________________
ભાવરૂપ અવિલાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧
વિરોષણરૂપે ભાસતા પ્રતિયોગિત્વ અને અભાવત્વ ધર્મોનું પૂર્વે જ્ઞાન ન થવા છતાં અભાવવિષયક વિશિષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થાય છે એ વાત સ્વીકારે છે.` આ વસ્તુ પણ નિર્વિકલ્પકપ્રત્યક્ષવિચાર પ્રસંગે નૈયાયિકોના ગ્રંથોના નિર્દેશ સાથે અમે દર્શાવીશું.
અહીં ન્યાયામૃતકાર આની સામે કહે છે કે વિશિષ્ટબુદ્ધિ વિશેષણજ્ઞાનજન્ય ન હોવા છતાં વિશિષ્ટવૈશિષ્ટયવિષયક બુદ્ધિ વિશેષણતાવચ્છેદ-પ્રકારક નિશ્ચયથી જન્ય હોય છે, એટલે વિશિષ્ટવૈશિષ્ટચબુદ્ધિમાં વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચયને કારણ ગણવામાં આવેલ છે. તેથી અજ્ઞાનના પ્રત્યક્ષમાં વ્યાઘાતદોષ આવે છે જ. તે વસ્તુ સમજાવીએ છીએ. અજ્ઞાનનું પ્રત્યક્ષ વિશિષ્ટવૈશિષ્ટચવિષયક હોય છે. તેમાં જ્ઞાનવિરોધિત્વ અને સવિષયકત્વથી વિશિષ્ટ અજ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે. જ્ઞાનાવિરોધિત્વરૂપે કે નિર્વિષયક્ત્વરૂપે અજ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શકે નહિ. પ્રદર્શિત વિરોષણદ્વયથી વિશિષ્ટ અજ્ઞાન આત્માશ્રિત રૂપે પ્રત્યક્ષ થાય છે. આત્મામાં અનાશ્રિત અજ્ઞાનનું પ્રત્યક્ષ થાય નહિ. તેથી જ્ઞાનવિરોધિત્વવિશિષ્ટ અજ્ઞાનથી વિશિષ્ટ આત્માનું પ્રત્યક્ષ જ અજ્ઞાનનું પ્રત્યક્ષ છે. આમ વિશિષ્ટ અજ્ઞાનનું વૈશિષ્ટચ આત્મામાં ભાસતું હોઈ ‘અદમજ્ઞઃ (હું અજ્ઞ છું )’ એવી પ્રતીતિ વિશિષ્ટવૈશિષ્ટયવિષયક પ્રતીતિ છે. આ પ્રતીતિમાં આત્મા વિશેષ્ય છે, અજ્ઞાન વિશેષણ છે અને જ્ઞાનવિરોધિત્વ તેમ જ સવિષયક્ત્વ ધર્મો વિશેષણતાવચ્છેદક છે. તેથી ‘અદમજ્ઞ' એ વિશિષ્ટવૈશિષ્ટચની પ્રતીતિમાં જ્ઞાનવિરોધિત્વ-સવિષયકત્ત્વપ્રકારક નિશ્ચય જ વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચય છે. આ વિશેષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચય જનક કારણ હોઈ વિશિષ્ટવૈશિષ્ટચપ્રતીતિની પહેલાં થવો જરૂરી છે. તેથી અજ્ઞાનના પ્રત્યક્ષ પહેલાં અજ્ઞાનના વિષયનો નિશ્ચય થવાને કારણે અજ્ઞાન જ રહેતું ન હોવાથી પૂર્વવત્ વ્યાઘાતદોષ આવે જ..
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્દિકાર કહે છે કે પ્રદર્શિત કાર્યકારણભાવમાં કોઈ પ્રમાણ નથી. વિશિષ્ટવૈશિષ્ટચબુદ્ધિત્વ કાર્યતાવચ્છેદક છે અને વિશેષણતાવચ્છેદકપ્રકારકનિશ્ચયત્વ કારણતાવચ્છેદક છે એ પ્રમાણસિદ્ધ નથી. તેથી અજ્ઞાનના પ્રત્યક્ષમાં વ્યાધાતદોષ આવતો નથી.
અહીં પ્રશ્ન એ થાય છે કે અદ્વૈતસિદ્ધિકાર જો પ્રદર્શિત કાર્યકારણભાવ ન સ્વીકારે તો વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી બુદ્ધિનું કારણ શું બનશે ? કારણ વિના તો કાર્ય ઉત્પન્ન થઈ શકે નહિ. આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર જણાવે છે કે તાર્કિકોના મતે વિશિષ્ટવૈશિષ્ટચગ્રાહી બોધ ચાર `પ્રકારનો હોઈ રાકે – પ્રત્યક્ષાત્મક, અનુમિતિરૂપ, ઉપમિતિરૂપ અને શાબ્દબોધરૂપ. આ ચાર પ્રકારની બુદ્ધિ વિશિષ્ટવેચિવિષયક હોઈ શકે છે. પરંતુ આ ચતુર્વિધબુદ્ધિસાધારણ . વિશિષ્ટવૈશિષ્ટચબુદ્ધિત્વને કાર્યતાવચ્છેદક ધર્મ માનવાની જરૂર નથી. પ્રત્યક્ષત્વ, અનુમિતિત્વ, ઉપમિતિત્વ અને શાબ્દબોધત્વ એ ચારેય પૃથક પૃથક્ ધર્મને કાર્યતાવચ્છેદક કહીએ જ છીએ. અને તેમાં પ્રત્યક્ષત્નાવચ્છિન્નની કારણસામગ્રી, અનુમિતિત્વાવચ્છિન્નની કારણસામગ્રી, વગેરે પણ પૃથક્પૃથક્ સ્વીકારવામાં આવી છે ; તે દ્વારા ચતુર્વિધ જ્ઞાન ઉત્પન્ન થાય છે. વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાનમાંથી અનુમિતિ ઉત્પન્ન થાય છે. અથવા, પરામર્શજ્ઞાનમાંથી અનુમિતિ ઉત્પન્ન થાય છે. વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન હોતાં અનુમિતિને ઉત્પન્ન થવામાં વિલંબ થતો નથી, જે સ્થળે વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન હોય છે તે સ્થળે વિરોષણતાવચ્છેદકપ્રકારક નિશ્ચય ન હોવાથી શું અનુમિતિ ઉત્પન્ન થવામાં વિલંબ થાય છે ? વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાનથી અતિરિક્ત વિશેષણતાવચ્છેદક પ્રકારક નિશ્ચય પણ શું અનુમિતિની એક પૃથક્ કારણસામગ્રી છે ? અમને જણાય છે કે જે પુરુષને વ્યાપ્તિજ્ઞાન અને પક્ષધર્મતાજ્ઞાન હોય છે તે