________________
• જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ૮૪ આચાર્ય કુંદકુંદે નિયમસારના શુદ્ધોપયોગાધિકારમાં (ગાથા 158) લખ્યું છે કે “કેવલી ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે અને દેખે છે” આ કથન વ્યવહારનયથી છે પરંતુ નિશ્ચયનયથી તે પોતાના આત્મસ્વરૂપને જાણે છે અને દેખે છે. આ ઉપરથી ફલિત થાય છે કે કેવલીની પરપદાર્થજ્ઞતા વ્યાવહારિક છે, નૈશ્ચયિક નથી. વ્યવહારનયને અભૂતાર્થ અને નિશ્ચયનયને ભૂતાર્થ તેઓ ગણે છે.118 પરિણામે સર્વજ્ઞતાનું પર્યવસાન આત્મજ્ઞતામાં જ થઈ જાય છે. અને આમ, ઉપનિષદના “ઝાત્મનો [ = ] વિજ્ઞાનેન્દ્ર સર્વવિદિતં મવતિ” એ વાક્યના આશયથી તદન નજીક કુંદકુંદનો વિચાર પહોંચી જાય છે. ઉપનિષદનું આ સર્વજ્ઞત્વ એ આત્મજ્ઞત્વ જ છે. “આત્મા જ સર્વ કંઈ છે, સર્વના સારભૂત છે, એને જાણે સર્વ જાણું” એ ભાવ છે. બૌદ્ધ ધર્મજ્ઞતા અને સર્વજ્ઞતાનું વિભાજન કરી તેમાં ગૌણ-મુખ્યભાવ બતાવે છે. તેઓ માને છે કે સાધકોને માટે ઉપદેશક ધર્મજ્ઞ હોય એ પૂરતું છે, તેના સર્વજ્ઞત્વની કોઈ આવશ્યક્તા નથી. આમ, તેઓ ધર્મજ્ઞત્વ ઉપર ભાર મૂકે છે, સર્વજ્ઞત્વ ઉપર નહીં. આથી ઊલટું જૈનો સર્વજ્ઞત્વ ઉપર ભાર મૂકે છે. સર્વજ્ઞત્વ વિના પૂર્ણ ધર્મજ્ઞત્વ ઘટે નહીં, એમ જૈન માને છે, કારણકે જ્યાં સર્વજ્ઞત્વ નથી ત્યાં વીતરાગતા નથી અને જયાં વીતરાગતા નથી ત્યાં ધર્મનો સર્વથા સાક્ષાત્કાર પણ નથી.
સર્વજ્ઞત્વની સિદ્ધિ માટે જૈન તાર્કિકો નીચે પ્રમાણે દલીલો આપે છે : (૧) જે વસ્તુ સાતિશય હોય છે. અર્થાત્ તરતમભાવાપન્ન હોય છે તે વધતી વધતી ક્યાંક ને ક્યાંક પૂર્ણદશાને પ્રાપ્ત કરે છે, જેમ કે પરિમાણ. પરિમાણ નાનું પણ છે અને તરતમભાવથી મોટું પણ છે. તેથી તે આકાશમાં પૂર્ણતાને પ્રાપ્ત કરતું જણાય છે. એ જ દશા જ્ઞાનની પણ છે. જ્ઞાન ક્યાંક અલ્ય છે તો ક્યાંક અધિક છે. આ રીતે તરતમભાવવાળું દેખાય છે. તેથી તે ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ પણ હોવું જોઈએ. જેમાં તે પૂર્ણકલાપ્રાપ્ત થશે તે જ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પ્રમાણમીમાંસામાં 20 આ યુક્તિ આપી છે – પ્રજ્ઞાતિરાવિઝાન્યાિિસદ્ધેસ્તત્સદ્ધિા () સૂક્ષ્મ, અન્તરિત અને દૂરવર્તી – કાલિક અને દૈશિક દૃષ્ટિએ – પદાર્થો કોઈકને પ્રત્યક્ષ હોય છે જે કારણ કે તે પદાર્થો અનુમેય છે. જે અનુમય હોય તે કોઈકને પ્રત્યક્ષ હોય જ.121 (૩) સૂર્યગ્રહણ આદિના જ્યોતિર્લાનના ઉપદેશની યથાર્થતા અને અવિસંવાદિતા સર્વજ્ઞત્વ સિદ્ધ કરે છે. 122 (૪) સર્વજ્ઞ છે કારણ કે બાધક પ્રમાણોની અસંભવતાનો પૂર્ણ નિશ્ચય છે.12 સર્વજ્ઞનું બાધક પ્રમાણ પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષના આધારે જે વ્યક્તિ કહે કે કોઈ દેશ કે કોઈ કાળે કોઈ સર્વજ્ઞ નથી તે વ્યક્તિ પોતે જ સર્વજ્ઞ બની જશે. પ્રત્યક્ષના બળે બધા દેશ