________________
૮૭ · । જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપ) દર્શન
महावीर के मुख्य शिष्य इन्द्रभूति और जमाली का एक संवाद है जो सर्वज्ञत्व के अर्थ पर प्रकाश डालता है । जमाली महावीर का प्रतिद्वंद्वी है । उसे उसके अनुयायी सर्वज्ञ मानते होगे । इसलिए जब वह एक बार इन्द्रभूति से मिला तो इन्द्रभूति ने उससे प्रश्न किया के कहो जमाली ! तुम यदि सर्वज्ञ हो तो जवाब दो कि लोक शाश्वत है या अशाश्वत ? जमाली चुप रहा तिस पर महावीरने कहा कि तुम कैसे सर्वज्ञ ? देखो इसका उत्तर मेरे असर्वज्ञ शिष्य दे सकते हैं तो भी मैं उत्तर देता हूँ कि द्रव्यार्थिक दृष्टि से लोकं शाश्वतं है और पर्यायार्थिक दृष्टि से अशाश्वत । महावीर के इस उत्तर से सर्वज्ञत्व के जैनाभिप्रेत अर्थ के असली स्तर का पता चल जाता है कि द्रव्य - पर्याय સમય દ્રષ્ટિ સે પ્રતિપાવન રતા હૈ વહી સર્વજ્ઞ હૈ''129
ત્રીજું, “સર્વ”નો એક અર્થ અખંડ એવો થાય છે.130 જે જ્ઞાન અખંડ વસ્તુને જાણે તે જ્ઞાન સર્વજ્ઞ કહેવાય. અર્થાત્ જે જ્ઞાન વસ્તુને ખંડતઃ નહીં પણ અખંડપણે જાણે તે જ્ઞાન સર્વજ્ઞ. આવું જ્ઞાન શુકલ ધ્યાનની નિર્વિતર્ક નિર્વિચાર ભૂમિકાએ સાધકને સંભવે. એટલે શુકલધ્યાનની આ કોટિ જેણે સિદ્ધ કરી હોય તે સર્વજ્ઞ કહેવાય.
ચોથું, આ અધ્યાત્મશાસ્ત્ર છે, એટલે આ અધ્યાત્મને દૃષ્ટિમાં રાખી અધ્યાત્મશાસ્ત્રના આદર્શરૂપ પૂર્ણતાએ પહોંચવા જે કંઈ જાણવું જરૂરી હોય તે સર્વને જાણનારું જ્ઞાન તે સર્વજ્ઞત્વ. સર્વજ્ઞત્વનો આવો અર્થ કરતાં સર્વજ્ઞત્વ અને ધર્મજ્ઞત્વ બન્ને સમાનાર્થ બની જાય છે. આમ અધ્યાત્મશાસ્ત્રમાં ધર્મજ્ઞત્વ એ જ સર્વજ્ઞત્વ છે. આ સંદર્ભમાં પંડિત સુખલાલજીએ જે કહ્યું છે તે અત્યંત મહત્ત્વનું છે. તેઓ લખે છે : ‘‘તિણ મેરી રાય મેં બૈન પરમ્પરા મેં સર્વજ્ઞત્વ ા ગમતી अर्थ आध्यात्मिक साधना में उपयोगी सब तत्त्वों का ज्ञान यही होना चाहिए, नहीं कि त्रैकालिक समग्र भावों का साक्षात्कार ।” 131
પાંચમું, જૈન શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે અલ્પમોહીને થોડુંક જ્ઞાન હોય તો પણ તે જ્ઞાની છે જ્યારે બહુમોહીને બધાં જ શાસ્ત્રોનું જ્ઞાન હોય તો પણ તે અજ્ઞાની છે.132 આ દર્શાવે છે કે જૈનોને મતે સંખ્યાની દૃષ્ટિએ કેટલી વસ્તુ વ્યક્તિ જાણે છે તેનું મહત્ત્વ નથી. પરંતુ તેની આંતરિક શુદ્ધિ કેટલી છે તેનું મહત્ત્વ છે. આવું હોઈને જે નિર્મોહી છે યા વીતરાગી છે તેને સંખ્યાની દૃષ્ટિએ થોડી વસ્તુઓનું જ્ઞાન હોય તો પણ તે પૂર્ણજ્ઞાની છે એવું ફલિત થાય. અને આમ, આપણે અગાઉ કહી ગયા તેમ જે જ્ઞાન અકિલષ્ટ છે, જે જ્ઞાન રાગથી અસંસ્કૃષ્ટ છે તે જ્ઞાન પૂર્ણજ્ઞાન છે એમ સ્પષ્ટપણે ફલિત થાય છે.