________________
૯૭ , જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન પેટાળમાં છુપાયેલા કે બીજી કોઈ રીતે ઢંકાયેલા તેમ જ દૂર દેશમાં રહેલા પદાર્થો ઉપર ફેંકવાથી યોગીને તે તે પદાર્થોનું પ્રત્યક્ષ થાય છે.176 પરચિત્તજ્ઞાન
છેપોતાની રાગ વગેરેવાળી ચિત્તવૃત્તિમાં સંયમ કરવાથી પોતાના ચિત્તના અશેષ વિશેષનો સાક્ષાત્કાર થાય છે. તેથી પોતાના ચિત્તથી ભિન્ન બીજાના ચિત્તના અશેષ વિશેષોનું જ્ઞાન સંકલ્પમાત્રથી થાય છે. પરંતુ આ અશેષ વિશેષો તે રાગ આદિ સમજવાના છે. અર્થાત્ પરચિત્ત રાગી છે કે વિરાગી ઈત્યાદિનું ઓ સંયમ કરનારને જ્ઞાન થાય છે. પરંતુ તે પરચિત્તના રાગનો વિષય શો છે તેનું જ્ઞાન થતું નથી.77 સર્વજ્ઞાતૃત્વ
પુરુષવિષયક સંયમને પરિણામે વિવેકજ્ઞાન જન્મે છે. જેને વિવેકજ્ઞાન થાય તેને સર્વજ્ઞતા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.178 આ સર્વજ્ઞતાનું બીજું નામ તારકશાન છે. તારકજ્ઞાન બધા જ વિષયોને અને તેમની અતીત, અનાગત અને વર્તમાન બધી અવસ્થાઓને અક્રમથી એક ક્ષણમાં જાણી લે છે.179 વિવેકજ્ઞાન થાય એટલે યોગીને કૈવલ્ય પહેલાં તારકજ્ઞાનરૂપ ઐશ્ચર્ય પ્રાપ્ત થવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી એમ ભાષ્યકાર સ્પષ્ટપણે જણાવે છે.180 દર્શન - પુરુષ દ્રષ્ટા છે. તેના દર્શનનો વિષય ચિત્તવૃત્તિ છે. પુરુષ ચિત્તવૃત્તિનું દર્શન કરે છે. કેટલીક વાર એમ પણ કહેવામાં આવે છે કે પુરુષ ચિત્તવૃત્તિને જાણે છે. આમ, પુરુષને થતું ચિત્તવૃત્તિનું જ્ઞાન એ જ દર્શન છે.
ચિત્ત પોતે પોતાને જાણે છે એમ ન માનતાં પુરુષ ચિત્તને જાણે છે એમ માનવાનું શું કારણ છે ? આનો ઉત્તર પતંજલિ અને વ્યાસ નીચે પ્રમાણે આપે
ચિત્ત પોતાને અને પોતાના વિષયને એકસાથે જાણે છે એમ માનવું બરાબર નથી કારણ કે એક જ ક્ષણે ચિત્તને પોતાનું અને પોતાના વિષયનું જ્ઞાન થઈ શકે જ નહીં.181 ચિત્ત માત્ર પોતાના વિષયને જ જાણે છે. તે પોતે પોતાને જાણતું જ નથી કારણ કે તે દશ્ય છે. 32 જે દૃશ્ય છે તે પુરુષસંવેદ્ય છે. અર્થાત ચિત્ત પોતે પોતાને જાણતું નથી પણ પુરુષ તેને જાણે છે. ચિત્તનું જ્ઞાન ચિત્તને પોતાને નથી પરંતુ પુરુષને છે. જ્ઞાતા અને શેય એક જ ન હોઈ શકે કારણ કે કર્તા અને કર્મ કદી એક હોતાં નથી. ગમે તેટલી ધારવાળી તલવાર હોય પણ તે પોતે પોતાને કાપી ન શકે. વળી, ચિત્ત સદા અગ્રાહ્ય યા અજ્ઞાત જ રહે છે એવું તો માની શકાય જ નહીં, કારણ કે “મારું ચિત્ત ક્રોધયુક્ત છે,”