________________
७२
શાંકર વેદાન્તમાં અવિધાવિયાર
પુરુષને વિરોષણતાવચ્છેદક પ્રકારક નિશ્ચય ન હોવાના અપરાધને લીધે અનુમિતિ ઉત્પન્ન થવામાં વિલંબ ઘટતો નથી. આમ જ પ્રત્યક્ષ વગેરે પ્રમિતિની બાબતમાં સમજવું. ‘પર્વતો હિમાન્’ આ અનુમિતિમાં પર્વત વિરોષ્ય છે, વહ્નિ વિશેષણ છે અને વહ્નિત્વ ધર્મ વિરોષણતાવચ્છેદક છે. વહ્નિત્વપ્રકારક નિશ્ચય વલ્ક્યનુમિતિની કારણસામગ્રી નથી. આ વહ્નિત્વપ્રકારક નિશ્ચય જ વિરોષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચય છે. આ નિશ્ચય ન હોવા છતાં વન્યનુમિતિ થવામાં કોઈ બાધા આવતી નથી.૪૪
અહીં પ્રશ્ન કરવામાં આવે છે કે વહ્નિત્વપ્રકારક નિશ્ચય ન હોય તો વહ્નિનું વ્યાપ્તિજ્ઞાન કેવી રીતે થાય ? વહ્રિનિરૂપિત વ્યાપ્તિજ્ઞાન જ તો વન્યનુમિતિનું કારણ છે. જેમને વહ્નિત્વપ્રકારક નિશ્ચય જ ન હોય તેમને વહ્રિનિરૂપિત વ્યાપ્તિજ્ઞાન પણ ન હોઈ શકે. પરિણામે વહ્નિની અનુમિતિ પણ થઈ શકે નહિ. આના ઉત્તરમાં કહેવામાં આવે છે કે વહ્નિત્વપ્રકારક નિશ્ચય વહ્નિનિરૂપિત વ્યાપ્તિજ્ઞાનનું કારણ હોવા છતાં વહ્નિની અનુમિતિનું કારણ નથી. વહ્નિની અનુમિતિનું કારણ વ્યાપ્તિજ્ઞાન છે અને વ્યાપ્તિજ્ઞાનનું કારણ વહ્નિત્વપ્રકારક નિશ્ચય છે. અને કારણનું કારણ તો અન્યથાસિદ્ધ છે. તેથી વહ્નિત્વપ્રકારક નિશ્ચય કારણનું કારણ હોઈ અન્યથાસિદ્ધ છે, વહ્નિની અનુમિતિનું કારણ નથી. આમ અનુમિતિરૂપ વિશિષ્ટવૈશિષ્ટયગ્રાહી જ્ઞાનમાં વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચય કારણ નથી. એ જ રીતે પ્રત્યક્ષ વગેરે વિશિષ્ટવૈશિષ્ટયગ્રાહી જ્ઞાનની’ બાબતમાં પણ સમજવું. તેથી, પ્રત્યક્ષત્વ, અનુમિતિત્વથી અતિરિક્ત વિશિષ્ટવૈશિષ્ટયગ્રાહીબુદ્ધિત્વને પૃથક્ કાર્યતાવચ્છેદક ધર્મરૂપે સ્વીકારવાની કોઈ જરૂર નથી. જો કે અનુમતિ વિશિષ્ટવૈશિષ્ટય બુદ્ધિ છે, તેમ છતાં અનુમિતિની કારણસામગ્રી દ્વારા જ તે વિશિષ્ટવૈરિષ્ટચબુદ્ધિ થાય છે. તેથી વિશિષ્ટવેરિાષ્ટચબુદ્ધિત્વ પૃથક્ કાર્યતાવચ્છેદક ધર્મ નથી. વિશિષ્ટવૈશિષ્ટયબુદ્ધિ કહેતાં પ્રદર્શિત ચાર પ્રકારની બુદ્ધિમાંથી કોઈ પણ એક. આ ચાર પ્રકારની બુદ્ધિથી અતિરિકત વિશિષ્ટવૈશિષ્ટચબુદ્ધિ જેવું કાંઈ નથી. વિશિષ્ટવૈશિષ્ટયબુદ્ધિ કાં તો પ્રત્યક્ષ, કાં તો અનુમિતિ, કાં તો ઉપમિતિ, કાં તો શાખ્યબોધ હોય છે. અને આ ચાર પ્રકારના જ્ઞાનની પૃથક્ પૃથક્ કારણસામગ્રી છે એ તો સૌ સ્વીકારે છે. તે દ્વારા જ વિશિષ્ટવૈશિષ્ટયબુદ્ધિ ઘટી શકે. વળી, પ્રત્યક્ષ વગેરે ચાર પ્રકારની બુદ્ધિથી અતિરિક્ત વિશિષ્ટવૈશિષ્ટટ્યબુદ્ધિ સ્વીકારી તે વિશિષ્ટવૈશિષ્ટચેબુદ્ધિના પ્રતિ વિરોષણતાવછેઠકપ્રકારક નિશ્ચયની પૃથક્ કારણતા કલ્પવાની શી જરૂર છે? ઉદાહરણાર્થ, નીલની કારણસામગ્રી અને ઘટની કારણસામગ્રી આ બે પૃથક્ કારણસામગ્રીઓ નીલઘટવ્યક્તિને ઉત્પન્ન કરે છે, તેથી નીલઘટત્વ ધર્મને પૃથક્ કાર્યતાવચ્છેદક તરીકે સ્વીકારવામાં આવેલ નથી, નીલત્વ અને ઘટત્વ ધર્મો પૃથક્ પૃથભાવે ક્રાર્યતાવચ્છેદક હોવા છતાં આ ધર્મદ્રય મિલિતભાવે એક તૃતીય કાર્યતાવચ્છેદક ધર્મ નીલઘટત્વ છે એમ નૈયાયિકો સ્વીકારતા નથી. તેવી જ રીતે પ્રકૃતમાં પણ સમજવું.
૪૫
વિશિષ્ટવૈશિષ્ટચબોધમાં વિરોષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચય કારણ છે એમ સ્વીકારીએ તો પણ જે સ્થળે વિરોષણતાવચ્છેદક પ્રકારક નિશ્ચય સંભવિત ન હોય એવા સ્થળે ‘વિશેષ્યે વિશેષનં તત્રાપિ વિશેષળાન્તરમ્’ એ રીતે વિશિષ્ટવૈશિષ્ટચબોધ થઈ શકે છે. એનો અર્થ એ કે ‘વિશિષ્ટસ્ય વૈશિષ્ટચર્' એ રીતે તેમ જ ‘વિશેષ્યે વિશેષાં તત્રાપિ વિશેષળાન્તરમ્' એ રીતે - એમ બે રીતે વિશિષ્ટવૈશિષ્ટત્યબોધ થઈ શકે છે. આ બે જુદી જુદી રીતોમાં વિષયતા જુદી જુદી હોય છે. પરંતુ બોધનો આકાર ભિન્ન હોતો નથી – એક જ હોય છે. ‘વડવાન્ પુરુષઃ’ એવો વિશિષ્ટવૈશિષ્ટયગ્રાહી