________________
ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
७३
બોધ બે રીતે થઈ શકે છે. પરંતુ આ બે જુદી જુદી રીતોની ભિન્નતાને કારણે વિષયતાનો ભેદ બે અવશ્ય થાય છે. જે સમસ્ત કારણસામગ્રી ‘વિશિષ્ટસ્થ વૈશિષ્ટચર્' એ રીતમાં ખોધની જનક છે તે જ સમસ્ત કારણસામગ્રી ‘વિશેષ્યે વિશેષળમ્' એ રીતમાં પણ બોધની જનક છે. બોધની જનકસામગ્રી તુલ્ય હોઈ બોધનો આકાર પણ તુલ્ય હોય છે. તેથી ભાવરૂપ અજ્ઞાનવિષયક જે વિશિષ્ટવૈશિષ્ટયબોધ ‘વિશિષ્ટસ્થ વૈશિષ્ટયમ્’ રીતિ અનુસાર થાય છે તેના સમાન આકારનો જ ભાવરૂપ અજ્ઞાનવિષયક વિશિષ્ટવૈશિષ્ટચબોધ ‘વિશેષ્યે વિશેષળમ્’ એ રીતિ અનુસાર થાય છે. ભાવરૂપ અજ્ઞાનના પ્રત્યક્ષમાં ‘વિશિષ્ટસ્થ વૈશિષ્ટચર્’રીત અનુસાર પણ વિશિષ્ટવૈશિષ્ટચબોધ થાય છે અને ‘વિશેષ્યે વિશેષળમ્' રીત અનુસાર પણ વિશિષ્ટવૈશિષ્ટચબોધ થાય છે, અને બંને બોધનો આકાર સમાન હોય છે. પરંતુ જ્ઞાનાભાવવિષયક વિષ્ટિવૈશિષ્ટચબોધ ‘વિશેષ્ય વિશેષળમ્’રીત અનુસાર થઈ શકતો નથી, કારણ કે અભાવનું પ્રત્યક્ષ નિયતપણે ‘વિશિષ્ટસ્ય વૈશિષ્ટયમ્' રીતિ અનુસાર જ થાય છે એ સર્વસમ્મત છે. નૈયાયિકો પણ કહે છે કે પ્રતિયોગિવિશેષિત અભાવનું જ્ઞાન વિશિષ્ટવૈશિષ્ટચબોધમર્યાદાનું ઉલ્લંઘન કરી શકે નહિ. તેથી અદ્વૈતવેદાન્તી જે રીતે ભાવરૂપ અજ્ઞાનના પ્રત્યક્ષની ઉપપત્તિ કરી શકે છે તે રીતે ાનાભાવવાદી માધ્વો જ્ઞાનાભાવના પ્રત્યક્ષની ઉપપત્તિ કરી શકતા નથી.૪૬
અહીં ધ્યાનમાં રાખવું કે અનાદિ અવિઘો પહિત ચૈતન્ય જ જો અવિદ્યાનો સાક્ષી હોય તો એ
સાક્ષિજ્ઞાન અનાદિ હોઈ તે વિશિષ્ટજ્ઞાન હોવા છતાં વિરોષણજ્ઞાનજન્ય હોય નહિ. અનાદિ વિરિષ્ટજ્ઞાન વિરોષણજ્ઞાનજન્ય નથી.” આ જ રીતે અજ્ઞાનનો વિશિષ્ટવૈશિષ્ટયગ્રાહીબોધ પણ જો અનાદિ સાક્ષિસ્વરૂપ હોય તો તે પણ વિશેષણતાવચ્છેદકપ્રકારકનિશ્ચયજન્ય હોય નહિ. વિશિષ્ટબુદ્ધિમાં વિરોષણજ્ઞાનની કારણતા સ્વીકારીએ તો પણ અને વિશિષ્ટવૈશિષ્ટચવિષયક ખોધમાં વિશેષણતાવચ્છેદક પ્રકારક નિશ્ચયની કારણતા સ્વીકારીએ તો પણ અજ્ઞાનના પ્રદર્શિતરૂપ સાક્ષિપ્રત્યક્ષમાં વિશેષણાદિજ્ઞાનની કારણતા સ્વીકારવાની આવશ્યક્તા નથી, કારણ કે પ્રદર્શિતરૂપે અજ્ઞાનનું પ્રત્યક્ષ અનાદિ છે. અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ દ્વારા ઉપહિત ચૈતન્ય જ જો અવિદ્યાનો સાક્ષી હોય તો અવિદ્યાવૃત્તિ સાદિ હોઈ અવિદ્યાવૃત્યુપહિત ચૈતન્ય પણ સાદિ બને. આ સાદિ ચૈતન્યનું – સાક્ષીનું પ્રત્યક્ષ પણ સાદિ બને. આ સાદિ સાક્ષિપ્રત્યક્ષની બાબતમાં જ વિશેષણજ્ઞાનાદિની જનતા સંભવી શકે. પરંતુ અદ્વૈતવેદાન્તીઓ આ જનતા સ્વીકારતા નથી. વિશેષણતાવચ્છેદક પ્રકારક નિશ્ચય ન થવા છતાં ‘વિશેષ્ય વિશેષાં તત્રાપિ વિશેષળાન્તરમ્’ એ રીત અનુસાર. વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી ખોધના સમાન આકારનો વિશિષ્ટવૈશિષ્ટ્યબોધ થઈ શકે છે એમ અદ્વૈતસિદ્ધિકારનું કહેવું છે. ‘રડવાનું પુરુષ:’ એવા વિશિષ્ટવૈશિષ્ટ્યગ્રાહી ખોધમાં વિશેષણતાવચ્છેદક પ્રકારક નિશ્ચય કારણ હોવાથી રક્તત્વપ્રકારક નિશ્ચય ન થાય તો ‘(૫ઙવાન્ પુરુષ:’ એવો બોધ થઈ શકે નહિ. ‘`ો રો ન વા’ એવા સંશય પછી ‘સ્વાન પુરુષઃ' એવો વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી બોધ થઈ શકે નહિ, કારણ કે અહીં વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી ખોધની પહેલાં વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચય નથી. પરંતુ ‘`ો રત્નો નવા’ એવા સંશય પછી ‘વિશેષ્ય વિશેષાં તત્રાપિ વિશેષળાન્તરમ્' એ રીત અનુસાર ‘રડવાનું પુરુષઃ' એવા વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી ખોધના સમાન આકારનો બોધ થઈ શકે છે. વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી બોધના સમાન આકારના પ્રદર્શિત બોધને પણ વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી બોધ કહી શકાય. અહીં વિશિષ્ટવૈશિષ્ટયગ્રાહી ખોધનો અર્થ આમ કરવામાં આવે છે – વિશેષ્ય સાથે અન્વિત વિશેષણ દ્વારા અન્વિત વિરોષણવિષયક ખોધ.