________________
7
કરતાં અનાયાસે જ પ્રત્યક્ષ, અનુમાન, તર્ક, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વગેરે પ્રમાણોનો પ્રયોગ કરે છે. આ બધું વિશદ રીતે રજૂ કર્યું છે.
પછી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન આ પાંચ જ્ઞાનો તેમજ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન આ ચાર દર્શનોનું નિરૂપણ કરી, જ્ઞાન અને દર્શનના ભેદની વિસ્તૃત ચર્ચા કરી છે. સાકાર બોધ એ જ્ઞાન અને નિરાકાર બોધ એ દર્શન એમ જૈન આગમોમાં કહ્યું છે. એટલે ‘‘સાકાર’ અને ‘‘નિરાકાર’ શબ્દોનાં વિવિધ અર્થઘટનો આપ્યાં છે. જ્ઞાન અને દર્શનના કાલિક સંબંધ અંગેના મતભેદો રજૂ કર્યા છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ભેદ દર્શાવી ક્રમવાદ, સહોત્પત્તિવાદ અને અભેદવાદની વિસ્તારથી વિચારણા કરી છે. દર્શનનો અર્થ નિર્વિકલ્પક જ્ઞાન કરતાં ઇન્દ્રિયો દ્વારા થતાં પાંચ કે છ દર્શનોની યુગપત્ ઉત્પત્તિ સંભવે કે નહિ એની જૈન દૃષ્ટિએ ચર્ચા કરી છે. વળી, એક ઐન્દ્રિયક જ્ઞાન અને એક ઐન્દ્રિયક દર્શન બન્નેની ઉત્પત્તિ સાથે સંભવે કે નહિ એની ચર્ચા પણ કરી છે. દર્શન અને વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ વચ્ચેના સંબંધની પણ વિચારણા કરી છે. આ પ્રસંગે સૂચવવામાં આવ્યું છે કે જ્ઞાતાધર્મકથા (પ્રથમ અધ્યયન, 35) અનુસાર અવગ્રહ આદિ મનનની ચાર ભૂમિકાઓ હોવી જોઈએ. પછી શ્રુતદર્શન કેમ નહિ એનો ખુલાસો કર્યો છે, મનઃપર્યાયદર્શન વિશેના મતભેદો રજૂ કર્યા છે. કેટલાક મન:પર્યાયદર્શનનો સ્વીકાર કરતા નથી, પરંતુ તેના અસ્વીકારનું જે કારણ આપે છે તે બુદ્ધિગમ્ય નથી. જો દર્શનનો અર્થ સ્વસંવેદન કરવામાં આવે તો મનઃપર્યાયદર્શન કેમ નથી સંભવતું · એનો ખુલાસો બુદ્ધિગમ્ય બની જાય. આ બધું તર્કબદ્ધ રીતે સમજાવ્યું છે. કેવળજ્ઞાનની (સર્વજ્ઞતાની) પણ વિપુલ વિચારણા કરી છે.
આના પછી સાંખ્યયોગ અનુસાર જ્ઞાન અને બોધરૂપ દર્શનની વિચારણા કરી છે. ચિત્ત બાહ્ય પદાર્થોના આકારે પરિણમી તેમને જાણે છે અને પુરુષના આકારે પરિણમી પુરુષને જાણે છે. આ ચિત્તપરિણામને ચિત્તવૃત્તિ કહેવામાં આવે છે. ચિત્તવૃત્તિ જ્ઞાન છે. આમ જ્ઞાન એ ચિત્તનો ધર્મ છે. ચિત્તવૃત્તિઓ પાંચ છે - પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. આ પાંચેની વિસ્તૃત સમજૂતી આપી છે. પ્રત્યક્ષપ્રમાણની ચર્ચા પ્રસંગે પાંચ ઇન્દ્રિયોની પાંચ આલોચનવૃત્તિઓ યુગપત્ ઉત્પન્ન થાય છે કે નહિ એ પ્રશ્નની તેમજ આલોચનવૃત્તિ, વિકલ્પવૃત્તિ, અભિમાનવૃત્તિ અને અધ્યવસાયવૃત્તિ આ ચારની યુગપત્ ઉત્પત્તિ સંભવે કે નહિ એ પ્રશ્નની વિચારણા કરવામાં આવી છે. પછી જ્ઞાનસંબંધી સિદ્ધિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે સિદ્ધિઓમાં અતીત-અનાગતજ્ઞાન, સૂક્ષ્મવ્યવહિતવિપ્રકૃષ્ટજ્ઞાન, પરચિત્તજ્ઞાન અને સર્વજ્ઞાતૃત્વ એ ચારનો પરિચય આપ્યો છે. ત્યાર પછી સાંખ્યયોગ મતે દર્શનનું