________________
૮૫
ભાવરૂપ અવિઘાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ ઉત્પસ્યમાન ઘટનો પ્રાગભાવ આજે પણ છે. અહીં તવાદી આપત્તિ આપે છે કે પવિષ્યતિ એવા જ્ઞાનનો વિષય જો પૂ’ ધાતુના અર્થની (= ઉત્પત્તિની) ભવિષ્યના હોય તો આ ભવિષ્યત્તા વસ્તુ શી છે? પ્રાગભાવ ન માનીએ તો ભવિષ્યકાલનું નિરૂપણ કરી શકાય નહિ. પ્રાગભાવના અધિકરણફાલને જ ભવિષ્યત્કાલ કહેવામાં આવે છે. આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે પ્રાગભાવનો સ્વીકાર ન કરીએ તો પણ ભવિષ્યત્કાલસંબંધરૂપ ભવિષ્યત્તા નિરૂપિત થઈ શકે. પ્રતિયોગી અને પ્રતિયોગીના ધ્વસનું અનાધારકાલ સંબંધિત્વ જ ભવિષ્યત્વ છે. જે કાળે પ્રતિયોગી પણ નથી કે પ્રતિયોગીનો ધ્વંસ પણ નથી તે કાળને જ ભવિષ્યકાલ કહેવામાં આવે છે. પ્રાગભાવના આધારકાલને ભવિષ્યત્કાલ કહેવાની જરૂર નથી. પ્રતિયોગીનો આધારકાલજ વર્તમાનકાલ છે અને પ્રતિયોગીના ધ્વસનો આધારકાલ જ અતીતકાલ છે તથા જે કાલ પ્રતિયોગીનો કે પ્રતિયોગીના ધ્વસનો આધાર નથી તે કાલ જ ભવિષ્યત્કાલ છે. ભવિષ્યકાલના નિરૂપણને માટે પ્રાગભાવ માનવાની જરૂર જ નથી. અહીં દૈતવાદી જિજ્ઞાસા કરે છે કે જો અદ્વૈતવાદીની આવી જ માન્યતા હોય તો તેના મનમાં ધ્વસનું લક્ષણ શું બનશે? આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે જે પ્રાગભાવ સ્વીકારતા નથી તેમના મતમાં કાદાચિત્કાભાવત્વ જ વંસત્વ છે. અન્યોન્યાભાવ અને અત્યન્તાભાવ ઉત્પત્તિવિનાશરહિત હોઈ સદાતન છે પરંતુ કદાચિક નથી. ધ્વસની ઉત્પત્તિ છે એટલે તે સદાતન નથી પણ કાદાચિક છે. “કાદાચિકનો અર્થ છે કદાચિતવૃત્તિ. જે વસ્તુ કદાચિત્ હોય તેને કદાચિત્ક કહેવાય. અર્થાત્, જે વસ્તુ ક્યારેક હોય અને ક્યારેક ન હોય (કોઈક કાળે હોય અને કોઈક કાળે ન હોય) તેને કદાચિક કહેવાય. જે પ્રાગભાવનો સ્વીકાર કરે છે તેમના મતમાં પ્રાગભાવ પણ કદાચિત્ય છે. તેથી તેમનામતમાં કાદાચિત્કાભાવત્વ વંસનું લક્ષણ બની શકે નહિ. તેમના મતમાં ધ્વસનું લક્ષણ આવું બને – પ્રતિયોગીનું અજનક કદાચિત્કાભાવત્વ જ વંસ છે. પ્રાગભાવકાદાચિત્કાભાવ હોવા છતાં તે પ્રતિયોગીનો જનક છે. ધ્વસ પ્રતિયોગીનો જનક નથી પણ પ્રતિયોગીજન્ય છે. તેથી પ્રતિયોગીનો અજનક કાદાચિકાભાવ જ ધ્વંસ છે. કદાચિત્કા
ભાવત્વનો આવો અર્થ પહેલાં કહી ગયા છીએ. તેમ છતાં વધુમાં કહી શકાય કે જે અભાવ - કોલત્વનો વ્યાપક નથી તે જ કદાચિક અભાવ. અથવા, કાદાચિત્કાભાવત્વ અખંડ ઉપાધિરૂપ ' પણ કહેવાય. પરંતુ આમ તો કદી ન કહેવાય કે પ્રાગભાવના પ્રતિયોગીનો અભાવ જ - કદાચિકાભાવ. જે પ્રાગભાવ સ્વીકારતા નથી તે પ્રાગભાવઘટિત ધ્વંસનું નિરૂપણ કરવા પ્રયાસ
જ કરતા નથી.” . . જે પ્રાગભાવ સ્વીકારે છે તે પ્રતિયોગીના જનક અભાવને જ પ્રાગભાવ કહે છે. પ્રતિ
યોગિજનકાભાવત્વ જ પ્રાગભાવત્વ છે. પ્રાગભાવનું પ્રતિયોગિજનકપણું ધર્મિગ્રાહકપ્રમાણસિદ્ધ છે, એમ તેઓ કહે છે. પ્રાગભાવ પ્રતિયોગીનો જનક હોઈ ઉત્પન્ન વસ્તુની પુનઃ ઉત્પત્તિ થતી નથી. ઉત્પન્ન વસ્તુનો પ્રાગભાવ નાશ પામી ગયો હોવાથી તે પુનઃ ઉત્પન્ન થઈ શકે નહિ. પ્રાગભાવનું સમર્થન અને ખંડન અદ્વૈતદીપિકાના દ્વિતીય પરિચ્છેદમાં છે. આ વાતની વિસ્તૃત ચર્ચા કરી નૃસિંહાશ્રમે વિવરણની ટીકા ભાવપ્રકાશિકામાં પ્રાગભાવનું ખંડન કર્યું છે. ચિસુખીમાં પણ પ્રાગભાવનું ખંડન છે. મધુસૂદન સરસ્વતીએ પણ અતરત્નરક્ષણમાં પ્રાગભાવનું ખંડન કર્યું છે.