________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન ૧૦૮ છે. સાતમું, સાંખ્યયોગદર્શનમાં અનંતજ્ઞાન અને સર્વજ્ઞત્વ બે ભિન્ન છે જ્યારે જૈન દાર્શનિકો અનંતજ્ઞાનને જ સર્વજ્ઞત્વ ગણે છે.
મહત્ત્વનું તારણ
આ પ્રકરણગત અધ્યયનના ફળરૂપે કેટલાંક મહત્ત્વનાં તારણો પ્રાપ્ત થાય છે. એમાં મુખ્ય બે છે : (૧) સાંખ્ય-યોગે જ્ઞાનને અચેતન ચિત્તતત્ત્વનો ધર્મ માન્યું છે, તે યોગ્ય લાગતું નથી. એને ચેતનતત્ત્વનો ધર્મ માનવો જોઈએ. આ અંગે જૈનદર્શને કરેલું સાંખ્યમતનું ખંડન નોંધપાત્ર છે. (૨) બીજું તારણ જ્ઞાનદર્શનના ભેદ અંગે છે. સાંખ્ય-યોગમાં જ્ઞાનનો વિષય બાહ્ય પદાર્થો અને પુરુષ છે, જ્યારે દર્શનનો વિષય જ્ઞાન પોતે છે. આમ જ્ઞાનનું જ્ઞાન દર્શન છે. આ હકીકત `જૈનમતસંમત જ્ઞાન-દર્શનના વૈલક્ષણ્ય ઉપર પ્રકાશ પાડે છે. ત્યાં પણ જ્ઞાનના જ્ઞાનને દર્શન મનાતું હોય તેવો સંભવ છે. જૈનદર્શનમાં જ્ઞાનનું જ્ઞાન સ્વસંવેદન છે. આથી ત્યાં સ્વસંવેદન એ જ દર્શન છે એવું ફલિત થાય. આમ સાંખ્ય-યોગના જ્ઞાન-દર્શનની વિભાવના જૈનોની જ્ઞાન-દર્શનની વિભાવનાને સમજવાની એક દૃષ્ટિ આપે છે અને તેનો સંભવિત મૌલિક લક્ષણભેદ નિર્દેશે છે. દર્શનને સ્વસંવેદનના અર્થમાં સમજતાં, જૈનોએ મનઃપર્યાયદર્શન કેમ સ્વીકાર્યું નથી એ પ્રશ્નનો ઉત્તર બુદ્ધિગમ્ય રીતે આપી શકાય છે.
• टिप्पण
1.
2.
3.
4.
5.
6.
પૃ ૫-૬
स उपयोगो द्विविध:- साकारोऽनाकारश्च । ज्ञानोपयोगो दर्शनोपयोगश्चेत्यर्थः। स पुनर्यथासङ्ख्यमष्टचतुर्भेदो भवति । ज्ञानोपयोगोऽष्टविध: - मतिज्ञानोपयोगः, श्रुतज्ञानोपयोगः, अवधिज्ञानोपयोगः, मनः पर्यायज्ञानोपयोगः, केवलज्ञानोपयोग इति, मत्यज्ञानोपयोगः, श्रुताज्ञानोपयोगः विभङ्गज्ञानोपयोग इति । दर्शनोपयोगश्चतुर्भेदः, तद्यथा - चक्षुदर्शनोपयोगः अचक्षुदर्शनोपयोगः अवधिदर्शनोपयोगः केवलदर्शनोपयोग इति । तत्त्वार्थभाष्य 2/9. मति: स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् । તત્ત્વાર્થસૂત્ર1/13.
તરિન્દ્રિયાનિન્દ્રિયનિમિત્તમ્ । તત્ત્વાર્થસૂત્ર 1/14.
तत्रेन्द्रियनिमित्तं स्पर्शनादीनां पञ्चानां स्पर्शादिषु पञ्चस्वेव स्वविषयेषु । અનિન્દ્રિયનિમિત્ત મનોવૃત્તિ..... | તત્ત્વાર્થમાષ્ય 1/14.
मनसो भावाख्यस्य वर्तनं विषयपरिच्छेदितया परिणतिर्मनोवृत्तिः ।