________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા ૮૨ વિવિધ સ્વરૂપની તથા સમર્થક અને વિરોધીયુક્તિવાદોની ક્રમશઃ વિકસિત સૂક્ષ્મ અને સૂક્ષ્મતર સ્પષ્ટ તેમ જ મનોરંજક ચર્ચાઓ પ્રાપ્ત થાય છે.
સર્વજ્ઞત્વના નાસ્તિકપક્ષકાર મુખ્યતયા ત્રણ છે - ચાર્વાક, અજ્ઞાનવાદી અને પૂર્વમીમાંસક; અને સર્વજ્ઞત્વના આસ્તિકપક્ષકારોમાં અનેક દર્શનોનો સમાવેશ થાય છે જેમાં ન્યાય-વૈશેષિક, સાંખ્યયોગ, વેદાન્ત, બૌદ્ધ અને જૈનદર્શન મુખ્ય છે.
ચાર્વાક ઈન્દ્રિયગમ્ય ભૌતિક જગતને જ માને છે. પરિણામે તેના મતમાં અતીન્દ્રિય આત્મા તથા તેની શક્તિરૂપ સર્વજ્ઞત્વ આદિને માટે કોઈ સ્થાન નથી. આધુનિક વૈજ્ઞાનિકોની જેમ અજ્ઞાનવાદી એમ માનતા જણાય છે કે જ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાનની પણ એક સીમા હોય છે. જ્ઞાન ગમે તેટલું ઉચ્ચ કક્ષાનું કેમ ન હોય પરંતુ તે સૈકાલિક બધા સ્કૂલ-સૂક્ષ્મ ભાવોને પૂર્ણપણે જાણવા સમર્થ નથી. વેદવાદી પૂર્વમીમાંસક આત્મા, પુનર્જન્મ, પરલોક વગેરે અતીન્દ્રિય પદાર્થો માને છે. કોઈપણ અતીન્દ્રિય જ્ઞાન થવામાં પણ તેમને આપત્તિ નથી. પરંતુ તેમના મતે ધર્મનું જ્ઞાન વેદથી જ થાય છે અને વેદ પુરુષકૃત નથી. એટલે કોઈને સાક્ષાત્ ધર્મનું જ્ઞાન થતું નથી. પરિણામે કોઈ સર્વને સાક્ષાત્ જાણી શકતો નથી અર્થાત આ અર્થમાં કોઈ સર્વજ્ઞ નથી. આમ છતાં વેદ દ્વારા ધર્મને કે સર્વને જાણવાનો નિષેધ તેમણે કર્યો નથી.05
ન્યાય-વૈશેષિક મતે જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી અને તેથી મુક્તિમાં જ્ઞાનનો અભાવ છે.106 પરંતુ તેમના મતેય કલેશરહિત જીવન્મુક્ત સર્વજ્ઞ હોઈ
શકે છે.107 ન્યાય-વૈશેષિકો પણ નિત્યમુક્ત જગત્કર્તા સર્વજ્ઞ ઈશ્વરને માને છે. - તેમનો ઈશ્વર સદાય સર્વ પદાર્થોને જાણે છે. તેની સર્વજ્ઞતા નિત્ય છે. 108 જૈન
અને બૌદ્ધો નિત્યમુક્ત ઈશ્વરને જ સ્વીકારતા નથી. જૈનને મતે કેવલી સદા સર્વ વસ્તુઓને સાક્ષાત યુગપદ્ જાણે છે,109 જ્યારે બૌદ્ધોને મતે બુદ્ધ જ્યારે તેમને જે વસ્તુને જાણવાની ઇચ્છા થાય ત્યારે તે વસ્તુને જાણે છે. યદ્ વત્ इच्छति बोद्धं वा तत्तद्वेत्ति नियोगतः । शक्तिरेवंविधा ह्यस्य प्रहीणावरणो ह्यसौ। તત્વ. ઝારિશ 3526. સાંખ્યયોગ સર્વજ્ઞત્વને સ્વીકારે છે. તેમની માન્યતાની ચર્ચા આ પ્રકરણમાં જ યથાસ્થાને કરવાની હોઈ અહીં તેનો નિર્દેશમાત્ર કર્યો છે. જૈનદર્શન સર્વજ્ઞત્વ વિશે શું મત ધરાવે છે તે વિસ્તારથી જોઈએ.
જૈનો સર્વજ્ઞત્વને કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન બધા જ દ્રવ્યો અને તેમનાં બધા જ પર્યાયોને (અતીત, વર્તમાન અને અનાગત અવસ્થાઓને) જાણે છે. - આત્મા અનંતજ્ઞાનસ્વરૂપ છે પરંતુ રાગાદિ કષાયોને કારણે જ્ઞાનાવરણીય