________________
<x
re
સાંન વેદાન્તમાં વિધાવિયાર જ્ઞાન થઈ શકે નહિ. ‘ઘટાનુમિતિ નથી’ એવા અભાવજ્ઞાનમાં ઘટાનુમિતિત્વધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદરૂપે ભાસે છે, ઘટજ્ઞાનત્વ પ્રતિયોગિતાવચ્છેદકરૂપે ભાસતો નથી- ઘટજ્ઞાનત્વ અહીં પ્રતિયોગિતાવચ્છેદક નથી. અભાવના જ્ઞાનમાં પ્રતિયોગ્યેશનો પ્રકારીભૂત ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક હોય છે. જો દૈતવાદી હે કે ઘટવિષયક પ્રત્યક્ષજ્ઞાન હોતાં ‘ઘટજ્ઞાન નથી’ એવું જ્ઞાન થઈ શકે નહિ કારણ કે ઘટવિષયક કોઈક જ્ઞાન જ ઘટાભાવજ્ઞાનનું પ્રતિબંધક છે તો અમે અદ્વૈતવાદી કહીશું કે કોઈક જ્ઞાન હોતાં ‘મારામાં જ્ઞાન નથી’ એવું જ્ઞાન પણ થઈ શકે નહિ કારણ કે કોઈક જ્ઞાન જ જ્ઞાનાભાવજ્ઞાનનું પ્રતિબંધક છે. અને જો મૈતવાદી પૂછે કે પ્રદર્શિત વ્યાપ્તિગ્રહણસ્થળે વિશેષધર્મોવચ્છિન્ન વ્યાપ્તિ સામાન્યધર્માવચ્છિન્નરૂપે ગૃહીત થાય કેવી રીતે ?, તો અદ્વૈતવાદી ઉત્તરમાં કહે છે કે વિશેષધર્માવચ્છિન્ન વ્યાપ્તિ પણ સામાન્યધર્માવચ્છિન્નરૂપે ગૃહીત થવામાં કોઈ પણ બાધક પ્રમાણ ન હોવાથી તેમ બની શકે છે. બાધક નથી એટલે બની શકે પરંતુ બાધક હોય તો પણ તે બની શકે એમ હેવાય નહિ. અહીં અદ્વૈતસિદ્ધિકરે કહ્યું છે કે ‘સામાન્યાનન્તેયેપિ મ યોષઃ’ (‘સામાન્યાવચ્છેદ હોય તો પણ’ અર્થાત્ સામાન્યાવચ્છેદ હોતો જ નથી પરંતુ હોય તો પણ). અહીં ‘અપિ’કાર દ્વારા સૂચિત થાય છે કે અદ્વૈત્તસિદ્દિકારને આવો સ્વીકાર અભિપ્રેત નથી. પ્રદર્શિત વ્યાપ્તિ ગગનાદિ નિત્ય દ્રવ્યમાં નથી. તેથી શુદ્ધ પ્રમેયત્વ ધર્મ પ્રદર્શિત વ્યાપ્તિનો અવચ્છેદક બની શકે નહિ. વ્યાપ્તિનો સમનિયત ધર્મ જ વ્યાપ્તિનો અવચ્છેદક બને, અતિક્ત ધર્મ અવચ્છેદક બની શકે નહિ. વૃત્તિમપ્રમેયમાત્રમાં અવસ્થિત વ્યાપ્તિનો વૃત્તિમપ્રમેયત્ન ધર્મ જ અવચ્છેદક બને, શુદ્ધ પ્રમેયત્વ ધર્મ અવચ્છેદક બની શકે નહિ. પ્રદર્શિત વ્યાપ્તિ વૃત્તિમવાવચ્છેદે ગૃહીત થઈ શક્તી હોઈ પ્રદર્શિત અર્થવિશેષણદોષ પણ આવતો નથી. જો વ્યાપ્તિમાં વૃત્તિમપ્રમેયાવચ્છિન્નત્વ ધર્મ હોય તો તેના ગ્રહણમાં પણ કોઈ દોષ નથી. અને જો વ્યાપ્તિમાં વૃત્તિઅપ્રમેયાવચ્છિન્નત્વ ધર્મ ન હોય તો જેમાં જે ધર્મ નથી તેમાં તે ધર્મનું જ્ઞાન થતાં ભ્રમ જ થયો કહેવાય. આ વાત અદ્વૈતસિદ્ધિની ટીકા લઘુચન્દ્રિકામાં ગૌડ બ્રહ્માનંદે ક્હી છે. ગૌડ બ્રહ્માનંદે અદ્વૈતસિદ્ધિના ‘અપિ’ શબ્દનું આ તાત્પર્ય દર્શાવ્યું છે."
Te
આની સામે દ્વૈતવાદી કહે છે કે જો કોઈ પણ વિશેષ વસ્તુનો અભાવ સામાન્યધર્માવચ્છિન્ન પ્રતિયોગિતાક હોઈ શતો જ ન હોય અર્થાત્ જો સામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકરૂપે વિરોષ વસ્તુના અભાવનું જ્ઞાન થઈ શકતું જ ન હોય તો પ્રાગભાવનું જ્ઞાન પણ થઈ શકે જ નહિ. આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકરજણાવે છે કે મૈતવાદીએ દર્શાવેલી આપત્તિ ઇટાપત્તિ છે, કારણ કે પ્રાગભાવનું જ્ઞાન થઈ શકતું જ નથી, અસંભવ છે. અહીં મૈતવાદી કહે છે કે ‘ઘટો વિષ્યતિ (ઘડો થશે)’ એવા જ્ઞાનનો વિષય ઘટપ્રાગભાવ છે. ઘટત્વરૂપે ધવિશેષનો પ્રાગભાવ જ ‘પટો અવિષ્યતિ' એવા જ્ઞાનનો વિષય છે. આના ઉત્તરમાં અદ્વૈતસિદ્દિકાર જણાવે છે કે ‘ઘટો ભવિષ્યતિ’ એવા જ્ઞાનનો વિષય ધાત્વર્થની ભવિષ્યત્તામાત્ર છે. ‘પૂ’ ધાતુની પછી ભવિષ્યત્કાલવાચી લૂટ્ર્ વિભક્તિનો પ્રયોગ થયો હોવાથી ‘મૂ’ ધાતુના અર્થની (= ઉત્પત્તિની) ભવિષ્યત્તામાત્ર ઉક્ત જ્ઞાનનો વિષય બને છે. ‘ઘટો મવિષ્યતિ' એવા જ્ઞાનનો વિષય પ્રાગભાવ નથી જ. જો પ્રાગભાવ જ ‘મવિષ્યતિ' એવા જ્ઞાનનો વિષય હોત તો દિનાન્તરે ઉત્પત્સ્યમાન ઘટમાં પણ વર્તમાન એદ્દિનવૃત્તિ પ્રાગભાવનું પ્રતિયોગિત્વ છે એટલે ‘મદ્ય ઘટો વિકૃત’ એવું જ્ઞાન થવાની આપત્તિ આવે, કારણ કે ‘પ્રવિત્તિ' જ્ઞાનનો વિષય પ્રાગભાવ છે અને દિનાન્તરે
.