________________
૧૧૧ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
25.
26.
છે એમ માને છે. આવશ્યકનિયુકિતકાર અને તત્ત્વાર્થભાષ્યકાર બન્ને આ મતના સમર્થક છે. આવશ્યકનિર્યુક્તિકાર કહે છે કે -‘મળપખવનાનું પુનઃ નળમાપરિનિન્તિતત્યપાળહળ ।'' આવશ્યક નિર્યુક્તિ ગાથા - ૭૬. તત્ત્વાર્થભાષ્યકાર કહે છે કે - “અવધિજ્ઞાનવિષયસ્થાનન્તમાનું મન: पर्यायज्ञानी जानीते रूपिद्रव्याणि मनोरह स्यविचारगतानि च માનુષ્યક્ષેત્ર પર્યાપન્નાનિવિશુદ્ધતરાળિ નૈતિ।''તત્ત્વાર્થભાષ્ય 1.29.દિગમ્બર સંપ્રદાયમાં બધા આચાર્યો આ માન્યતાને સ્વીકારે છે. સવાર્થસિદ્ધિકાર લખે છે કે – પરીયમનત્તિવ્યવસ્થિતોઽર્થ:અનેન જ્ઞાયતે ચેતાવાવેતે।'' 1.23. ઉપરાંત જુઓ ગોમ્મટસાર, જીવકાંડ ગાથા-437.
મનઃપર્યાયજ્ઞાની બાહ્ય અર્થને અનુમાનથી જાણે છે એવો મત યુક્તિસંગત લાગે છે, કારણ કે ચિન્યમાન પદાર્થ મૂર્તની જેમ અમૂર્ત પણ હોઈ શકે છે, જેને અર્થાત્ અમૂર્તને મનઃપર્યાયજ્ઞાન વિષય કરી શકતું નથી. મન:પર્યાયજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યનો અનંતનો ભાગ છે એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે.
પરંતુ સિદ્ધસેનગણિની ટીકામાં મન:પર્યાયજ્ઞાનનો વિષય ભાવમનના પર્યાયોને ગણેલ છે. ભાવમન એ અમુક યોગ્યતાવાળો આત્મા જ છે. એટલે અમૂર્ત આત્માના પર્યાયો - જ્ઞાનપર્યાયો, ઘટજ્ઞાનપર્યાય, પટજ્ઞાનપર્યાય ઇત્યાદિ - મન:પર્યાયજ્ઞાનનો વિષય છે. આમ માનતાં મન:પર્યાયજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યનો અનંતનો ભાગ છે એ સિદ્ધાંત સાથે વિરોધ આવે છે. એટલે જ મોટેભાગે ભાવમનના પર્યાયો નહીં પણ દ્રવ્યમનના પર્યાયો મન:પર્યાયજ્ઞાનનો વિષય છે એમ સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ બીજા પ્રકરણમાં આપણે તારવ્યું તેમ જૈનોનો આત્મા ચિત્તસ્થાનીય છે અને યોગમાં પરિચત્તજ્ઞાન માનવામાં આવ્યું છે તે જ આ મન:પર્યાયજ્ઞાન છે. મનના પર્યાયો એટલે ચિત્તના પર્યાયો અને ચિત્ત એ આત્મા હોઈ ચિત્તના પર્યાયો એ આત્માના પર્યાયો બને, આથી સિદ્ધસેનગણિએ ભાવમનના પર્યાયો મન:પર્યાયજ્ઞાનના વિષયો છે એમ જે કહ્યું એનો આની સાથે બરાબર મેળ ખાય છે. ઋતુવિપુલમતી મન:પર્યાય: । તત્ત્વાર્થસૂત્ર 1/24
यद्यप्येवमुच्यते सामान्यग्राहिणी ऋजुमतिरिति तथाऽप्यसौ सामान्यं भेदरूपमेव परिच्छिनत्ति । यतो बहून् भेदान् न शक्नोति परिच्छेत्तुम् अतः साम्म्रान्यग्राहिणी, परमार्थतस्त्वसौ विशेषमेकं दौ त्रीन् वा गृणन्ती प्रवर्तते । अत: स्तोकाभिधायी