________________
શાંકર વેદાનમાં અવિવાવિયાર અભાવાનમાં ભાસતો જે પ્રતિયોગી હોય તે પ્રતિયોગીમાં રહેલો (પ્રતિયોગીવૃત્તિ) જે ધર્મ, હોય તે ધર્મપ્રકારક જ્ઞાન જ અભાવજ્ઞાનનું કારણ છે. તેથી તદ્દવ્યક્તિના પ્રાગભાવના જ્ઞાનમાં તવ્યક્તિત્વપ્રકારક જ્ઞાન કારણ નથી. પરંતુ તવ્યક્તિમાં રહેલ કોઈ પણ ધર્મપ્રકારક (તવ્યનિવૃત્તિધર્મપ્રકારક) જ્ઞાન થતાં તદ્દવ્યક્તિપ્રાગભાવનું જ્ઞાન થઈ શકે. અહીં શુદ્ધ ઘટત્યાદિ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મનથી એ સાચું, પણ તે શુદ્ધ ઘટતાદિ ધર્મ પ્રતિયોગિવૃત્તિધર્મ તો છે જ. તદ્દવ્યક્તિત્વ ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક છે. પ્રતિયોગી વ્યક્તિનું વ્યક્તિરૂપે જ્ઞાનના થાય અને ઘટત્વાદિરૂપે જ્ઞાન થાય તો પણ પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન થયું કહેવાય, અને અભાવજ્ઞાનમાં પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન જ કારણ છે – પ્રતિયોગિતાવચ્છેદકધર્મકારક, જ્ઞાન કારણ નથી જ. પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ પ્રતિયોગિવૃત્તિ પણ છે, પરંતુ બધા પ્રતિયોગિવૃત્તિ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક ધર્મ નથી. તઘટપ્રતિયોગિક અભાવનો પ્રતિયોગી તદ્ઘટ છે. એ તઘટવ્યક્તિમાં જેમ તદ્દઘટત્વ ધર્મ છે તેમ ઘટત્વ, દ્રવ્યત્વ વગેરે ધર્મો પણ છે. તઘટત્વ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક છે પણ ઘટત્વ, દ્રવ્યત્વ, પૃથ્વીત્વ વગેરે ધર્મો પ્રતિયોગિતાવચ્છેદક નથી. અગાઉ કહી ગયા છીએ કે પ્રતિયોગિતાવચ્છેદકધર્મપ્રકારક જ્ઞાન અભાવજ્ઞાનનું કારણ નથી, .. પણ પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન જ અભાવજ્ઞાનનું કારણ છે. પ્રતિયોગિતાવચ્છેદકધર્મપ્રકારક - જ્ઞાન પણ પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન છે. પરંતુ અભાવજ્ઞાનની પહેલાં પ્રતિયોગિતાવચ્છેદકધર્મપ્રકારક જ્ઞાન સંભવતું જ નથી. અભાવજ્ઞાનની બાબતમાં પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન થયા પછી જ અભાવશાન થાય છે. તદ્ઘટવ્યક્તિના પ્રાગભાવના જ્ઞાનની બાબતમાં પ્રતિયોગી તઘટવ્યક્તિ ઉત્પન્ન થઈ ન હોવાથી પ્રતિયોગિતાવચ્છેદક જે ધર્મ તદ્દઘટવ્યક્તિત્વ ત...કારક જ્ઞાન સંભવતું જ નથી, પણ તઘટવ્યક્તિવૃત્તિ ઘટવાદિ જે ધર્મ તકારક જ્ઞાન થવામાં કોઈ બાધા નથી અને આ જ જ્ઞાન પ્રાગભાવજ્ઞાનનું કારણ છે.'
વધુમાં તૈતવાદી જણાવે છે કે જો સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ સ્વીકારવામાં આવે તો અભાવજ્ઞાનનું કારણ પ્રતિયોગિવિષયક જ્ઞાન પણ બની શકે : પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક પ્રતિયોગિવિષયક જ્ઞાન અભાવજ્ઞાનનું કારણ બની શકે. ઘટત્વરૂપ સામાન્ય ધર્મનું જ્ઞાન થતાં એ સામાન્યજ્ઞાનપ્રત્યાસત્તિ દ્વારા ઘટત્વસામાન્યધર્મના આશ્રયભૂત બધી જ ઘટવ્યક્તિઓનું પ્રત્યક્ષ થાય. પ્રાગભાવની પ્રતિયોગી તદ્ઘટવ્યક્તિ પણ ઘટત્વ સામાન્યધર્મનો આશ્રય છે. તદ્દઘટવ્યક્તિના પ્રાગભાવના જ્ઞાનમાં તદ્ઘટવ્યક્તિત્વરૂપે તઘટને જાણવો શક્ય ન હોવા છતાં ઘટત્વજ્ઞાનરૂપ સામાન્ય પ્રત્યાસત્તિ દ્વારા તો તદ્ઘટવ્યક્તિને પણ જાણી શકાય. તેથી ઘટવરૂપે તઘટવ્યક્તિનું જ્ઞાન જ તઘટવ્યક્તિના પ્રાગભાવના પ્રત્યક્ષમાં કારણ બની શકે છે. અને જો સામાનંલક્ષણા પ્રયાસત્તિ સ્વીકારવામાં ન આવે તો પ્રતિયોગિવૃત્તિધર્મપ્રકારક જ્ઞાન જ અભાવજ્ઞાનનું કારણ બને. પ્રતિયોગીના જ્ઞાનને તો અભાવજ્ઞાનનું કારણ ગણી શકાય નહિ. પ્રાગભાવાનમાં પ્રતિયોગીની ઉત્પત્તિ પહેલાં પ્રતિયોગિવ્યક્તિને જાણવાનો કોઈ ઉપાય જ નથી. જેમ અસિવિષયક ઇચ્છા કે અસિદ્ધવિષયક કૃતિ ઉત્પન્ન થાય છે તેમ અજ્ઞાતવિષયક ઇચ્છા કે અજ્ઞાતવિષયક કૃતિ થતી નથી અને થઈ શકે પણ નહિ. ઈચ્છા અને કૃતિનો વિષય અસિદ્ધ વસ્તુ છે પણ અજ્ઞાત વસ્તુ નથી. કુંભાર જે ઘટને ઉત્પન્ન કરે છે તે સિદ્ધ હોઈ શકે નહિ. તે સિદ્ધ ઘટને ઉત્પન્ન કરી શકે નહિ. તે અસ્તિત્વ ધરાવતા ઘટને ઉત્પન્ન કરી શકે નહિ. આજ સુધી જે ઘટ ઉત્પન્ન થયો નથી તેને જ તે ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન વસ્તુની પુનઃ ઉત્પત્તિ થાય જ નહિ. અનુત્પન્ન વસ્તુને