________________
ભાવરૂપ અવિદ્યાનું સાધક પ્રથમ પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૬૦.
સાક્ષિવેઘ હોય તો જ્ઞાનાભાવ સાક્ષીવેદ્ય જ હોય કારણકે પ્રતિયોગી અને અભાવ તુલ્ય પ્રમાણવેદ્ય હોય છે એવો નિયમ છે. જ્ઞાન સાક્ષિવેદ્ય છે, જ્ઞાનાભાવ સાક્ષિવેદ્ય છે, અને જ્ઞાનાભાવના પ્રતિયોગી જ્ઞાનનો વ્યાવર્તક વિષય પણ સાક્ષિવેદ્ય છે. ‘ ન જ્ઞાનામિ ’ એ પ્રતીતિમાં પ્રમાવૃત્તિનો અભાવ જ વિષય હોય છે. અર્થાત્, જે જ્ઞાનાભાવને અજ્ઞાન કહેવામાં આવેલ છે તે જ્ઞાનાભાવનું પ્રતિયોગી જ્ઞાન પ્રમાવૃત્તિ રૂપ છે. પ્રમાવૃત્તિનો અભાવ જ જ્ઞાનાભાવ છે - અજ્ઞાન છે, અને તે અજ્ઞાન સાક્ષિવેદ્ય છે. આ અભાવની પ્રતિયોગી પ્રમાવૃત્તિ અને આ પ્રમાવૃત્તિનો વિષય પણ સાક્ષિવેદ્ય છે. પરિણામે અજ્ઞાનને જ્ઞાનાભાવરૂપે સ્વીકારવા છતાં અજ્ઞાનની પ્રતીતિ સાક્ષિસ્વરૂપ હોવાથી અદ્વૈતવેદાન્તીના મતની જેમ અમારા મતમાં પણ વ્યાધાતદોષ આવતો નથી.પ
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર નીચે પ્રમાણે કહે છે. અદ્વૈતવેદાન્તીના મતે ભાવરૂપ અજ્ઞાન સાક્ષાત્ સાક્ષિવેદ્ય છે અને તેથી અજ્ઞાન દ્વારા અજ્ઞાનનો વ્યાવર્તક વિષય પણ સાક્ષિવેદ્ય છે. પરંતુ જ્ઞાનાભાવ સાક્ષાત્ સાક્ષિવેધ નથી. અભાવ તો અનુપલબ્ધિ પ્રમાણવેદ્ય છે અને તેથી પરોક્ષપ્રતીતિનો વિષય છે. અભાવ એ સાક્ષિપ્રત્યક્ષનો વિષય નથી.૬ વિવરણાચાર્ય પણ કહે છે કે અભાવ છઠ્ઠા પ્રમાણનો વિષય હોવાથી સાક્ષિવેદ્ય નથી. પરંતુ વેદાન્તપરિભાષાકારે ‘અનુપલબ્ધિપ્રમાણવેદ્ય અભાવ પ્રત્યક્ષપ્રતીતિનો વિષય છે’ એમ કહી અદ્વૈતસિદ્ધાન્તનું પોતાનું અજ્ઞાન જ પ્રગટ કર્યું છે, તે ન્યાયમતના અનુસરણનો લોભ છોડી શક્યા નથી. તે અપસિદ્ધાન્તને જ સિદ્ધાન્ત સમજી બેઠા છે.”
અહીં ગૌડ બ્રહ્માનંદ કહે છે કે વસ્તુતઃ ‘આ વિષયમાં આ પુરુષનું અજ્ઞાન છે’ એવી પ્રતીતિમાં વિષયવિશેષાશ્રિતરૂપે અને પુરુષવિરોષનિરૂપિતરૂપે અજ્ઞાનત્વરૂપ અખંડ ધર્મવિશિષ્ટ અજ્ઞાન વિષયીભૂત બને છે. ‘આ પુરુષનું અજ્ઞાન’ એ રીતે છઠ્ઠી વિભક્તિ દ્વારા પુરુષનિરૂપિત અજ્ઞાન જ સમજાય છે. ‘પુરુષનું’ એ છઠ્ઠી વિભક્તિનો અર્થ છે નિરૂપિતત્વ. અજ્ઞાનમાં તજ્ઞપુરુષનિરૂપિતત્વધર્મ તત્તત્પુરુષીયપ્રમાનિવર્ત્યતાનો નિયામક છે અર્થાત્ વ્યાપ્ય છે. અજ્ઞાન તત્ત્તત્પુરુષનિરૂપિત છે એમ કહેવાથી અજ્ઞાનમાં તત્ત્તત્પુરુષીયપ્રમાનિવત્કૃત્ય ધર્મ છે એ જાણી શકાય છે. વ્યાપ્ય ધર્મના જ્ઞાન દ્વારા વ્યાપક ધર્મની અનુમિતિ થાય છે. જે અજ્ઞાન જે પુરુષનિરૂપિત હોય તે અજ્ઞાન તે પુરુષની પ્રમા દ્વારા નિવૃત્ત થાય છે - દૂર થાય છે. તેથી તત્પુરુષનિરૂપિતત્વ તત્પુરુષીયપ્રમાનિવર્તીત્વનું વ્યાપ્ય છે. વ્યાપ્યવિષયક જ્ઞાન વ્યાપકવિષયક નથી પરંતુ વ્યાપ્યવિષયક જ્ઞાન દ્વારા વ્યાપક વિષયનું જ્ઞાન થઈ શકે છે. તત્પુરુષીયપ્રમાનિવ હોવાને કારણે અજ્ઞાન તત્પુરુષનિરૂપિત છે. અને વિષયનિષ્ઠકાર્યનું ઉપાદાન હોવાને કારણે અજ્ઞાન વિષયાશ્રિત છે. ઈદન્તાવચ્છિન્નચૈતન્યાશ્રિત તેમ જ શુક્તિત્વપ્રકારક અજ્ઞાન રજતનું ઉપાદાન છે, માટે અજ્ઞાનને વિષયાશ્રિત કહેવામાં આવેલ છે. આમ વિષયાશ્રિત તેમ જ પુરુષવિરોષનિરૂપિત અજ્ઞાન જ ‘અર્થ `અત્ર અજ્ઞાનમ્' એવી પ્રતીતિનો વિષય છે. હવે, ‘અસ્ય અજ્ઞાનમ્’એવી પુરુષવિરોષનિરૂપિત અજ્ઞાનની પ્રતીતિમાં, અજ્ઞાન હકીક્તમાં તત્પુરુષીયપ્રમાજ્ઞાનનું વિરોધી હોવા છતાં અજ્ઞાનનું તત્પુરુષીયપ્રમાજ્ઞાનવિરોધિત્વ ભાસતું નથી, ભાસે છે એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી. તત્પુરુષીયપ્રમાવિરોધિત્વનું વ્યાપ્ય તત્પુરુષનિરૂપિતત્વ જ ‘અસ્ય ઞજ્ઞાનમ્' એવી પ્રતીતિમાં ભાસે છે. પ્રમાવિરોધિત્વરૂપે અજ્ઞાન ‘સ્ય અજ્ઞાનમ્’ એવી પ્રતીતિમાં ભાસતું નથી, ભાસે છે એમ કહેવાય નહિ. આમ વસ્તુતઃ અજ્ઞાનમાં પ્રમાવિરોધિત્વ છે, છતાં ‘અન્ય અજ્ઞાનપ્’ એ પ્રતીતિમાં પ્રમાવિરોધિત્વરૂપનો ઉલ્લેખ નથી. પ્રમાવિરોધિત્વ જ અજ્ઞાનત્વ નથી.
જ