________________
૮૩ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂપી દર્શન કર્મરૂપ આવરણોને લઈને તે અનંતજ્ઞાન પૂર્ણ પ્રગટ થઈ શકતું નથી. પરંતુ
જ્યારે રાગાદિ કષાયોનો નાશ કરવામાં આવે છે ત્યારે પરિણામે જ્ઞાનાવરણીય કર્મોનો પણ નાશ થઈ જાય છે અને અનંતજ્ઞાન પૂર્ણરૂપે પ્રગટ થાય છે. આમ, સર્વજ્ઞત્વનું સાક્ષાત્ કારણ છે જ્ઞાનાવરણીય કર્મોનો નાશ અને પરંપરાથી કારણ છે રાગાદિ કષાયોનો નાશ.10
જૈનદર્શન અનુસાર સર્વજ્ઞત્વનું વર્ણન નીચે પ્રમાણે છે : (૧) સર્વજ્ઞત્વ અપરોક્ષ જ્ઞાન છે. તે ઈન્દ્રિય, મનના માધ્યમથી જાણતું નથી, પણ સાક્ષાત્ જાણે છે. તેથી તેમાં અવગ્રહ, ઈહા, અવાય, ધારણા અવસ્થાઓને સ્થાન નથી. (૨) તે બધા દ્રવ્યોની બધી વ્યક્તિઓને અને તેમની ત્રિકાલવર્તી અવસ્થાઓને યુગપદ્ જાણે છે.12 જોયો અનંત હોઈ ક્રમથી બધા શેયોને જાણવા શક્ય નથી.13 (૩) જેને સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું હોય છે તે આત્માના બધા પ્રદેશો સર્વાક્ષગુણોથી સમૃદ્ધ બની જાય છે. 114 અર્થાત, એક એક ઈન્દ્રિય એક એક ગુણને જાણે છે, જેમકે આંખ રૂપને જ, નાક ગંધને વગેરે, જ્યારે સર્વજ્ઞ આત્માનો પ્રત્યેક પ્રદેશ બધા જ સ્પર્શાદિ વિષયોને જાણે છે. (૪) સર્વજ્ઞત્વ બધાને જાણતું હોવા છતાં બાહ્ય શેય પદાર્થો તેને કોઈ અસર કરતાં નથી, અર્થાત આ જ્ઞાન એવું છે કે જેની સાથે રાગાદિ ભાવો ઉત્પન્ન થતા નથી.115 સર્વજ્ઞત્વ વર્તમાન પર્યાયોની જેમ અતીત અને અનાગત પર્યાયોને સાક્ષાત્ જાણે છે. અહીં કોઈને શંકા થાય કે વર્તમાનકાળના યોના આકાર જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ શકે છે પરંતુ અતીત અને અનાગત પર્યાયોનું પ્રતિબિંબ કેવી રીતે સંભવે ? આનું સમાધાન એ છે કે જ્યારે છદ્મસ્થ જ્ઞાની તપસ્વી પણ યોગબળથી જ્ઞાનમાં નિર્મળતા આવતાં અતીત અને અનાગત પર્યાયોને જાણી શકે છે, તો પછી સર્વજ્ઞનું સમસ્ત આવરણોથી રહિત પૂર્ણતઃ નિર્મળ જ્ઞાન અતીત, અનાગત પર્યાયોને જાણે એમાં શું આશ્ચર્ય? જ્ઞાનનો સ્વભાવ જ એવો છે, સ્વભાવમાં તર્ક ચાલી શકે નહીં. અતીત અને અનાગત પર્યાયોને અસબૂત કહીએ છીએ, કારણ કે તેઓ વર્તમાન નથી પરંતુ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થવાની અપેક્ષાએ અતીત-અનાગત પર્યાયો સદ્ભૂત કહેવાય છે.16
કેવળજ્ઞાનમાં અતીત અને અનાગત શેયોના આકારો એવી રીતે પ્રતિબિંબિત થાય છે જેમ કોઈ શિલ્પી ભૂત, ભવિષ્ય બંને કાળના ચોવીસ તીર્થકરોની આકૃતિઓ પત્થર ઉપર ઉત્કીર્ણ કરી દે છે. જો કેવળજ્ઞાનમાં અનાગત પર્યાય તથા અતીત પર્યાય અનુભવગોચર ન થાય તો એ જ્ઞાનને સર્વોત્કૃષ્ટ અને સ્તુતિયોગ્ય કોણ કહેશે ?li7