SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન માનવો પડશે અને તેમ માનતાં તો પુરુષ પરિણામી બની જવાની આપત્તિ આવશે. માટે, જેવો ચિત્તવૃત્તિનો આકાર હોય તેવો જ બોધનો આકાર માનવો જોઈએ: વૃત્તિસારૂપ્યસૂત્ર આનુ સમર્થન કરે છે. ‘‘યં ઘટ:’’ એવા આકારવાળી બિંબરૂપ ચિત્તવૃત્તિ છે. તે વૃત્તિ જ પુરુષમાં પ્રતિબિંબિત થતી હોઈ, “અયં ઘટ:” એ આકારવાળો જ બોધ હોય છે. ચિત્તવૃત્તિ અને બોધ બંનેના આકારમાં કોઈ ભેદ નથી પરંતુ ચિત્તવૃત્તિથી બોધની વિલક્ષણતા તો છે જ, પણ જેમ ઇક્ષુ, ક્ષીર વગેરેના માધુર્યની વિલક્ષણતા શબ્દમાં જણાવવી અશક્ય છે તેમ ચિત્તવૃત્તિથી બોધની વિલક્ષણતા પણ શબ્દમાં જણાવવી અશક્ય છે. અહીં બોધ એ દર્શનના પર્યાય તરીકે સમજવાનો છે.191 પુરુષ અપરિણામી હોવાથી તેનો વિષય બુદ્ધિવૃત્તિ તેને કદી અજ્ઞાત હોતો નથી. બુદ્ધિ પરિણામી હોઈ તેનો વિષય બાહ્ય પદાર્થો તેને અજ્ઞાત પણ હોઈ શકે છે. પુરુષ તેના વિષયનું ગ્રહણ પ્રતિબિંબ દ્વારા કરે છે જ્યારે બુદ્ધિ તેના વિષયનું ગ્રહણ તે વિષયાકારે પરિણમીને કરે છે. સાંખ્યયોગ પરિભાષામાં ચિત્તવૃત્તિને શાંન કહે છે. એ અર્થમાં જ્ઞાન પુરુષનો સ્વભાવ નથી. આનો અર્થ એ નથી કે પુરુષ જડ છે. પુરુષ ચેતન છે અને એને ચેતનાનો પ્રકાશ છે.192 તેનો આ પ્રકાશ જડ સત્ત્વના પ્રકાશથી તદ્દન ભિન્ન શ્રેણીનો છે. સત્ત્વનો પ્રકાશ પરપ્રકાશ્ય છે, પુરુષનો પ્રકાશ પરપ્રકાશ્ય નથી.193 ચિત્તસત્ત્વનો પ્રકાશ આવરણથી યુક્ત પણ હોય છે અને તેથી સર્વ આવરણો દૂર થતાં ચિત્ત સર્વજ્ઞ બને છે.194 પુરુષનો પ્રકાશ કદી.આવરણયુક્ત હોતો નથી. તેનામાં બુદ્ધિને યા ચિત્તને પ્રકાશિત કરવાની યોગ્યતા સદા હોય છે. આ છે તેનુ દ્રષ્ટાપણું, દર્શનશક્તિ. જેને દર્શનક્તિ હોય તેને જ બીજા દેખાડી શકે. પ્રકૃતિ અને તેના બુદ્ધિ સહિતના વિકારો અચેતન અને વિષય છે. તેમનામાં દેખવાની શક્તિ નથી. એટલે તે દ્રષ્ટા નથી પણ દૃશ્ય છે. જગતમાં વાદી અને પ્રતિવાદી વિવાદમાં પોતાની શક્તિઓ સાક્ષી આગળ પ્રદર્શિત કરે છે. પ્રકૃતિ પણ જુદાં જુદાં પરિણામો ધારણ કરી એ જ રીતે પુરુષ આગળ પોતાનીં વિવિધ શક્તિઓ પ્રદર્શિત કરે છે. એટલે પુરુષને સાક્ષી પણ કહ્યો છે.195 ભિક્ષુએ સાક્ષી અને દ્રષ્ટાનો શાસ્ત્રીય ભેદ દર્શાવ્યો છે. તેની નોંધ લઈએ. સાક્ષીપણું એટલે સાક્ષાત્ દેખાવું તે અને દર્શન એટલે પરંપરાથી દેખાવું તે. પુરુષ બુદ્ધિવૃત્તિને સાક્ષાત્ દેખે છે, એટલે તે તેનો સાક્ષી કહેવાય અને અન્યને બુદ્ધિવૃત્તિ દ્વારા દેખે છે એટલે તે તેમનો દ્રષ્ટા કહેવાય.196 બુદ્ધિ પોતે જ સાક્ષાત્ જ્ઞેય વસ્તુઓને પુરુષ સમક્ષ ઉપસ્થિત કરે છે. ગામનો કર ભેગો કરી ગ્રામાધ્યક્ષ સર્વાધ્યક્ષને અને સર્વાધ્યક્ષ રાજાને આપે છે.
SR No.005851
Book TitleJain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year1994
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy