________________
૮૨
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર હોવા છતાં કેવલાન્વયિત્વની રક્ષા કાજે વૈશેષિકોએ આવું સ્વીકાર્યું છે. તેથી તેમણે ઉત્પત્તિ અને જ્ઞપ્તિમાં આત્માશ્રયાદિ દોષનીદૂષક્તા સ્વીકારી છે પરંતુ તેમણે સ્થિતિમાં આત્માશ્રયાદિ દોષની દૂષક્તા સ્વીકારી નથી. પ્રમેયત્વ પ્રમેયત્વમાં સ્થિત હોઈ શકે છે એમ વૈશેષિકો સ્વીકારે છે. તેમ ન સ્વીકારતાં પ્રમેયત્યાદિ ધર્મના કેવલાશ્વયિત્વનો ભંગ થઈ જાય. કેવલાન્વયી ધર્મની સ્થિતિમાં આત્માશ્રયદોષ આવતો નથી એવો તેમનો અભિપ્રાય છે. જે હો તે, વૈશેષિકો બધા જ સાત પદાર્થોમાં પ્રમેયત્વ વગેરે ધર્મો સ્વીકારે છે. બધા પદાર્થો પ્રમેય છે, બધા પદાર્થો અભિધેય છે એમ સ્વીકારતાં જે વસ્તુ પ્રમેયવાનું છે તે વસ્તુ અભિધેયવાનું છે એવી વ્યાપ્તિનો પણ સ્વીકાર થઈ જાય છે. અને તેમાં મધેયવત્ પ્રમેયાત્’ એ અનુમાનને માટે જ્યાં જ્યાં પ્રમેય છે ત્યાં ત્યાં અભિધેય છે એવી વ્યાપ્તિનો નિશ્ચય થાય છે. આ વ્યાપ્તિના ગ્રહણ સમયે પ્રમેયમાં અભિધેયની જે વ્યક્તિ છે તે વ્યાપ્તિનો અવચ્છેદક ધર્મ વૃત્તિમ...મેયત્વ છે. વૃત્તિમ...મેય–ાવચ્છેદમાં અભિધેયની સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ ગૃહીત થાય છે, આ અભિધેયસામાનાધિકરણ્યરૂપ ' વ્યાપ્તિનો અવચ્છેદક ધર્મ વૃત્તિમભ્રમેયત્વ છે. ગગન વગેરે નિત્ય દ્રવ્યો પ્રમેય હોવા છતાં તે વૃત્તિમ...મેય નથી. નિત્ય દ્રવ્ય આધેય હોતું નથી, તે કશામાં રહેતું (વૃત્તિમ) નથી. જ્યારે અમુમાં પ્રમેય રહે છે એમ કહેવામાં આવે છે ત્યારે ત્યાં આધેય પ્રમેય જ અર્થાત્ વૃત્તિમ પ્રમેય જ હોય છે, અવૃત્તિમ પ્રમેય હોતું નથી. ગગનાદિ નિત્ય દ્રવ્યનું અધિકરણ અપ્રસિદ્ધ છે. તેથી, સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ નિત્ય દ્રવ્યમાં હોઈ શકે જ નહિ. તેથી અભિધેયની સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ વૃત્તિમત્ પ્રમેયમાં હોવા છતાં એ વ્યાપ્તિનો અવચ્છેદક ધર્મ શુદ્ધ પ્રમેયત્વ જ છે, વૃત્તિમપ્રમેયત્વ નથી. વિશેષધર્માવચ્છિન્ન વ્યાપ્તિ પણ સામાન્ય ધર્મ દ્વારા જ ગૃહીત થાય છે. પ્રમેયત્વધર્મની અપેક્ષાએ વૃત્તિમ...મેયત્વધર્મગુરુરારીર હોઈ તેવૃત્તિમ...મેયત્વ ધર્મ વ્યાપ્યતાનો અવચ્છેદક બને નહિ. વળી, એક વાત એ કે ‘વૃત્તિમન્ત’ વિરોષણ નિરર્થક હોવાથી તેની આવશ્યક્તા નથી. શુદ્ધ પ્રમેયત્વને વ્યાપ્યતાવચ્છેદક માનતાં વ્યભિચારની કોઈ જ સંભાવના નથી. આમ “વૃત્તિમત્ત્વ વિશેષણ વ્યભિચારનું વાર નથી. વ્યભિચારનું અવારક વિશેષણ વ્યર્થ છે. તેથી વૃત્તિમપ્રમેયત્વને વ્યાપ્યતાનું અવચ્છેદક માનતાં વ્યર્થવિશેષણદોષ આવે. નિત્યદ્રવ્યનો કોઈ આશ્રય નથી, તે અવૃત્તિ છે. તેથી નિત્યદ્રવ્યમાં સામાનાધિકરણ્યતા છે નહિ, નિત્ય દ્રવ્ય કોઈની સાથે એક અધિકરણમાં રહેતું નથી, નિત્ય દ્રવ્યની કોઈની સાથે એકાધિકરણવૃત્તિ નથી. પરિણામે, જેમ નિત્ય દ્રવ્ય કોઈનું પણ વ્યાપ્ય બનતું નથી તેમ સાધ્યાભાવ સાથે સામાનાધિકરણ્યરૂ૫ વ્યભિચાર પણ અર્થાત્ વ્યાપ્તિનો અભાવ પણ નિત્ય દ્રવ્યમાં હોઈ શકે નહિ. નિત્યદ્રવ્ય જેમ કોઈ પણ સાધ્ય સાથે એક અધિકરણમાં રહેતું નથી તેમ કોઈ પણ સાધ્યાભાવ સાથે પણ એક અધિકરણમાં રહેતું નથી. નિત્ય દ્રવ્યનું અધિકરણ જ અપ્રસિદ્ધ છે. તેથી શુદ્ધ પ્રમેયત્વ ધર્મ પ્રદર્શિત વ્યાપ્તિનો અવચ્છેદક હોતાં જેમ લાઘવ આવે છે, શારીરકૃત ગૌરવ આવતું નથી તેમ વ્યભિચારદોષની પણ કોઈ સંભાવના બનતી નથી. વળી, વૃત્તિમપ્રમેયત્વ ધર્મને પ્રદર્શિત વ્યાપ્તિનો અવચ્છેદક માનતાં જેમ શરીરકત ગૌરવદોષ આવે છે તેમ તે ધર્મ વ્યભિચારનો અવારક હોતાં વ્યર્થવિરોષણદોષ પણ આવે છે. તેથી પ્રદર્શિત સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિનો અવચ્છેદક વસ્તુતઃ વૃત્તિમ...મેયત્વ ધર્મ હોવા છતાં શુદ્ધ પ્રમેયત્વરૂપે જ ઉક્ત વ્યાપ્તિ ગૃહીત થાય છે. તે ધર્મ જ વ્યાપ્યતાવચ્છેદક હોઈ શકે જે ધર્મ વ્યર્થવિરોષણદોષરહિત હોય તેમ જ વ્યભિચારી વસ્તુમાં ન રહેતો હોય (અવૃત્તિ હોય). શુદ્ધ