________________
७६
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર ધર્મો સાક્ષાદ્ભાવે સાક્ષીનો વિષય બની શકે નહિ પરંતુ સાક્ષિભાસ્ય અજ્ઞાન દ્વારા અજ્ઞાનનાં વિશેષણ પણ પરંપરાથી સાક્ષી વડે ગૃહીત થાય છે. જ્ઞાનના જ્ઞાનમાં, પહેલા જ્ઞાનના અવચ્છેદક વિષયના સ્વતંત્રભાવે ગ્રહણનો નિયમ તૈયાયિકો સ્વીકારી શકતા નથી. એ સ્વીકારે તો ઈશ્વરમાં ભ્રાન્તપણાની આપત્તિ આવે. એ જ રીતે અજ્ઞાનના જ્ઞાનમાં પણ અજ્ઞાનના અવચ્છેદ વિષયાદિના સ્વતંત્રભાવે ગ્રહણની અપેક્ષા નથી. અજ્ઞાનના અવચ્છેદક વિષયાદિના સ્વતંત્રભાવે ગ્રહણની અપેક્ષા હોય તો અજ્ઞાનનું જ્ઞાન થઈ શકે નહિ. સાક્ષી અજ્ઞાન દ્વારા જ અજ્ઞાનનો વિષયને અજ્ઞાતરૂપે ગ્રહણ કરે છે. ભ્રાન્તિજ્ઞ અભ્રાન્ત પુરુષના જ્ઞાનમાં સ્વતંત્રભાવે ભ્રાન્તિ વિષયીભૂત થવા છતાં ભ્રાન્તિનો અવચ્છેદક વિષય સ્વતંત્રભાવે ભ્રાન્તિજ્ઞ પુરુષના જ્ઞાનનો વિષય બનતો નથી; બને તો તેનામાં ભ્રાન્તપણાની આપત્તિ આવે. તેથી ભ્રાન્તિજ્ઞ પુરુષને ભ્રાન્તિરૂપ જ્ઞાન જ્યારે પ્રત્યક્ષ થાય છે ત્યારે તે પ્રત્યક્ષ વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી પ્રત્યક્ષ હોવા છતાં વિરોષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયથી જન્ય નથી પરંતુ તે વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી પ્રત્યક્ષ ‘વિશેષ્ય વિશેષમાં તત્રાવિ વિશેષળાન્તરમ્’ એ રીતિ અનુસાર થાય છે. ભ્રાન્તિજ્ઞ પુરુષને થતું ભ્રાન્તિનું જ્ઞાન વિશેષ્ય છે, તેમાં ભ્રાન્તિ વિરોષણ છે, અને ભ્રાન્તિમાં ભ્રાન્તિનો વિષય વિરોષણ છે. ભ્રાન્તિનો વિષય સ્વતંત્રભાવે જ્ઞાત થઈ જાય તો ભ્રાન્તિજ્ઞ પુરુષમાં ભ્રાન્તપણું અવશ્ય આવી પડે. એ જ રીતે ભાવરૂપ અજ્ઞાનનું પ્રત્યક્ષ પણ ‘વિશેષ્યે વિશેષાં તત્રાપિ વિશેષળાન્તરમ્' એ રીતિ અનુસાર થાય છે. અજ્ઞાનનો આશ્રય આત્મા વિશેષ્ય છે, એ વિરોષ્યમાં અજ્ઞાન વિરોષણ છે અને અજ્ઞાનનો વિષય વિરોષણતાવચ્છેદક છે. વિરોષણના વિરોષણને જ વિરોષણતાવચ્છેદક કહેવામાં આવે છે. જેમ ભ્રાન્તિજ્ઞ પુરુષ ભ્રાન્તિના વિષયને સ્વતંત્રભાવે ગ્રહણ કરી શક્તો નથી તેમ અજ્ઞાનનો સાક્ષી અજ્ઞાનના વિષયને સ્વતંત્રભાવે ગ્રહણ કરી શકતો નથી. આ બંને સ્થળે ‘વિશેષ્યે વિશેષાં તત્રાપિ વિશેષળાન્તરમ્’ એ રીત પ્રમાણે બોધ થાય છે. ભ્રાન્તિનો વિષય ભ્રાન્તિનું વિરોષણ બન્યા વિના સીધો જ સાક્ષાગ્ભાવે ભ્રાન્તિજ્ઞ પુરુષના જ્ઞાનનો વિષય બની શક્તો નથી. અહીં ભ્રાન્તિજ્ઞ પુરુષનું જ્ઞાન વિશેષ્ય છે. આ જ્ઞાનનો વિષય ભ્રાન્તિ (=ભ્રાન્તિરૂપ જ્ઞાન) છે,અને ભ્રાન્તિનો વિષય ભ્રાન્તિનું વિશેષણ બને છે. ભ્રાન્તપુરુષ અને ભ્રાન્તિજ્ઞ પુરુષ વચ્ચે આ જ ભેદ છે કે ભ્રાન્તિનો વિષય ભ્રાન્ત પુરુષની ભ્રાન્તિમાં સાક્ષાત્ વિશેષણ કે અવચ્છેદક બને છે, જ્યારે ભ્રાન્તિજ્ઞ પુરુષના જ્ઞાનમાં ભ્રાન્તિનો વિષય સાક્ષાત્ વિરોષણ કે અવચ્છેદક બનતો નથી. ભ્રાન્તિ દ્વારા પરંપરાથી ભ્રાન્તિનો વિષય ભ્રાન્તિજ્ઞ પુરુષના જ્ઞાનનો વિષય બને છે. તેથી વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી બોધના સમાન આકારવાળા બધા બોધ વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયની અપેક્ષા રાખતા નથી.૫૪
૫૩
પૂર્વે કહી ગયા છીએ કે વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધનો આકાર અને ‘વિશેષ્ય વિશેષમાં તત્રાપિ વિશેષળાન્તરમ્' એ રીત પ્રમાણે થતા બોધનો આકાર એક જ હોય છે; વિષયતાનો ભેદ હોવા છતાં આકારનું વૈલક્ષણ્ય હોતું નથી, જેમ પર્વતત્વસામાનાધિકરણ્યમાં અગ્નિની અનુમિતિ અને પર્વતત્વાવચ્છેદમાં અગ્નિની અનુમિતિનો આકાર એક છે પણ વિષયતાનો ભેદ અવશ્ય છે તેમ. તેથી બધા વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધમાં વિશેષણતાવછેઠકપ્રકારક નિશ્ચયની અપેક્ષા નથી, અર્થાત્ કેટલાકમાં છે અને કેટલાકમાં નથી. વિશેષણના વિશેષણ બનેલા ધર્મને સ્વતંત્રભાવે જાણીએ તો વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધ થાય છે – અર્થાત્ વિશેષણતાવચ્છેદક પ્રકારક નિશ્ચયથી જન્ય વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધ થાય છે - અને સ્વતંત્રભાવે ન જાણીએ તો ‘વિશેષ્ય વિશેષાં તત્રાવિ વિશેષળાન્તરમ્’ એ રીત પ્રમાણે વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધના આકારનો બોધ થાય છે. તેથી