________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા # ૧૦
બુદ્ધિ જેમ પોતાના વિષયના આકારે પરિણમે છે તેમ પુરુષ પોતાના વિષયના આકારે પરિણમતો નથી. પુરુષનો સાક્ષાત્ વિષય બુદ્ધિવૃત્તિ છે.189 પંચશિખ પુરુષને જ્યારે અપરિણામી અને અપ્રતિસંક્રમા કહે છે ત્યારે એ એવું સૂચવતા લાગે છે કે જ્યારે વૃત્તિસહિતા બુદ્ધિનું પુરુષમાં પ્રતિબિંબ પડે છે ત્યારે પુરુષ તે તે વૃત્ત્વાકારે પરિણમતો નથી અને જ્યારે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે ત્યારે તે દેશાન્તરગતિરહિત હોવાથી બુદ્ધિમાં પ્રવેશતો નથી યા તો તેનો કોઈ સ્વભાવ પણ બુદ્ધિમાં સંક્રાન્ત થતો નથી. વૃત્તિરહિત પરમાણુમાં જેમ પ્રતિબિંબિત થવાની શક્તિ નથી તેમ વૃત્તિરહિત બુદ્ધિમાં પ્રતિબિંબિત થવાની શક્તિ નથી.190 એટલે જ્યારે બુદ્ધિની બધી વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થઈ જાય ત્યારે પુરુષમાં પડતું બુદ્ધિનું પ્રતિબિંબ અટકી જાય. પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ બધા જ સાંખ્યાચાર્યો માને છે પરંતુ પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ કેટલાક જ માને છે. પુરુષમાં બુદ્ધિનું પ્રતિબિંબ માનતાં પુરુષનું અપરિણામીપણું ચાલ્યું જશે એવો કેટલાકને ભય લાગે છે. પરંતુ ભિક્ષુ એ ભયને મિથ્યા ગણે છે. વળી, ‘બોધ પૌરુષેય છે” વગેરે વિધાનો પુરુષમાં બુદ્ધિના પ્રતિબિંબની માન્યતાના પોષક લાગે છે. ઉપરાંત, “જેમ સ્ફટિક જાસુદના ફૂલના સાન્નિધ્યને કારણે લાલ લાગે છે તેમ પુરુષ પણ બુદ્ધિના સાન્નિધ્યને લઈને બુદ્ધિના ધર્મવાળો લાગે છે’’, ‘‘જેમ તટ ઉપરનાં વૃક્ષો સરોવરમાં પ્રતિબિંબિત થાય છે તેમ ચિત્કર્ષણમાં વસ્તુદૃષ્ટિઓ પ્રતિબિંબિત થાય છે” વગેરે ભિક્ષુપૂર્વકાલીન દૃષ્ટાંતો પણ ભિક્ષુના મતનું સમર્થન કરે છે. જૈન ગ્રંથ સ્યાદ્વાદમંજરીમાં (શ્લોક-૧૫) વામહાર્ણવગ્રંથમાંથી (સન્મતિટીકાનું આ બીજું નામ છે) આપવામાં આવેલું ઉદ્ધર પણ ભિક્ષુના મતનું સમર્થન કરે છે. આ ઉદ્ધરણ આ પ્રમાણે છે -.‘વુદ્ધિપંગમંત્રાન્તમર્થપ્રતિવિન્વદ્વિતીયવંત્તે પુંધ્યારોહતિ " (બુદ્ધિરૂપ દર્પણમાં પડેલું અર્થનું પ્રતિબિંબ પુરુષરૂપી બીજા દર્પણમાં પ્રતિબિંબિત થાય છે). વાચસ્પતિ બુદ્ધિનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે એમ માનતા નથી. પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે એટલું જ તેઓ માને છે. એટલે તેમને મતે એવું • થાય કે .બુદ્ધિની વૃત્તિઓનું દર્શન ખરા પુરુષને નહીં પણ પ્રતિબિંબરૂપ તુચ્છ પુરુષને થાય છે.
‘“અયં યટ:'' એવી ચિત્તવૃત્તિનો પુરુષને થતો બોધ “યટમહં નાનામિ' એ આકારનો માનતાં પુરુષ સ્વતંત્રાકારે પરિણામ પામે છે એમ માનવું પડે. ‘‘ઘટમદં જ્ઞાનામિ'' એવી ચિત્તવૃત્તિ નથી. જો એવી ચિત્તવૃત્તિ હોય તો પુરુષમાં એવા આકારનું પ્રતિબિંબ પડે. જેવું બિંબ તેવું પ્રતિબિંબ. એટલે “ મહં નાનામિ'' એવો બોધ પુરુષમાં પ્રતિબિંબરૂપે ઘટશે નહીં, તેથી ન છૂટકે પરિણામરૂપ તેને