________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૧૦૨ તેવી જ રીતે ઈન્દ્રિયો વિષયોને મન આગળ, મન અહંકાર આગળ, અહંકાર
બુદ્ધિ આગળ અને બુદ્ધિ પુરુષ આગળ યથાક્રમે રજૂ કરે છે.197 - જ્ઞાન અને દર્શનવિષયક સાંખ્યયોગના મતનો નિષ્કર્ષ
સાંખ્યયોગ અનુસાર ચિત્ત વિષયના આકારે પરિણમે છે. ચિત્તનો વિષયાકાર પરિણામ ચિત્તવૃત્તિ છે. ચિત્તવૃત્તિ એ જ્ઞાન છે. જેવી ચિત્તવૃત્તિ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે તેવી જ તે પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. ચિત્તવૃત્તિનું પુરુષે પ્રતિબિંબરૂપે ધારણ કરવું તે પુરુષનું દર્શન છે. પુરુષ સાક્ષાત્ ચિત્તવૃત્તિને દેખે છે અને ચિત્તવૃત્તિના માધ્યમથી બાહ્ય અર્થને દેખે છે. સાક્ષાત્ દેખવું તે સાક્ષીપણું છે અને ચિત્તવૃત્તિના માધ્યમથી દેખવું તે દ્રષ્ટાપણું છે એમ ભિક્ષુએ કહ્યું છે. પુરુષ દ્રષ્ટા છે જ્યારે ચિત્ત જ્ઞાતા છે. પુરુષ દેખે છે પણ કદી જાણતો નથી. ચિત્ત જાણે છે પણ કદી દેખતું નથી. જ્ઞાન અને દર્શન બે એકબીજાથી એટલા બધા ભિન્ન ધર્મો છે કે તે બે જુદા જુદા તત્ત્વોને આપવામાં આવ્યા છે. આ બે તત્ત્વોમાં એક ચેતન છે અને એક તેનાથી તદન વિરોધી સ્વભાવવાળું અચેતન છે. પુરુષ ચેતન છે અને ચિત્ત અચેતન છે. જ્ઞાન અને દર્શન સદા યુગપ થાય છે, કારણ કે કોઈપણ ચિત્તવૃત્તિ પુરુષથી અદષ્ટ એક ક્ષણ પણ રહેતી નથી. બધી જ ચિત્તવૃત્તિઓ તેમની ઉત્પત્તિની સાથે જ પુરુષ વડે દેખાઈ જાય છે. ચિત્તવૃત્તિની ઉત્પત્તિની સાથે જ ચિત્તવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે. આ અર્થમાં જ્ઞાન અને દર્શન યુગપદ્ છે. જો કે કાલિક ક્રમ નથી તેમ છતાં તાર્કિક ક્રમ છે. તાર્કિક ક્રમની દ્રષ્ટિએ પહેલાં જ્ઞાન થાય છે અને પછી દર્શન થાય છે. ચિત્તવૃત્તિની ઉત્પત્તિ વિના તેનું પુરુષમાં પ્રતિબિંબ શક્ય નથી. એટલે એ અર્થમાં પહેલાં જ્ઞાન અને પછી દર્શન એવો તાર્કિક ક્રમ માની શકાય. સાંખ્યમતનું જૈનોએ કરેલું ખંડન - ચિને (પુરુષને) બાહ્ય પદાર્થના જ્ઞાનથી રહિત કહેવું એ પરસ્પર વિરુદ્ધ છે. ચિત્ ધાતુ જ્ઞાનના અર્થમાં પ્રયુક્ત થાય છે. જો ચિત અર્થાત્ ચેતનાશક્તિ સ્વ અને પરનું જ્ઞાન કરી ન શકતું હોય તો તેને ઘટની જેમ ચિતુ ન કહી શકાય.198 . . અમૂર્ત ચેતનાશક્તિનું બુદ્ધિમાં પ્રતિબિંબ ન પડી શકે કારણ કે મૂર્તિ પદાર્થનું જ પ્રતિબિંબ પડે છે.199 વળી, પરિણામ વિના બુદ્ધિવૃત્તિનું પુરુષમાં પ્રતિબિંબ ઘટે નહીં. સ્ફટિક વગેરેમાં પણ પરિણામ ક્રિયા દ્વારા જ લાલ પુષ્યનું પ્રતિબિંબ પડે છે. જો પરિણામ વિના જ પ્રતિબિંબ પડતું હોય તો પાષાણમાં પણ લાલ ફૂલનું પ્રતિબિંબ પડવું જોઈએ 200
બુદ્ધિને જડ અર્થાત્ અચેતન માનવી એ પણ વિરુદ્ધ છે, કારણ કે જો