________________
७८
શાંકર વેઠાન્તમાં અવિધાવિયાર બરાબર નથી. બ્રહ્મજ્ઞાનપ્રાગભાવના બ્રહ્મજ્ઞાનનો જ્ઞાન કે અજ્ઞાન દ્વારા વ્યાઘાત થતો નથી કારણ કે બ્રહ્મજ્ઞાન થવું અને બ્રહ્મજ્ઞાન જાણવું એક વાત નથી. બ્રહ્મજ્ઞાન જાણવાથી જ બ્રહ્મજ્ઞાન સિદ્ધ થતું નથી. બ્રહ્મજ્ઞાન જ શ્રવણાદિસાધ્ય અને મોક્ષહેતુ છે પરંતુ બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન શ્રવણાદિસાધ્ય પણ નથી કે મોક્ષહેતુ પણ નથી. શ્રવણાદિસાધ્યત્વ અને મોહેતુત્વ એ બેથી વિશિષ્ટ બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન પરંપરાથી બ્રહ્મવિષયક હોવા છતાં સાક્ષાત્ બ્રહ્મવિષયક નથી જ. સાક્ષાત્ બ્રહ્મવિષયક જ્ઞાન જ શ્રવણાદિસાધ્ય છે અને મોક્ષનો હેતુ છે. મોક્ષના હેતુભૂત અને શ્રવણાદિથી સાધ્ય બ્રહ્મજ્ઞાનને હું જાણું છું એટલે મને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે, મારે હવે વેદાન્તશ્રવણની આવશ્યક્તા નથી, મારો મોક્ષ થઈ ગયો છે એમ કહી શકાય જ નહિ. બ્રહ્મવિષયક જ્ઞાન સાક્ષાત્ થાય તો જ મોક્ષ થાય, બ્રહ્મવિષયક જ્ઞાનના જ્ઞાનથી મોક્ષ થાય નહિ. બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન શ્રવણાદિસાધ્ય પણ નથી અને મોક્ષહેતુ પણ નથી. બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન થવા છતાં બ્રહ્મજ્ઞાનનો પ્રાગભાવ રહેવામાં કોઈ પણ બાધા નથી. બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન છે એટલે બ્રહ્મજ્ઞાનપ્રાગભાવ હોઈ શકે નહિ એમ કહેવું અસંગત છે. અદ્વૈતવેદાન્તીને મતે બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન હોય તો પણ બ્રહ્મજ્ઞાનપ્રાણભાવ હોવામાં
A
કોઈ બાધા નથી એટલે પ્રદર્શિત વ્યાઘાતદોષની કોઈ જ સંભાવના નથી.પ
ન્યાયામૃતકાર અદ્વૈતવેદાન્તીને જણાવે છે કે ‘ન જ્ઞાનામિ’ એ જ્ઞાનનો વિષય જ્ઞાનાભાવ છે. પ્રદર્શિત વ્યાઘાતદોષને કારણે જ્ઞાનાભાવજ્ઞાન જ અસિદ્ધ છે એમ કહેવું અયોગ્ય છે. વિરોષજ્ઞાનાભાવ જ ઉક્ત જ્ઞાનાભાવજ્ઞાનનો વિષય છે. પરંતુ ‘ન જ્ઞાનામિ’ એ જ્ઞાનાભાવજ્ઞાનનો વિષય જે વિરોષજ્ઞાનાભાવ છે તેનું પ્રતિયોગી વિરોષજ્ઞાન જ્ઞાનત્વસામાન્યધર્મરૂપે ભાસે છે. તેથી જ્ઞાનત્વસામાન્યરૂપે જ્ઞાનવિરોષનો અભાવ જ ‘ન જ્ઞાનામિ’ એ જ્ઞાનનો વિષય છે. બીજારાબ્દોમાં કહીએ તો, જ્ઞાનત્વસામાન્યધર્માવચ્છિન્નપ્રતિયોગિતા જ્ઞાનવિરોષાભાવ જ ‘7 જ્ઞાનામિ’ એ જ્ઞાનનો વિષય બને છે. આ રીતે સ્વીકારીએ તો ધમ્મજ્ઞાન અને પ્રતિયોગીજ્ઞાનના સત્ત્તાસત્ત્વને કારણે વ્યાઘાતદોષ આવે નહિ. ધર્મીજ્ઞાન અને પ્રતિયોગીજ્ઞાનના સત્ત્તાસત્ત્વને કારણે જ્ઞાનસામાન્યાભાવની પ્રતીતિ વ્યાહત છે એમ કહી જે દોષ અદ્વૈતસિધ્ધિયારે દેખાડ્યો છે તે સંગત નથી. જ્ઞાનસામાન્યરૂપે પ્રતિયોગીનું જ્ઞાન હોવા છતાં જ્ઞાનવિશેષરૂપે પ્રતિયોગીનો અભાવ જ્ઞાત થઈ શકે. જ્ઞાનત્વસામાન્યધર્મરૂપે વિશેષજ્ઞાન હોવા સાથે વિશેષજ્ઞાનનો અભાવ હોવામાં કોઈ વિરોધ નથી, ખાધા નથી. વિશેષાભાવની પ્રતિયોગિતા સામાન્યધર્માવચ્છિન્ન હોઈ શકે છે. અભાવપ્રત્યક્ષમાં જે રૂપે પ્રતિયોગી ભાસે છે તે રૂપે તે પ્રતિયોગીનું જ્ઞાન અભાવપ્રત્યક્ષનું કારણ નથી. પ્રતિયોગી વિશેષનું સામાન્યધર્મરૂપે જ્ઞાન હોય તો પણ સામાન્યરૂપે વિરોષ જેનો પ્રતિયોગી છે તે અભાવનું પ્રત્યક્ષ થઈ શકે. આ પ્રમાણે સ્વીકારીએ નહિ તો ક્યાંય કદી પ્રાગભાવનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. ઉદાહરણાર્થ, કપાલમાં ઘટવિશેષનો જે પ્રાગભાવ છે તે પ્રાગભાવના પ્રતિયોગી ઘટવિરોષને વિરોષધર્મરૂપે જાણવાનો કોઈ જ ઉપાય નથી. ઘવિશેષની ઉત્ત્પત્તિ પહેલાં તે ઘટવિરોષને વિરોષધર્મરૂપે જાણી શકાય જ નહિ. તેથી ઘટપ્રાગભાવનો પ્રતિયોગી વિરોષ ઘટ ઘટત્વસામાન્યરૂપે જ જ્ઞાત થાય છે. સામાન્યધર્મરૂપે પ્રતિયોગી વિરોષનું જ્ઞાન જ અભાવપ્રત્યક્ષનું કારણ છે એમ સ્વીકારવું જ જોઈએ. જો ઘટવરોષના પ્રાગભાવના પ્રત્યક્ષને માટે પ્રતિયોગી ઘટવિશેષને વિશેષરૂપે જાણવાની આવશ્યક્તા હોત તો કદી પણ ઘટવિશેષના પ્રાગભાવનું પ્રત્યક્ષ થઈ શક્ત નહિ. તેથી પ્રાગભાવના પ્રત્યક્ષમાં પ્રતિયોગી વિશેષ સામાન્યધર્મરૂપે જ ભાસે છે. કપાલમાં ઘટવિરોષના પ્રાગભાવના પ્રત્યક્ષમાં પ્રાગભાવનો પ્રતિયોગી ઘટવિરોષ તદ્ઘ રૂપે