________________
૧૦, જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા હોય ત્યારે તે કરી શકે. તે શક્તિને ઉપયોગમાં મૂકવા માટે તે મનુષ્ય કોઈક પ્રક્રિયા કરવી જોઈએ. આ પ્રક્રિયાની વાત જૈનગ્રંથોમાં નથી. એથી ઊલટું યોગદર્શન પ્રમાણે અમુક ખાસ પ્રકારનો સંયમ (ધારણા, ધ્યાન અને સમાધિ) કરી યોગી અતીત આદિને જાણે છે.
જૈનોનું મન:પર્યાયજ્ઞાન અને સાંખ્યયોગનું પરચિત્તજ્ઞાન અત્યંત સામ્ય ધરાવે છે. જૈનો માને છે કે બીજાના મનના પર્યાયનું જ્ઞાન થાય છે પણ તે પર્યાયના નિમિત્તભૂત બાહ્ય વિષયનું જ્ઞાન થતું નથી. આનો અર્થ જૈનો એવો. કરે છે કે મનના પર્યાયનું (ઘટાકારનું) સાક્ષાત્ જ્ઞાન થાય છે અને બાહ્ય વિષયનું (ઘટનું) તે મનના પર્યાય ઉપરથી અનુમાન થાય છે. આ બાબતમાં યોગદર્શન કહે છે કે પરચિત્તના રાગાદિનું જ જ્ઞાન થાય છે. પરંતુ તે રાગાદિનો વિષય . કયો છે તેનું જ્ઞાન થતું નથી. જૈનો જે કહે છે કે બાહ્ય વિષયનું જ્ઞાન થતું નથી તેનો ખરો અર્થ આ હોય એમ બને. પરચિત્તને જાણવાની શક્તિ પામેલો યોગી અમુક ખાસ પ્રકારનો સંયમ કરીને પરચિત્તને જાણે છે. મન:પર્યાયજ્ઞાનની શક્તિ પામેલો મનુષ્ય કઈ પ્રક્રિયા કરીને બીજાના મનના પર્યાયને જાણે છે એ જૈનગ્રંથોમાં જણાવ્યું નથી.
જૈનોએ માનેલા અને સાંખ્યયોગે માનેલા સર્વજ્ઞત્વના સ્વરૂપમાં કંઈ જ ભેદ નથી. બન્ને દર્શની બધી વસ્તુઓની સર્વ સૈકાલિક અવસ્થાઓને યુગપદ્ જાણનારા જ્ઞાનને સર્વજ્ઞત્વ કહે છે. બન્ને વિતરાગીને સર્વજ્ઞત્વ હોય છે એમ માને છે. પરંતુ જૈનોનો વીતરાગી સદા સર્વ વસ્તુઓનું જ્ઞાન કરતાં રહે છે
જ્યારે સાંખ્યયોગનો વીતરાગી અમુક ખાસ પ્રકારનો સંયમ કરીને જ સર્વ વસ્તુઓને જાણે છે, સદા સર્વ વસ્તુઓને જાણતો નથી. બીજું, સાંખ્યયોગમાં કેવલી' બનવા માટે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરવું અનિવાર્ય નથી, જ્યારે જૈનદર્શનમાં તે અનિવાર્ય છે. ત્રીજું, સાંખ્યયોગ સર્વજ્ઞત્વને એક સિદ્ધિરૂપ જ ગણે છે,
જ્યારે જૈનો તેને આત્માના સ્વભાવરૂપ જ ગણે છે. ચોથું, સાંખ્યયોગદર્શન સર્વજ્ઞત્વ ચેતનમાં નહીં પણ જડચિત્તમાં માને છે, જ્યારે જૈન ચેતનમાં માને છે. પાંચમું, સાંખ્યયોગદર્શન વિદેહાવસ્થામાં ચિત્તનો લય થઈ જાય છે એમ માને છે એટલે પરિણામે વિદેહાવસ્થામાં સર્વજ્ઞત્વ છે જ નહીં, જ્યારે જૈનદર્શન મોક્ષમાં અર્થાત્ વિદેહાવસ્થામાં ચેતનને સર્વજ્ઞત્વ છે એમ માને છે. છઠ્ઠ, સાંખ્યયોગદર્શન અનુસાર વિદેહાવસ્થામાં દર્શનના વિષય ચિત્તવૃત્તિનો સદંતર અભાવ છે, પરિણામે વિદેહાવસ્થામાં દ્રષ્ટા પુરુષ સર્વદર્શી હોતો નથી, એટલું જ નહીં પણ તેને કશાનું દર્શન હોતું નથી, તે કેવળ દ્રષ્ટ્રસ્વરૂપ જ હોય છે. આથી ઊલટું જૈનદર્શન અનુસાર વિદેહાવસ્થામાં ચેતનતત્ત્વ જેમ સર્વજ્ઞ છે તેમ સર્વદર્શી પણ