________________
Fe
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર જેમ જ્ઞાનત્વ એક અખંડ ધર્મ છે તેમ અજ્ઞાનત્વ પણ એક અખંડ ધર્મ છે. આ અખંડધર્મવિશિષ્ટ અજ્ઞાન પુરુષવિશેષનિરૂપિત રૂપે અને વિષયવિરોષાશ્રિત રૂપે ‘મત્સ્ય અત્ર અજ્ઞાનમૂ’ એ પ્રતીતિમાં ભાસે છે. અજ્ઞાનની પ્રતીતિમાં પ્રમાવિરોધિત્વનો ઉલ્લેખ હોત તો વિરોધની નિરૂપક પ્રમાનું જ્ઞાન અપેક્ષિત હોત. અજ્ઞાત વસ્તુ નિરૂપક બની શકે નહિ. અને આ વિરોધનિરૂપક પ્રમાનું જ્ઞાન અપેક્ષિત હોત તો ન્યાયામૃતકારપ્રદર્શિત વ્યાઘાતની સંભાવના રહેત. પરંતુ અજ્ઞાનની પ્રતીતિમાં પ્રમાવિરોધિત્વનો ઉલ્લેખ જ નથી હોતો. તેથી ન્યાયામૃતકારે જે આપત્તિ આપી કે અજ્ઞાનની પ્રતીતિમાં જે પ્રમાવિરોધિત્વ ધર્મ ઉદ્વિષ્યમાન થાય છે તે ઉદ્વિષ્યમાન વિરોધની નિરૂપક પ્રમાનાં જ્ઞાન અને અજ્ઞાન બંને વિકલ્પમાં અદ્વૈતવાદીનો મત જ્યાઘાતદોષથી દૂષિત છે તે આપત્તિ નિર્મૂળ છે. ‘આ પુરુષનું અજ્ઞાન’ એવી પ્રતીતિમાં પ્રતીતિનો વિષય અજ્ઞાન તત્પુરુષનિરૂપિતરૂપે જ પ્રતીત થાય છે, તત્પુરુષીયપ્રમાવિરોધિત્વરૂપે ઉલ્લિખ્યમાન થતો નથી – પ્રતીત થતો નથી. તત્પુરુષીયપ્રમાવિરોધિત્વરૂપે તત્પુરુષીય અજ્ઞાનની પ્રતીતિ કોઈને પણ થઈ શકે નહિ કારણ કે તત્પુરુષને થનારી પ્રમા અન્ય પુરુષની વેદ્ય બની શક્તી નથી. ૨૮
ગૌડ બ્રહ્માનંદની ઉપરની વાતથી જો કે ન્યાયામૃતકારે આપેલી આપત્તિનું સમાધાન થઈ જાય છે છતાં વિવરણ સાથે બ્રહ્માનંદની વાતનો વિરોધ આવી પડે છે. વિવરણકાર કહે છે કે ભાવરૂપ અજ્ઞાન જ્યારે ‘અજ્ઞાન’ પદ દ્વારા અભિહિત થાય છે ત્યારે આશ્રય અને વિષય એ બંને સાપેક્ષ જ્ઞાનના વિરોધીરૂપે જ અજ્ઞાન અભિધીયમાન બને છે. આશ્રયસાપેક્ષ જ્ઞાન જ તત્પુરુષીયપ્રમા છે. તેથી તત્પુરુષીયપ્રમાવિરોધિત્વરૂપે જ અજ્ઞાન પ્રતીયમાન થાય છે એમ વિવરણકાર કહે છે. આમ વિવરણની વાત સાથે બ્રહ્માનંદની વાતનો વિરોધ સ્પષ્ટ છે. આ વિરોધનું સમાધાન બ્રહ્માનંદ નીચે પ્રમાણે કરે છે. બ્રહ્માનંદ કહે છે કે વિવરણાચાર્યનો અભિપ્રાય આ નથી પરંતુ જુદો છે. તેમનો અભિપ્રાય શો છે ? તે આ છે – જ્યારે પ્રમાજ્ઞાન દ્વારા અજ્ઞાન દૂર થાય છે ત્યારે જેનું અજ્ઞાન દૂર થયું છે તે પુરુષને અજ્ઞાનમાં પ્રમાજ્ઞાનવિરોધિતાનો અનુભવ થાય છે. આ અભિપ્રાયથી જ વિવરણાચાર્ય અજ્ઞાનમાં જ્ઞાનવિરોધિતાનો ઉલ્લેખ સ્વીકારે છે. વિવરણાચાર્યનો એવો આરાય હરગીજ નથી કે વિદ્યમાન અજ્ઞાન પ્રમાવિરોધિત્વરૂપે ઉલ્લિખ્યમાન થાય છે.
અહીં આપત્તિ એ આવે છે કે અજ્ઞાનની વિદ્યમાન દશામાં જો અજ્ઞાન જ્ઞાનવિરોધિત્વરૂપે ઉન્નિખ્યમાન થઈ શકતું ન હોય તો ‘ઘટ ન નાનામિ ( હું ઘટને જાણતો નથી )' એ વાક્યમાં વિરોધ્યર્થક ‘નગ્’ દ્વારા જ્ઞાનવિરોધિત્વરૂપે અજ્ઞાનની પ્રતીતિ થાય છે એમ કેમ સ્વીકારાય ? અને જો ઘટવિષયક આપણા અજ્ઞાનની વિદ્યમાન દશામાં ‘હું ઘટને જાણતો નથી’ એ વાક્ય દ્વારા આપણને થતી અજ્ઞાનની પ્રતીતિ પ્રમાાનવિરોધિત્વરૂપે થાય છે એમ સ્વીકારવામાં આવે તો ઉક્ત વાક્યજન્ય જ્ઞાનમાં વ્યાઘાત અપરિહાર્ય બને.
આના ઉત્તરમાં કહેવું જોઈએ કે ‘ઘટ ન જ્ઞાનામિ’ એ વાક્યમાં જે નપૂર્વક જ્ઞા ધાતુ છે તેની અજ્ઞાનત્વવિશિષ્ટ વસ્તુમાં લક્ષણા સ્વીકારવામાં આવી છે. જેમ જ્ઞા ધાતુ જ્ઞાનત્વજાતિવિશિષ્ટ વસ્તુનો વાચકં છે તેમ નપૂર્વક જ્ઞા ધાતુ પણ અજ્ઞાન~વિશિષ્ટ વસ્તુનો લક્ષક છે. જ્ઞાનત્વની જેમ અજ્ઞાનત્વ જાતિ છે. અજ્ઞાનત્વને જાતિ તરીકે ન સ્વીકારવામાં આવે તો અભાવત્વ ધર્મની જેમ અજ્ઞાનત્વ ષણ અખંડ ઉપાધિ બની જાય. એટલે જ અગાઉ અજ્ઞાનત્વને અખંડ ધર્મ કહેલ છે.
આની સામે નીચેનો તર્ક રજૂ કરવામાં આવે છે. નપૂર્વક જ્ઞા ધાતુ અજ્ઞાનત્વજાતિવિશિષ્ટ અર્થનો લક્ષક છે એમ કહેવું યોગ્ય નથી. યોગાર્થ દ્વારા જ અર્થની પ્રતીતિ સંભવે છે. સમુદાયમાં