, ચિંતકોએ કરેલું ખંડન પણ રજૂ કર્યું છે. એ ખંડન દ્વારા જૈનો કહેવા માંગે છે કે જ્ઞાન અને દર્શન બન્ને એક ચેતનતત્ત્વને જ હોઈ શકે. પછી સાંખ્યયોગ અનુસાર . સર્વજ્ઞત્વસર્વદર્શિત્વની વિચારણા કરી છે. નિરતિશય અર્થાત્ અનંતજ્ઞાનને સર્વજ્ઞત્વનું કારણ ગણવામાં આવ્યું છે. આ દર્શાવે છે કે અનંતજ્ઞાન અને સર્વજ્ઞત્વ એ જુદી વસ્તુ છે. પતંજલિ સર્વજ્ઞત્વને મહત્ત્વ આપતા નથી, તેને એક સિદ્ધિરૂપ ગણે છે. ચિત્તને સર્વજ્ઞ બનવા માટે બે વસ્તુ જરૂરી છે – (૧) વિવેકજ્ઞાન અને અનન્તજ્ઞાન અને (૨) . ક્ષણ અને ક્ષણક્રમ ઉપર સંયમ (=ધારણા, ધ્યાન અને સમાધિ). વિવેકજ્ઞાન અને અનન્તજ્ઞાન થાય એટલે યોગીને કેવલ્ય પહેલાં સર્વજ્ઞત્વરૂપ ઐશ્વર્ય પ્રાપ્ત થવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી એવું યોગભાષ્યકાર સ્પષ્ટપણે જણાવે છે. ચિત્ત બધા પદાર્થોના અને તેમની બધી અવસ્થાઓના આકારે પરિણમી બધા પદાર્થોને તેમની બધી અવસ્થાઓ સાથે જાણે છે. પરિણામે પુરુષ ચિત્તવૃત્તિના માધ્યમથી તે સર્વનું દર્શન કરે છે.
- છેલ્લે, જ્ઞાન-દર્શનવિષયક સાંખ્યયોગ અને જૈન મતોની તુલના કરી છે. અહીં તે તે મુદ્દાને લઈ બન્ને દર્શનોમાં શું સામ્ય-વૈષમ્ય છે એ સ્પષ્ટ રીતે બતાવ્યું છે.
આ પ્રકરણગત અધ્યયનના ફળરૂપે એક મહત્ત્વનો નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન-દર્શનના ભેદ અંગે છે. સાંખ્યયોગમાં જ્ઞાનનો વિષય બાહ્ય પદાર્થો અને પુરુષ છે, જ્યારે દર્શનનો વિષય જ્ઞાન પોતે છે. આમ જ્ઞાનનું જ્ઞાન દર્શન છે. આ હકીકત જૈનસંમત જ્ઞાન-દર્શનના વૈલક્ષણ્ય ઉપર પ્રકાશ પાડે છે. ત્યાં પણ જ્ઞાનના જ્ઞાનને દર્શન મનાતું હોય એવો સંભવ છે. જૈનદર્શનમાં જ્ઞાનનું જ્ઞાન સ્વસંવેદન છે. આથી
ત્યાં સ્વસંવેદન એ જ દર્શન છે એવું ફલિત થાય. આમ સાંખ્યયોગના જ્ઞાન-દર્શનની વિભાવના જૈનોની જ્ઞાન-દર્શનની વિભાવનાને સમજવાની એક દૃષ્ટિ આપે છે અને તેનો સંભવિત મૌલિક લક્ષણભેદ નિર્દેશ છે. દર્શનને સ્વસંવેદનના અર્થમાં સમજાં, જૈનોએ મન:પર્યાયદર્શન કેમ સ્વીકાર્યું નથી એ પ્રશ્નનો ઉત્તર બુદ્ધિગમ્ય રીતે આપી શકાય છે
ચોથા પ્રકરણમાં જૈનદર્શન અને સાંખ્યયોગ અનુસાર જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ