________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
૮૬
•સર્વજ્ઞોની દેશનાના ભેદનો ખુલાસો : સર્વજ્ઞો વીતરાગીઓ છે અને તેઓ લોકોને દુઃખમુક્ત કરવા, વીતરાગી બનાવવા ઉપદેશ આપે છે. લોકોની યોગ્યતા અને અધિકાર ભિન્ન ભિન્ન હોઈ તેમને પચે એવા ઉપદેશો આપે છે. આમ, શ્રોતાઓની યોગ્યતાના ભેદે દેશનાભેદ છે. જેમ કુશળ વૈદ્ય એકના એક રોગથી પીડાતા દરદીઓને રોગની તીવ્રતા-મંદતાના તેમજ પ્રકૃતિભેદના આધારે જુદી જુદી દવા આપે છે તેમ ભવરોગથી પીડાતા લોકોને તે વ્યાધિની તીવ્રતામંદતાને આધારે તેમજ પ્રકૃતિભેદને આધારે ઉપદેશરૂપ જુદી જુદી દવા આપે છે. આમ, ઉપદેશભેદ તે તેમની અસર્વજ્ઞતાનો સૂચક નથી પણ તેમના ઉપાયકૌશલનો સૂચક છે. સર્વજ્ઞો ભવવ્યાધિભિષવરો છે.127
કેવળજ્ઞાનનો મૂળ અર્થ પ્રાચીનોને શું અભિપ્રેત હશે તે કહેવું કઠિન છે. કેવળજ્ઞાન એ નામ ઉપરથી તાર્કિકોએ માનેલ સર્વજ્ઞત્વનો અર્થ નીકળતો લાગતો નથી. કેવળજ્ઞાન નામમાં રહેલ “કેવળ” પદનો એક અર્થ ‘“વિશુદ્ધ” એવો થાય છે. ‘કેવળજ્ઞાન' પદનો અર્થ શુદ્ધ જ્ઞાન એટલો જ થાય. શુદ્ધ જ્ઞાન એટલે રાગથી અકિલષ્ટ એવું જ્ઞાન. કેવળજ્ઞાન એ વીતરાગીનું જ્ઞાન છે એ હકીકત સાથે આનો બરાબર મેળ ખાય છે, અને યોગદર્શનમાં પતંજલિએ જે અકિલષ્ટ ચિત્તવૃત્તિઓની વાત કરી છે તે અકિલષ્ટ ચિત્તવૃત્તિ અને આ કેવળજ્ઞાન એ બન્ને એક જ પરિસ્થિતિને સૂચવે છે. શુદ્ધજ્ઞાનનો બીજો અર્થ ૫૨ પદાર્થથી અસંસ્કૃષ્ટ જ્ઞાન એવો પણ થઈ શકે, એટલે જે જ્ઞાન કેવળ આત્મસન્નિષ્ઠ છે તે જ્ઞાન કેવળજ્ઞાન: આ બે અર્થો કેવળજ્ઞાન એ નામથી સ્પષ્ટપણે સૂચિત થાય છે. લાગે છે તો એવું કે ઉત્તરકાળે સર્વ પદાર્થોની સર્વ અવસ્થાઓના સર્વજ્ઞત્વરૂપ જ્ઞાનની પ્રતિષ્ઠા બીજા દાર્શનિક વર્તુળોમાં થવાથી જૈન તાર્કિકોએ આ કેવળજ્ઞાનને તે સર્વજ્ઞત્વરૂપ' જ્ઞાનનો વાધો પહેરાવી દીધો.
“સર્વજ્ઞ” એ શબ્દમાં રહેલા “સર્વ”નો કંઈ એક અર્થ થતો નથી. ન્યાયવૈશેષિક દર્શનમાં વાત્સ્યાયને આત્માને સર્વજ્ઞ કહ્યો છે. ત્યાં કહેવાનો આશય એ છે કે ચક્ષુનો વિષય કેવળ રૂપ છે, શ્રોત્રનો વિષય કેવળ શબ્દ છે, રસેન્દ્રિયનો વિષય રસ છે, સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે પરંતુ આત્માનો વિષય રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ છે.128
બીજું, ‘“સર્વ’નો અર્થ સંખ્યાની દૃષ્ટિએ બધી વસ્તુઓ નહીં પરંતુ એક જ વસ્તુના બધા અંશો એવો પણ થઈ શકે અર્થાત્ એક વસ્તુને બધી અપેક્ષાથી જે જાણે તે સર્વજ્ઞ. આમ, અહીં સર્વ એટલે અનેકાન્ત. આ સંદર્ભમાં પંડિત સુખલાલજીએ જે કહ્યું છે તે નોંધપાત્ર છે. તેઓ કહે છે : “માવતી सूत्र
में