________________
શાંકર વેદાન્તામાં અવિવાવિવાર અજ્ઞાનનો પ્રકાશ અવિરુદ્ધ અને અવ્યાહત છે તેમ અજ્ઞાનના સાક્ષિપ્રત્યક્ષમાં અજ્ઞાનનો પ્રકાર અને સાથે સાથે અજ્ઞાનારાના વિશેષણભૂત ભવિષ્યકાલીનપ્રભાવિરોધિત્વનો પ્રકાશ અવિરુદ્ધ અને અવ્યાહત છે. તેથી અજ્ઞાનનિષ્ઠ વિરોધની નિરૂપક પ્રમાના પ્રકાશમાં વ્યાઘાતદોષની સંભાવના નથી. જો હોત તો પ્રમોમાં પ્રતીતિમાં પણ વ્યાઘાતદોષ આવત. અહીં ધ્યાનમાં રાખવું કે માધ્યો પણ અજ્ઞાતાર્થવિષયત્વને જ પ્રમાત્વ કહે છે. આ આખી દલીલના હાદરૂપનવીન નોંધપાત્ર વાત એ છે કે જેમ પ્રમાનો સાક્ષી પ્રમાવિષયવિષયક અતીત અજ્ઞાનનો પ્રકાર છે તેમ અજ્ઞાનનો સાક્ષી અાનના વિરોષણભૂત એવી અજ્ઞાનવિષયવિષયક ભાવી પ્રમાનો પ્રકાર છે..
જે હો તે, જ્ઞાનાભાવ સાક્ષિઘ નથી પરંતુ અનુપલબ્ધિ પ્રમાણવેધ છે અને તેથી પરોક્ષપ્રતીતિગમ્ય છે. વિદ્યમાન જ્ઞાન જ સાક્ષાત્ સાક્ષિઘ હોય છે. સાવેિદ્ય જ્ઞાનની વિદ્યમાનતાદશામાં તે વિધમાન જ્ઞાનનો વિષય પણ સાક્ષી દ્વારા જ ભાસમાન થાય છે. જ્ઞાન અને જ્ઞાનાભાવ બંને એક સાથે વિદ્યમાન હોઈ શકતા નથી. તેથી અમુક આકે તે જ્ઞાન હોતાં જ્ઞાનાભાવ હોઈ , શકે નહિ. અવિદ્યમાન વસ્તુની સાથે અનાવૃત સાક્ષીનું તાદામ્ય સંભવતું ન હોઈ અવિદ્યમાન જ્ઞાનાભાવની સાવેિદ્યતા અસંભવ છે. અનાવૃત સાક્ષી સાથે તાદાભ્યાપન્ન વસ્તુ જ સાક્ષાત્ સાક્ષિઘ હોય છે. અવિદ્યમાન વસ્તુ અનાવૃત સાક્ષી સાથે તાદાભ્યાપત્ર હોતી નથી, એટલે આવિધમાન વસ્તુ સાક્ષિઘ બની રાકતી નથી. અમુક આ કે તે જ્ઞાનની વિદ્યમાનતાદશામાં. જ્ઞાનાભાવ વિદ્યમાન ન હોવાથી જ્ઞાનાભાવ સાક્ષિઘ બની શકતો નથી. જ્ઞાનાભાવ જ જો સાક્ષાત્ સાક્ષિઘ બની શક્તો ન હોય તો જ્ઞાનાભાવનું પ્રતિયોગી જ્ઞાન અને શાનાભાવનો વ્યાવર્તક વિષય પણ સાક્ષિઘ બની શકે નહિ. આથી ઊલટું ભાવરૂપ અંજ્ઞાન સાક્ષાત્ સાવિદ્ય છે. તેથી અજ્ઞાનનિષ્ઠ વિરોધનું નિરૂપક જ્ઞાન (પ્રમા) અવિધમાન હોવા છતાં અજ્ઞાનના વિરોષણરૂપે પરંપરાથી સાક્ષિઘ બની શકે છે. તેથી અજ્ઞાનની પ્રતીતિમાં અને જ્ઞાનાભાવની પ્રતીતિમાં વ્યાઘાતદોષની તુલ્યતા છે એમ કહી રાકાય નહિ.'
આની સામે ન્યાયામૃતકાર નીચે પ્રમાણે રજૂઆત કરે છે. અજ્ઞાનનું સાક્ષિપ્રત્યક્ષ વિશિષ્ટ વિષયક પ્રત્યક્ષ છે. વિષયવિરોષિત અજ્ઞાન જ સાક્ષિભાસ્ય બને છે. વિષય અજ્ઞાનનું વિશેષણ છે. વિશિષ્ટવિષયક પ્રતીતિની પહેલાં વિરોષણની પ્રતીતિ હોવી આવશ્યક છે. વિરોષણના જ્ઞાન પછી જ વિશિષ્ટનું જ્ઞાન થઈ શકે. જન્ય વિશિષ્ટજ્ઞાન વિરોષણાનજન્ય હોય છે. તેથી વિષયવિશિષ્ટ અજ્ઞાનની પહેલાં અજ્ઞાનના વિરોષણ વિષયનું જ્ઞાન થવું આવશ્યક છે અને અજ્ઞાનનો વિષય જ્ઞાત થતાં અજ્ઞાન રહે જ ક્યાંથી? નજ રહે. પરિણામે અજ્ઞાનનું સાક્ષિપ્રત્યક્ષ થાય કેવી રીતે? વળી, જો અજ્ઞાનનું વિશેષણ વિષય જ્ઞાત થાય નહિ તો વિશેષણના જ્ઞાનના અભાવમાં વિશિષ્ટનું અર્થાત્ અજ્ઞાનનું સાક્ષિપ્રત્યક્ષ થઈ શકે નહિ. આમ અજ્ઞાનને ભાવરૂપ સ્વીકારો તો પણ આ ભાવરૂપ અજ્ઞાનનું સાક્ષિપ્રત્યક્ષ વ્યાઘાતદોષદૂષિત બનશે જ.”
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે કયાંય પણ વિશેષણજ્ઞાન વિશિષ્ટજ્ઞાનનું જનક નથી. વિશેષણજ્ઞાનની વિશિષ્ટજ્ઞાનજનકતામાં કોઈ પ્રમાણ નથી. વિશિષ્ટજ્ઞાનત્વધર્મ વિરોષણાનજન્યતાવચ્છેદકનથી. આ વાત નિર્વિલ્પપ્રત્યક્ષવિચાર પ્રસંગે વિરોષરૂપે અમે કરી છે. વિશિષ્ટશાન વિરોષણાનજ નહોઈ નિર્વિકલ્પક પ્રત્યક્ષ સિદ્ધ થતું નથી. આ બાબત તે પ્રસંગે વિસ્તારથી સમજાવવામાં આવી છે. તેથી પુનરુક્તિ અમે અહીં કરતા નથી. વિશિષ્ટજ્ઞાનની બાબતમાં વિરોષણજ્ઞાનની કારણતા સ્વીકારનારયાયિકો પણ અભાવવિષયક વિશિષ્ટ શાનમાં